Vadodara : વિતેલા 8 માસમાં થયેલી 14 બાઇક ચોરીના કેસ ઉકેલી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ
- વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી
- 8 માસમાં અલગ અલગ જગ્યાએ થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
- બંને મિત્રો સરળતાથી પૈસા કમાવવા ચોરીના રવાડે ચઢ્યા હતા
Vadodara : વડોદરામાં (Vadodara) વાહન ચોરીના કેસો અટકાવવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (Vadodara Crime Branch) દ્વારા જુના કેસો અને વાહનચોરી સાથે સંકળાયેલા ઇસમોની (Bike Thieves Case) વિગતો એકત્ર કરવામાં આવી હતી. દરમિયાન ધ્યાને આવ્યું કે, મોટા ભાગની બાઇક ચોરીની ઘટનાઓ એસએસજી હોસ્પિટલ અને માંજલપુરના સરસ્વતી કોમ્પલેક્ષ વિસ્તારમાં બની હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે વધુ તપાસ કરતા તે ચોરીનું હોટ સ્પોટ હોવાનું જણાઇ આવ્યું હતું. બાદમાં આ સ્થળોએ ચોક્કસ વોચ ગોઠવવામાં આવી હગતી. દરમિયાન બે શંકાસ્પદ ઇસમો બાઇક પર નજરે પડ્યા હતા. તેઓ અવધુત ફાટક પાસે જતા હોવાનું ધ્યાને આવતા ટીમોએ પહોંચીને તેમને રોક્યા હતા.
બાઇકો ચોરી કરી હોવાની કબુલાત આપી
બંનેએ પોતાની ઓળખ ધર્મેશભાઇ ઉર્ફે ધમો કિરણભાઇ બારીયા (રહે. સાંઇનાથ નગર, અલવાનાકા, માંજલપુર, વડોદરા) અને વિજય ઉર્ફે જીગો ઉર્ફે કાળિયો નગીનભાઇ બારીયા (રહે. મોભીયા, સંખેડા, છોટાઉદેપૂર) હોવાનું જણાવ્યું હતું. બંને પોતાની પાસે રાખેલી બાઇકના કોઇ આધાર પુરાવા આપી શક્યા ન્હતા. જે બાદ ઇ-ગુજકોપ પોકેટકોપમાં તપાસ કર્યા બાદ તેમની કડકાઇ પૂર્વક પુછપરછ કરવામાં આવી હતી. જેમાં બંનેએ માંજલપુર, જીઆઇડીસી, સરસ્વતી કોમ્પલેક્ષ, એસએસજી હોસ્પિટલ, સોમા તળાવ, સુશેન સર્કલ, તેમજ સયાજીગંજમાં મળીને 14 બાઇકો ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.
5 - 10 હજાર રૂપિયામાં આપી
તેઓ ચોરેલી બાઇકોને અન્યને 5 - 10 હજાર રૂપિયામાં આપી દેતા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રાવપુરા, માંજલપુર, સયાજીગંજ, કપુરાઇ, અને મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા બાઇક ચોરીના ગુના ઉકેલી કાઢ્યા છે.
આરોપીની મોડસ ઓપરેન્ડી
બંને આરોપીઓ એક જ જગ્યાએ ડ્રાઇવિંગનું કામ કરતા હોવાથી મિત્રો હતા. જલ્દીથી રુપિયા કમાવવાના આશયથી જુદા-જુદા પાર્કિંગમાં જઇને ડુપ્લીકેટ ચાવી વડે બાઇક ચોરી કરતા હતા. બાદમાં ચોરીની બાઇકોની નંબર પ્લેટો કાઢીને તેને જુદા જુદા લોકોને આપીને ઉછીના રૂપિયા મેળવીને આર્થિક લાભ લેતા હતા.
આ પણ વાંચો ----- Vadodara : વિદ્યાધામ MSU માં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીનો કિસ કરતો વીડિયો વાયરલ


