Vadodara Bridge Collapse : HC નાં વકીલના વેધક સવાલ, કહ્યું- આ દુર્ઘટના માટે સરકારનાં..!
- વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત, 6 ઇજાગ્રસ્ત (Vadodara Bridge Collapse)
- ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ ગુજરાત હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવે એ ઉઠાવ્યા સવાલ
- ઘટનામાં સરકાર સંબંધિત વિભાગના અધિકારીઓ જવાબદાર : વકીલ ઉત્કર્ષ દવે
- "6 માર્ચ 2023ના રોજ રાજ્ય સરકારે ઠરાવ પસાર કર્યો હતો"
- શું આ બ્રિજની ચોમાસા પહેલા તપાસ નહીં થઈ હોય? : ઉત્કર્ષ દવે
Vadodara Bridge Collapse : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરા ગામ નજીક મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડતા 10 લોકોનાં મોત થયા છે અને 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા વડોદરા SSG હોસ્પિટલ (Vadodara SSG Hospital) લઈ જવાયા છે. આ મામલે હાઈકોર્ટનાં વકીલે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. એડવોકેટ ઉત્કર્ષ દવેએ (Advocate Utkarsh Dave) કહ્યું કે, ઘટનામાં સરકારી સંબંધિત વિભાગના અધિકારીઓ જવાબદાર છે. શું આ બ્રિજની ચોમાસા પહેલા તપાસ નહીં થઈ હોય ?
આ પણ વાંચો - Vadodara : ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે કોંગ્રેસના રાજ્ય સરકાર પર આકરા વાકપ્રહાર
ઘટનામાં સરકાર સંબંધિત વિભાગના અધિકારીઓ જવાબદાર : વકીલ ઉત્કર્ષ દવે
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને (Vadodara Bridge Collapse) લઈ હાઈકોર્ટનાં વકીલ ઉત્કર્ષ દવેએ ગંભીર સવાલ કર્યા છે. તેમણે વીડિયો થકી કહ્યું કે, ઘટનામાં સરકાર સંબંધિત વિભાગના અધિકારીઓ જવાબદાર છે. અગાઉ 6 માર્ચ, 2023 ના રોજ રાજ્ય સરકારે ઠરાવ પસાર કર્યો હતો. રાજ્યમાં 461 બ્રિજનો સરવે કરવામાં આવ્યો હતો. ચોમાસા પહેલા અને પછીનો અહેવાલ રજૂ કરવા સંબંધિત વિભાગને સરકારે ઠરાવ કર્યો હતો. ઠરાવ મુજબ, ડેપ્યૂટી એન્જિનિયર દ્વારા બ્રિજની તપાસ કરી અહેવાલ રજૂ કરવાનો હતો.
ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ હાઈકોર્ટના વકીલે ઉઠાવ્યા સવાલ
ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ઉત્કર્ષ દવેના ગંભીર સવાલ
"ઘટનામાં સરકાર સબંધિત વિભાગના અધિકારીઓ જવાબદાર"
"6 માર્ચ 2023ના રોજ રાજ્ય સરકારે ઠરાવ પસાર કર્યો હતો"#Gujarat #UtkarshDave #BigBreaking #Vadodara #BridgeCollapse… pic.twitter.com/uteloxNGQn— Gujarat First (@GujaratFirst) July 9, 2025
આ પણ વાંચો - VADODARA : મુંજપુર-ગંભીરા પુલ તૂટતા અવર-જવર ઉપર પ્રતિબંધ, ડાયવર્ઝન રૂટ જાહેર
ગંભીરા બ્રિજ તૂટી પડતા 3 ટ્રક, 1 રિક્ષા અને 1 પીકઅપ વાન નદીમાં ખાબક્યા
વકીલ ઉત્કર્ષ દવેએ વધુમાં કહ્યું કે, બ્રિજ ભૂકંપમાં ટકી શકે છે કે કેમ ? બ્રિજની ઓવર લોડ સહન કરવાની ક્ષમતા કેટલી છે ? આ પ્રકારની તપાસ કર્યા બાદ સબંધિત વિભાગને અહેવાલ રજૂ કરવા રાજ્ય સરકારે ઠરાવ કર્યો હતો. તો શું આ બ્રિજની ચોમાસા પહેલા તપાસ નહીં થઈ હોય ? આ દુર્ઘટના માટે જવાબદાર કોણ ? જણાવી દઈએ કે, ગંભીરા બ્રિજ તૂટી પડતા 3 ટ્રક, 1 રિક્ષા અને 1 પીકઅપ વાન નદીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટના બાદ NDRF અને ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી તેજ કરાઈ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે, મૃતદેહોને પણ બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયા હતા.
આ પણ વાંચો - VADODARA : ગંભીરા પુલ તૂટી પડવાથી થયેલી જાનહાની અંગે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો


