Vadodara : ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ વધુ એક પુલ વાહનો માટે બંધ કરાયો, વાંચો વિગત
- Vadodara ના ડભોઈનો વધુ એક બ્રિજ જર્જરિત હાલતમાં
- ચાંદોદમાં આવેલો ગાયકવાડી મિનિ બ્રિજ બંધ કરાયો
- ભારે વાહનો માટે જર્જરિત મીની બ્રિજ બંધ કરાયો
- યાત્રાધામ હોવાથી રોજિંદા આવે છે હજારો ભક્તો
Vadodara : વડોદરામાં ગંભીરા બ્રિજની દુર્ઘટનાએ (Gambhira Bridge) સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. ત્યારે હવે વડોદરામાં જ વધુ એક બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તેને બંધ કરવાની ફરજ પડી છે. ચાંદોદમાં આવેલો ગાયકવાડી મિનિ બ્રિજ (Gaikwad Mini Bridge) જર્જરિત હાલતમાં હોવાથી વાહનચાલકોની અવરજવર બંધ કરવામાં આવી છે. યાત્રાધામ હોવાથી આ બ્રિજ પરથી રોજિંદા હજારો ભક્તો પસાર થાય છે.
આ પણ વાંચો - Kutchની મતદાર યાદીમાં ગડબડ? ગાંધીધામથી માંડવી સુધી બોગસ મતદારોનો કૌભાંડ?
Vadodara નાં ચાંદોદમાં આવેલો ગાયકવાડી મિનિ બ્રિજ બંધ કરાયો
વડોદરામાં વધુ એક બ્રિજની હાલત જર્જરિત હોવાથી તેને બંધ કરવાની ફરજ પડી છે. માહિતી અનુસાર, ડભોઈ તાલુકામાં ચાંદોદ (Chandod) નજીક આવેલો ગાયકવાડી મિનિ બ્રિજ બંધ કરાયો છે. અંદાજે દોઢસો વર્ષ જૂનો આ બ્રિજ સમારકામનાં અભાવે જર્જરિત બન્યો છે. જો કે, ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર દ્વારા શહેર-જિલ્લાનાં વિવિધ બ્રિજોની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ગાયકવાડી મિનિ બ્રિજ જર્જરિત હોવાથી વાહનોની અવરજવર બંધ કરાઈ છે.
આ પણ વાંચો - Tiranga Yatra : 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ રાજ્યભરમાં તિરંગા યાત્રા, જુઓ તસવીરો
યાત્રાધામ હોવાથી આ બ્રિજ પરથી રોજિંદા હજારો ભક્તો પસાર થાય છે
માહિતી અનુસા, જર્જરિત બ્રિજ અંગે પંચાયતે R&B વિભાગનું ધ્યાન દોર્યું હતું. ચાંદોદ યાત્રાધામ હોવાથી આ બ્રિજ પરથી રોજિંદા હજારોની સંખ્યામાં ભક્તો પસાર થતા હોય છે. જો કે, લોકોની સુરક્ષાનાં ભાગરૂપે તંત્ર દ્વારા ગાયકવાડી મિનિ બ્રિજ (Gaikwad Mini Bridge) બંધ કરાયો છે. મિનિ બ્રિજ બંધ થતાં હવે ચાંદોદ આવનાર ભકતોએ 1 કિલોમીટર પગપાળા જવું પડશે. જણાવી દઈએ કે, વડોદરામાં ગંભીર બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોનાં મોત નીપજ્યા હતા. લગભગ 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ અચાનક તૂટી જતા કાર, રિક્ષા, બાઇક સહિતનાં વાહનો નદીમાં ખાબક્યા હતા.
આ પણ વાંચો - Tiranga Yatra : તિરંગા યાત્રામાં સામેલ તમામ વિદ્યાર્થીઓને પાંચ માર્કસ આપવા ગુજરાત યુનિવર્સિટીનો આદેશ


