Vadodara : રૂ. 1.95 કરોડના ટૂર પેકેજ કૌભાંડમાં આરોપી ઝબ્બે, પોલીસ કુરિયર બોય બનીને પહોંચી
- અજાણ્યા આઇડીથી ટ્રાવેલ એજન્ટને માહિતી મોકલી
- બંને વચ્ચે વિશ્વાસ સ્થપાયા બાદ શરૂઆતમાં સારા પેકેડજ કરી આપ્યા
- મોટું વિદેશ પેકેજ આપવાના ઝાંસામાં મોટી ઠગાઇ કરી દીધી
- આખરે મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચ્યો
Vadodara : તાજેતરમાં વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ (Cyber Crime Police - Vadodara) મથકમાં મોટી ઠગાઇની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેઓ ટ્રાવેલિંગનો ધંધો કરે છે. અને અજાણ્યા ઇમેલ આઇડીથી તેમને ટ્રાવેલિંગ એજન્સીના નામે ઇમેલ આવ્યો હતો. અને જણાવ્યું કે, તેમની ઓફિસો અલગ અલગ દેશોમાં કાર્યરત છે. બાદમાં બંને વચ્ચે વિશ્વાસ સ્થપાયો હતો. અને ફરિયાદીએ વોટ્સએપ પર વિગતો મેળવીને ટિકિટ બુક કરાવી હતી. બાદમાં આરોપીએ વિયેતનામ અને દુબઇ માટેનું ટુર પેકેજ મોકલીને નકલી ટિકિટો મોકલી હતી (Online Tour Fraud - Vadodara). ફરિયાદીની એજન્સીના ગ્રાહકો એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેઓ ઠગાયા હોવાનું જણાયું હતું. આ ઠગાઇમાં રૂ. 1.95 કરોડનો ચૂનો ચોપડાયો હતો. આ મામલો સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાતા જ ટીમો સતર્ક થઇ ગઇ હતી.
પોલીસે કુરિયર બોય બનીને રેકી કરી
ફરિયાદ બાદ ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સની મદદથી આરોપી (Online Tour Fraud - Vadodara) પૂણે, મહારાષ્ટ્ર હોવાનું જણાતા એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી. પૂણે પહોંચેલી સાયબર ક્રાઇમની ટીમે કુરિયર બોયનો સ્વાંગ રચીને આરોપી શૈલેષ શરણપ્પા બિદવેની હાજરી અંગે રેકી કરી હતી. બાદમાં આરોપી મળી આવતા તેને દબોચી લેવામાં આવ્યો હતો. પછી આરોપીને વડોદરા ખાતે લાવવામાં આવ્યો છે.
વધુ બે ગુના ઉકેલતી વડોદરા પોલીસ
આરોપી શૈલેષ શરણપ્પા બિદવે અલગ અલગ દેશોની નકલરી ફ્લાઇટની ટિકિટ અને હોટેલ બુકિંગના પેકેઝ (Online Tour Fraud - Vadodara) બનાવીને લોકોને મોકલતો હતો. તેના વિરૂદ્ધ બસાવેશ્વસ નગર પોલીસ મથક (બેંગલુરૂ) માં અગાઉ ગુનો નોંધાઇ ચૂક્યો છે. વડોદરા સાયબર ક્રાઇમની પોલીસે આરોપીને દબોચતા અટવાલાઇન્સ પોલીસ સ્ટેશન (સુરત) અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન, (અરવલ્લી) માં નોંધાયેલા ગુના પણ ઉકેલાયા છે.
આ પણ વાંચો ------ Surat : કરોડોની વ્હેલ માછલીની ઉલટી સાથે ઝડપાયેલા 3 આરોપીનાં રિમાન્ડ મંજૂર


