Terrible Accident : આણંદના તારાપુરમાં એક ટેન્કરે 8થી વધુ વાહનોને ટક્કર મારી
- ગુજરાતમાં ગમખ્વાર અકસ્માત (Terrible Accident) ની હારમાળા
- આણંદના તારાપુરમાં ટેન્કર ચાલકે 8 વાહનોને અડફેટે લીધા
- ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો
- પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી
Anand : ગુજરાતમાં ફરી વધુ એક ગમખ્વાર અકસ્માત (Terrible Accident) સર્જાયો. આણંદના તારાપુરમાં ટેન્કર ચાલકે 8 વાહનોને અડફેટે લીધા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. અકસ્માત થતાં જ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માત તારાપુરની એક હોટલના પાર્કિંગમાં થયો હતો. અકસ્માત કર્યા બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો.
સમગ્ર ઘટનાક્રમ
આણંદના તારાપુરમાં એક હોટલના પાર્કિંગમાં ગમખ્વાર અકસ્માત (Terrible Accident) થયો. જેમાં એક ટેન્કરની બ્રેક ફેલ થઈ જતાં પાર્કિંગમાં રહેલ 4 કાર અને 4 ઓટો રિક્શાને ટકકર વાગી હતી. જે પૈકી એક રિક્શા ઊંધી પડી ગઈ હતી. જેમાં રહેલ મુસાફરો રિક્શા નીચે દબાયા હતા. આ ઘટના બાદ અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. હજૂ સુધી જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. વાહનોને ભયંકર નુકસાન થતાં વાહન માલિકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃ Nitish Kumar 1 કરોડ યુવાનોને રોજગાર આપશે, ચૂંટણી માટે પ્રચાર કે પછી...???
પોલીસ ફરિયાદ થઈ
તારાપુરની એક હોટલના પાર્કિંગમાં એક ટેન્કર બેફામ ઝડપે આવ્યું અને 8 પાર્ક થયેલા વાહનોને અડફેટે લીધા હતા. આ વાહનોમાં 4 કાર અને 4 રિક્શાનો સમાવેશ થાય છે. જેમાંથી એક રિક્શા ઊંધી પડી ગઈ અને તેમાં રહેલ મુસાફરો દબાયા હતા. આ ઘટના બાદ આસપાસ રહેલા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. વાહનોને ભારે નુકસાન થવાથી વાહન માલિકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરાર ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાથી પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ Heavy Rain in Mumbai : મુશળધાર વરસાદથી મુંબઈના અનેક વિસ્તારો પાણી-પાણી, Red Alert જાહેર


