Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara Bridge Collapse : બ્રિજ તૂટી પડવા મામલે સરકારે 6 સભ્યોની તપાસ કમિટી બનાવી

આ મામલે હવે તપાસ માટે સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી બ્રિજ તૂટી પડવાનાં કારણો, ક્ષતિ અને બેદરકારી અંગે તપાસ કરશે.
vadodara bridge collapse   બ્રિજ તૂટી પડવા મામલે સરકારે 6 સભ્યોની તપાસ કમિટી બનાવી
Advertisement
  1. વડોદરા ગંભીરા બ્રિજ અકસ્માતને લઈ સરકારે કમિટીની રચના કરી (Vadodara Bridge Collapse)
  2. બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઈ
  3. બ્રિજ તૂટી પડવાનાં કારણો, ક્ષતિ અને બેદરકારી અંગે કમિટી તપાસ કરશે
  4. ગંભીરા બ્રિજ અકસ્માતનો પ્રાથમિક અહેવાલ તાત્કાલિક સરકાર સમક્ષ રજૂ કરશે
  5. બ્રિજ દુર્ઘટના અંગેનો 30 દિવસમાં સંપૂર્ણ અહેવાલ કમિટી સરકારને સોંપશે

Vadodara Bridge Collapse : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરા ગામ નજીક મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડતા 12 થી વધુ લોકોનાં મોત નીપજ્યા છે જ્યારે 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ મામલે હવે તપાસ માટે સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી બ્રિજ તૂટી પડવાનાં કારણો, ક્ષતિ અને બેદરકારી અંગે તપાસ કરશે.

આ પણ વાંચો - Sabarkantha : ચિઠોડા પંચાયતનાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કાગળોમાં અટવાઈ!

Advertisement

Advertisement

વિપક્ષી નેતાઓ, નાગરિકોનાં જવાબદાર વિભાગ, અધિકારીઓ પર ગંભીર આરોપ

વડોદરાનાં ગંભીરા બ્રિજ અકસ્માત (Vadodara Bridge Collapse) મામલે વિપક્ષ અને નાગરિકો દ્વારા જવાબદાર સરકારી વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે અને અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનાં ગંભીર આરોપ પણ કરાયા છે. વિપક્ષી નેતાઓએ બ્રિજ તૂટી પડવા અંગે વેધક સવાલો કરી રાજ્યની ભાજપ (BJP) સરકારને ઘેરવાનો પ્રયાસ પણ કર્યો છે. ત્યારે હવે આ મામલે તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો - Vadodara Bridge Collapse : HC નાં વકીલના વેધક સવાલ, કહ્યું- આ દુર્ઘટના માટે સરકારનાં..!

બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે સરકારે 6 સભ્યોની કમિટી બનાવી

પ્રાપ્ત મહિતી અનુસાર, ગંભીરા બ્રિજ તૂટી જવા મામલે તપાસ કરવા માટે સરકારે 6 સભ્યોની કમિટીની રચના કરી છે. આ કમિટી બ્રિજ તૂટી પડવાનાં કારણો, ક્ષતિ અને બેદરકારી અંગે તપાસ કરશે. ગંભીરા બ્રિજ અકસ્માતનો પ્રાથમિક અહેવાલ સરકાર સમક્ષ તાત્કાલિક રજૂ કરશે. બ્રિજ દુર્ઘટના અંગેનો 30 દિવસમાં સંપૂર્ણ અહેવાલ કમિટી સરકારને સોંપશે. અન્ય કોઈ બ્રિજ પડવાની દુર્ઘટના ભવિષ્યમાં ફરી ન બને તે માટે પણ કમિટી સૂચનો આપશે. માર્ગ મકાન વિભાગનાં (Road Construction Department) અધિક સચિવ, મુખ્ય ઇજનેર સહિતનાં અધિકારીઓનો આ તપાસ કમિટીમાં સમાવેશ કરાયો છે.

આ પણ વાંચો - VADODARA : 22 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીથી ભારે ચર્ચા

Tags :
Advertisement

.

×