Vadodara : એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ફરી મળી ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
- Vadodara એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
- બે દિવસ પહેલા અજાણ્યા ઇસમે આપી હતી ધમકી
- CISF ની ઉચ્ચ એજન્સીને ઈમેઇલ મારફતે ધમકી મળી હતી
- 'વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દઇશું' તેવી આપી ધમકી
- ધમકીના પગલે એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું
Vadodara : ગુજરાતનાં વડોદરા શહેરમાં આવેલા હરણી એરપોર્ટને (Harni Airport) બોમ્બથી ઉડાવી દેવાની ફરી એકવાર ધમકી મળી છે. બે દિવસ પહેલા અજાણ્યા ઇસમે ઇ-મેઇલ મારફતે CISF ને ધમકી આપતા સુરક્ષા એજન્સીઓ અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. 'વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દઇશું' તેવા લખાણ સાથે ઇમેઇલ મળતા એરપોર્ટ પર ચેકિંગ હાથ ધરાયું છે.
આ પણ વાંચો - Gujarat Rain : નવરાત્રીના ગરબા વચ્ચે ગુજરાતમાં 24 કલાકમાં જાણો ક્યા કેટલો પડ્યો વરસાદ
Vadodara એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ફરી મળી ધમકી
વડોદરા એરપોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી જવા પામ્યો છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સનાં (CISF) ઉચ્ચ અધિકારીઓ અને એરપોર્ટ ઓથોરિટીને (Vadodara Airport Authority) ઈમેઈલ મારફતે આ ધમકી મળી હતી. કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ઇમેઇલ કરી વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઇમેઇલમાં "એરપોર્ટને બોમ્બથી ઉડાવી દઈશું" એવો ઉલ્લેખ કરી ધમકી આપી છે. આ ઇમેઇમ મળતા સુરક્ષા એજન્સીઓ અને પોલીસની ટીમોએ એરપોર્ટ પર ચેકિંગ હાથ ધર્યું છે.
આ પણ વાંચો - Rajkot: રખડતા ઢોર બાદ હવે શ્વાનનો આતંક, બાળકને એટલા બચકા ભર્યો કે મોત થયુ
ચેકિંગ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તમામે લીધો હાશકારો
જો કે, એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તમામે હાશકારો લીધો. આ મામલે ધમકી આપનાર શખ્સની સાઇબર ક્રાઈમ પોલીસે (Cyber Crime Police) શોધખોળ હાથ ધરી છે. આ ધમકીથી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું અને એરપોર્ટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા અપનાવવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા પણ અમદાવાદ, રાજકોટ સહિતનાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. જો કે, કાર્યવાહીમાં એરપોર્ટ પરથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.
આ પણ વાંચો - Rajkot: ગરબામાં છરીબાજી, શખસે છરી વડે હુમલો કરતા 3 લોકો ઈજાગ્રસ્ત


