Vadodara : ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે કોંગ્રેસના રાજ્ય સરકાર પર આકરા વાકપ્રહાર
Vadodara : આજે આણંદ અને પાદરાને જોડતો ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો છે. જો કે આ જર્જરિત બ્રિજના સમારકામ અંગે 22 ઓગષ્ટ 2022ના રોજ રજૂઆત કરવામાં આવી હતી. જે ધ્યાને ન લેવાતા આ દુર્ઘટના ઘટી છે. 3 અગાઉ ગંભીરા બ્રિજના સમારકામ અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તંત્રએ સમયસર પગલાં ન ભર્યા અને આજે ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે. આ દુર્ઘટનામાં 9 નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે. આ દુર્ઘટના મુદ્દે કોંગ્રેસ અગ્રણીઓએ ભાજપ સરકાર પર આકરા વાકપ્રહાર કર્યા છે.
શક્તિ સિંહ ગોહિલે કરી અપીલ
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિ સિંહ ગોહિલે X પર પોસ્ટ કરીને લખ્યું કે, ગંભીરા બ્રિજ અચાનક ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ બ્રિજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા મહત્વનો બ્રિજ છે. આ દુર્ઘટનામાં સત્વરે રાહત-બચાવ કામગીરી કરવામાં આવે.
અમિત ચાવડાએ ખોલી પોલ
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ આ દુર્ઘટના મુદ્દે સરકારની પોલ ખોલી છે. અમિત ચાવડાએ જ 2 વર્ષ અગાઉ બ્રિજ જોખમી છે તેવી રજૂઆત કરી હતી. તેમણે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને પત્ર લખ્યો હતો. ધારાસભ્યએ પત્ર લખ્યો હોવા છતાં અધિકારીઓએ આળસ કરી હતી. જેમાં નિર્દોષોએ જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચોઃ VADODARA : ગંભીરા પુલ તૂટી પડવાથી થયેલી જાનહાની અંગે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
પૂર્વ CM શંકરસિંહ વાઘેલાની પ્રતિક્રિયા
વડોદરાના પાદરામાં થયેલ બ્રિજ દુર્ઘટના અંગે પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે સરકારની બેદરકારીને કારણે બ્રિજ તૂટી પડ્યો હોવાનું જણાવ્યું છે. તેમણે ભાજપના સતત 30 વર્ષના શાસન પર પણ પ્રશ્નાર્થ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, અધિકારી અને પદાધિકારીઓને કંઈ પડી જ નથી.
વડોદરા બ્રિજ દુર્ઘટના અંગે પૂર્વ CM શંકરસિંહ વાઘેલાની પ્રતિક્રિયા
સરકારની બેદરકારીના કારણે બ્રિજ તૂટી પડ્યો: શંકરસિંહ વાઘેલા
30 વર્ષ સતત ભાજપની સરકારનું આ પરિણામ: શંકરસિંહ વાઘેલા
ના તો અધિકારી ને પડી છે ના તો પદાધિકારીઓને: શંકરસિંહ વાઘેલા@ShankersinhBapu @drhemangjoshimp… pic.twitter.com/BW6c91L8jJ— Gujarat First (@GujaratFirst) July 9, 2025
આ પણ વાંચોઃ VADODARA : મોરબી દુર્ઘટના બાદ પણ ગંભીરા બ્રિજની 'દુર્દશા'ની જાણ કરી છતાં કોઇ કાર્યવાહી નહીં


