Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : કેસુડાના પાનમાંથી શ્રીજીની મૂર્તિ બિરાજમાન, ભક્તિ સાથે પર્યાવરણની પણ કાળજી લીધી

Eco Friendly Ganesh : સંચાલકના કહેવા અનુસાર તેઓને શ્રીજી ની પ્રતિમા બનાવવામાં અંદાજે સાત થી સાડા સાત હજાર રૂપિયાનો ખર્ચ થયો
vadodara   કેસુડાના પાનમાંથી શ્રીજીની મૂર્તિ બિરાજમાન  ભક્તિ સાથે પર્યાવરણની પણ કાળજી લીધી
Advertisement
  • કારેલીબાગમાં આવેલા યુવક મંડળે ખરા અર્થમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવ્યા
  • કેસુડાના પાનમાંથી આખી શ્રીજીની મૂર્તિ બનાવીને સ્થાપિત કરી
  • માત્ર 7 હજારમાં લોકો દુરદુરથી જોવા આવે તેવી મૂર્તિ તૈયાર કરવામાં આવી

Eco Friendly Ganesh : વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવનો (Ganes Utsav - 2025) પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે શહેરના કેટલાક નાના મોટા ગણેશ મંડળો દ્વારા ઇકો ફ્રેન્ડલીની (Eco Friendly Ganesh - Vadodara) સાથે આર્થિક ખર્ચ ઓછો તેમજ વેસ્ટ માંથી બેસ્ટ શ્રીજી ની પ્રતિમા બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જે શુભ સંકેત હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્લાસ્ટર ઓફ પેરિસની શ્રીજીની મૂર્તિ અપાર શ્રદ્ધા સાથે દસ દિવસ પૂજા વિધિ કર્યા બાદ વિસર્જન સમયે શ્રીજીની પ્રતિમાઓની કેવી અવદશા હોય છે, તે સૌ નગર જનો જાણે છે. ત્યારે માટી તેમજ ઇકો ફ્રેન્ડલી તથા વેસ્ટ માંથી બેસ્ટ બનાવેલી પ્રતિમાઓને સન્માનપૂર્વક તેનો વિસર્જન ઓછા પાણી તથા કુંડમાં પણ કરી શકાય છે. જેના લીધે ભગવાનનું સન્માન પણ જળવાઈ રહે છે.

Advertisement

વિસર્જન કરવામાં આવતું નથી

આ જ વિચારોને લઈને વડોદરા શહેરના કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ ની સામે આવેલ વલ્લભ નગર સોસાયટી (Vallabh Nagar Society - Vadodara) માં સોસાયટીના ગણેશ મંડળ દ્વારા આ વર્ષે કેસુડાના પાનમાંથી પેપરનો ઉપયોગ કરીને 11 ફૂટની શ્રીજીની પ્રતિમાને (Palash Leaves Ganesh Idol - Vadodara) મંડળના યુવકો દ્વારા બનાવવામાં આવી છે આ પ્રતિમા બનાવવામાં 700 થી 800 કેશુડાના પાન માં થી બનાવવામાં આવી છે, જાે કે શ્રીજીની પ્રતિમાને બનાવવા માટે વાંસની સળીયો તથા ન્યુઝ પેપર તેમજ ફેવિકોલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, મંડળના સંચાલક રોનક પટેલના કહેવા અનુસાર, તેઓને શ્રીજી ની પ્રતિમા (Eco Friendly Ganesh - Vadodara) બનાવવામાં અંદાજે સાત થી સાડા સાત હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. આ મૂર્તિને ગણેશ ઉત્સવ પૂર્ણ થયા બાદ તેને વિસર્જન કરવામાં આવતું નથી, પરંતુ ત્યાં ના વેસ્ટ માંથી ખાતર બનાવવામાં આવે છે જે બીજા વર્ષે કામ લાગે છે.

Advertisement

દર વર્ષે નવો પર્યાવરણીય અભિગમ

સોસાયટીનો મંડળ એ ૨૦૧૬ થી શ્રીજીની અલગ અલગ પ્રતિકૃતિઓ વેસ્ટ માંથી બેસ્ટ બનાવવામાં આવે છે. વર્ષ ૨૦૧૬ શરૂઆતમાં જ ન્યુઝ પેપર ના કાગળ માંથી શ્રીજી ની પ્રતિમા બનાવવામાં આવી હતી. તે બાદ વર્ષ ૨૦૧૮ - ૧૯ માં નારીયલ ના છાલ માંથી શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવી હતી. જ્યારે વર્ષ ૨૨ - ૨૩ માં ડાંગરના ઘાસમાંથી શ્રીજી ની પ્રતિમા બનાવવામાં આવી હતી. અલબત્ત વલ્લભ નગરના ગણેશ યુવક મંડળના યુવકો દ્વારા દર વર્ષે શ્રીજીની અલગ પ્રતિકૃતિ ઇકો ફ્રેન્ડલી (Eco Friendly Ganesh - Vadodara) બનાવવામાં આવે છે. જેમાં મંડળના તમામ યુવકો તથા સોસાયટીના રહીશોનો અમૂલ્ય ફાળા સાથે સહકાર મળી રહેતો હોવાનું મંડળના સંચાલક રોનક પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો ----- Vadodara : જરોદ દારૂકાંડમાં પાંચ કોન્સ્ટેબલ સસ્ટેન્ડ, GRD નું નામ કમી

Tags :
Advertisement

.

×