Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : કોર્ટમાંથી ફરાર આરોપી સુરતથી ઝડપાયો, મદદગારની તપાસ જારી

Vadodara : તે ચાલતો દુમાડ તરફ ગયો, દુમાડથી તે વાહન મારફતે સુરત તરફ જવા નીકળ્યો હતો. સુરતમાં તેની બહેન રહે છે - ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ
vadodara   કોર્ટમાંથી ફરાર આરોપી સુરતથી ઝડપાયો  મદદગારની તપાસ જારી
Advertisement
  • કોર્ટમાંથી ફરાર આરોપીને સુરતથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ
  • દરજીપુરામાં હત્યા કેસમાં હાર્દિક પ્રજાપતિ વિરૂદ્ધ કાર્યવાહી ચાલી રહી છે
  • ગતરોજ આરોપીની કોર્ટમાં મુદત હોવાથી તેને લાવવામાં આવ્યો હતો

Vadodara : વડોદરા (Vadodara) ના દરજીપુરા વિસ્તારના ચકચારી દિપેન હત્યા કેસનો (Dipen Murder Case - Vadodara) આરોપી હાર્દિક પ્રજાપતિ સુરતથી ઝડપાયો છે. આરોપીને ગતરોજ કોર્ટમાં જાપ્તા સાથે લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે કેન્ટીન પાસેથી પોલીસને ચકમો આપીને ફરાર (Accused Run Away From Court - Vadodara) થવામાં સફળ રહ્યો હતો. આખરે આ મામલાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ (Vadodara Crime Branch) જોડાઇ હતી. આરોપી કોર્ટથી દુમાડ તરફ ચાલતો ગયો હતો. અને ત્યાંથી સુરત ગયો હતો. આરોપીને મદદ કરનારની તપાસ ક્રાઇમ બ્રાન્ચ (Vadodara Crime Branch) દ્વારા શરૂ કરવામાં આવી છે.

Advertisement

સીસીટીવી કેમેરા, ટેક્નિકલ ઇન્ટેલિજન્સ મારફતે માહિતી મેળવી

ક્રાઇમ બ્રાન્ચ (Vadodara Crime Branch) ના ડીસીપીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, હરણી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં હાર્દિક પ્રજાપતિ અને તેના ભાઇની ધરપકડ કરવામાં આવી હતી. હાલ મામલો કાર્ટમાં ચાલતો હોવાના કારણે તેને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. દરમિયાન તે કોઇક રીતે જાપ્તામાંથી ફરાર થઇ જવામાં સફળ રહ્યો હતો. બાદમાં આ અંગે અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. અમે સીસીટીવી કેમેરા, ટેક્નિકલ ઇન્ટેલિજન્સ મારફતે માહિતી મેળવી હતી.

Advertisement

નિષ્કાળજીને ધ્યાને રાખીને પણ તપાસ કરવામાં આવી રહી છે

તેમણે વધુમાં જણાવ્યું કે, અમારા ધ્યાને આવ્યું કે, તે ચાલતો દુમાડ તરફ ગયો હતો. દુમાડથી તે અન્ય વાહન મારફતે સુરત તરફ જવા નીકળ્યો હતો. સુરતમાં તેની બહેન રહે છે. જેથી અમારી આશંકા પ્રબળ બની હતી. અમે એક ટીમને સુરત મોકલી આપી હતી. તે ત્યાં આવ્યો એટલે તેને સુરતમાંથી પકડી લેવામાં આવ્યો છે. તે ક્યાં વાહનમાં ત્યાં પહોંચ્યો, તેની પાસે પૈસા કેવી રીતે આવ્યા તેની તપાસ ચાલી રહી છે, તે સિવાય આ મામલે નિષ્કાળજીને ધ્યાને રાખીને પણ તપાસ કરવામાં આવી રહી છે.

શું હતો મામલો

મે - 2025 માં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં દરજીપુરામાં રહેતા દિપેન પટેલ નામનો યુવક હરણી વિસ્તારમાં પિયરે ગયેલી પત્નીને મળવા ગયો હતો. દરજીપુરાથી કાર લઈને નીકળેલો મોડી રાત થઈ ત્યાં સુધી સાસરીએ પહોંચ્યો નહીં..કે ના તો તે પરત ઘરે આવ્યો.. જેથી, પરિવારજનોને ચિંતા થતાં તેના ગુમ થયાની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસ તેની શોધખોળ કરી રહી હતી..તેના ત્રીજા દિવસે દિપેનની કાર અનગઢ ગામ પાસે મહીસાગર નદીમાંથી મળી આવી હતી. કારમાં લોહીના નિશાન હતા અને કારના એક્સિલેટર પર પથ્થર મૂકેલો હતો. એ જોઈને પોલીસને દીપેનની હત્યા થયાની શંકા લાગી. તેના બે દિવસ બાદ કાલોલ કનેટિયાની નર્મદા કેનાલમાંથી દિપનેની લાશ મળી આવી હતી. પોલીસે પીએમ કરાવતા દીપેનની હત્યા તીક્ષ્ણ હથિયારથી કર્યા બાદ કેનાલમાં લાશ નાંખી હોવાનું બહાર આવ્યું હતું. કેસની શરૂઆતથી પોલીસને દીપેનના મિત્ર હાર્દિક પ્રજાપતિ પર શંકા હતી. જેથી, શંકાના આધારે તેની કડકાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને દીપેનની હત્યા (Dipen Murder Case - Vadodara) કર્યાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો ------ Vadodara : પોલીસે હેલ્મેટની લોકજાગૃતિના પ્રયાસો તેજ કર્યા, ACP ખુદ રસ્તા પર ઉતર્યા

Tags :
Advertisement

.

×