Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : કોમ્પલેક્ષના કોમન વોશરૂમમાંથી મૃત નવજાત મળતા ચકચાર

Vadodara : સમગ્ર મામલાની પોલીસને જાણ કરવામાં આવી છે, આ મામલો જાણનારા તમામ લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
vadodara   કોમ્પલેક્ષના કોમન વોશરૂમમાંથી મૃત નવજાત મળતા ચકચાર
Advertisement
  • જગન્નાથ કોમ્પલેક્ષના કોમન વોશરૂમમાં મૃતદેહ મળતા લોકોમાં રોષ
  • લોકોએ નિષ્ઠુર જનેતા પર ફિટકાર વરસાવ્યો
  • પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે

Vadodara : વડોદરા (Vadodara) શહેરના વાઘોડિયા-ગાજરાવાડી વિસ્તારમાં સંસ્કારી નગરીને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ખાનગી કોમ્પલેક્ષના (Private Complex) કોમન વોશરૂમમાંથી (Common Washroom) મૃત નવજાત બાળકનો મૃતદેહ (New Born Baby Dead Body Found - Vadodara) મળી આવ્યો છે. જેને પગલે ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાને લઇને પોલીસને જાણ કરવામાં આવી છે. બીજી તરફ આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે, અને લોકોએ નિષ્ઠુર માતા પર ફિટકાર વરસાવ્યો છે. હવે આ મામલે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.

લોકોમાં રોષની લાગણી વ્યાપી

વડોદરા શહેરના વાઘોડિયા-ગાજરાવાડી લિંક રોડ પર જગન્નાથ કોમ્પલેક્ષ આવેલું છે. આ કોમ્પ્લેક્ષના કોમન વોશરૂમમાં આજે મૃત નવજાત બાળક મળી આવ્યું (New Born Baby Dead Body Found - Vadodara) છે. જેને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાને કારણે લોકો એકત્ર થઇ ગયા હતા. અને સમગ્ર મામલાની પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલો જાણનારા તમામ લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

Advertisement

સીસીટીવી તથા હ્યુમન રિસોર્સના આધારે વધુ તપાસ

સંસ્કારી નગરી વડોદરામાં આ રીતે નવજાત બાળકને (New Born Baby Dead Body Found - Vadodara) ત્યજનાર માતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. આ ઘટના સામે આવતા નવજાત બાળકને મૃત અવસ્થામાં ફેંકવામાં આવ્યું છે, કોણ અહિંયા તેને મુકી ગયું, આ નવજાતના વાલીવારસ કોણ, સહિતના અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉદ્ભવ્યા છે. આ મામલે પોલીસ દ્વારા કોમ્પ્લેક્ષના સીસીટીવી તથા હ્યુમન રિસોર્સના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પોલીસ તપાસ બાદ શું સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.

Advertisement

આ પણ વાંચો ------  Vadodara : શહેરમાં ફરી એકવાર વાતાવરણ ડહોળવાનો પ્રયાસ, જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારાથી તણાવનો માહોલ સર્જાયો

Tags :
Advertisement

.

×