Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara: BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવારોને ભોજન વ્યવસ્થા કરાઇ

BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા વ્હારે આવ્યા  40 જેટલા સ્વયંસેવકો આખા વડોદરામાં સેવા કરી રહ્યા છે વડોદરામાં ફરીને જરૂરિયાતમંદો ને ફૂડપેકેટસ વિતરણ કરયા હતા.   Vadodara : ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિમાં બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાએ...
vadodara  baps સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવારોને ભોજન વ્યવસ્થા કરાઇ
Advertisement
  • BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા વ્હારે આવ્યા 
  • 40 જેટલા સ્વયંસેવકો આખા વડોદરામાં સેવા કરી રહ્યા છે
  • વડોદરામાં ફરીને જરૂરિયાતમંદો ને ફૂડપેકેટસ વિતરણ કરયા હતા.

Vadodara : ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિમાં બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાએ (BAPS) સેવાકીય કાર્ય માટે આગળ આવીને પ્રશંસનીય યોગદાન આપ્યું છે. પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી BAPS ના આશરે 40 જેટલા સ્વયંસેવકો વડોદરામાં (Vadodara) જરૂરિયાતમંદોને સેવા  આપી  રહ્યા છે.

Advertisement

Advertisement

જરૂરિયાતમંદોને ફૂડપેકેટસ વિતરણ કરયા

બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી છેલ્લા ત્રણ દિવસથી BAPS સ્વામિનારાયણ સંસ્થાના આશરે 40 જેટલા સ્વયંસેવકો વડોદરામાં ફરીને જરૂરિયાતમંદોને ફૂડપેકેટસ વિતરણ કરયા હતા.

આ પણ  વાંચો-Gondal:અતિવૃષ્ટિનો ભોગ બનેલા નિરાધાર પરિવારોની વ્હારે આવ્યા ધારાસભ્ય ગીતાબા જાડેજા

ફૂડ પેકેટ્સ વિતરણ

છેલ્લા ત્રણ દિવસથી BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો વડોદરાના વિવિધ વિસ્તારોમાં ફરીને જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ્સ પહોંચાડી રહ્યા છે. સમા, કલાલી, વડસર, સીટી વિસ્તાર, ચાપળ, ચાણસદ, અને વાઘોડિયા જેવા વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું છે.

આ પણ  વાંચો-પોરબંદર-સોમનાથ હાઈવે છેલ્લા 36 કલાકથી પાણીમાં ગરકાવ

ભોજન અને અન્ય જરૂરી  વ્યવસ્થા

BAPS સ્વામિનારાયણ મંદિર, અટલાદરા ખાતે આશરે 25,000 વ્યક્તિઓ માટે શીરાનો પ્રસાદ ફૂડ પેકેટ્સ રૂપે, અને 10,000થી વધુ પૂરની અસરગ્રસ્તો માટે ખીચડીની વ્યવસ્થા કરાઈ છે.

આ પણ  વાંચો-Dwarka ના અનેક પૂરગ્રસ્ત વિસ્તારોનું CM એ હવાઈ નિરીક્ષણ કર્યું

તે ઉપરાંત, સેવ અને બુંદીના પેકેટ્સ પણ વિતરણમાં સામેલ કરવામાં આવ્યા છે, જે વિવિધ વિસ્તારોમાં જ્યાં તંત્રને જરૂર પડી ત્યાં પહોંચાડવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×