Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : 'તેમને પથ્થર અને ઇંડા જોઇને બીક લાગે તેવી સજા આપો' - નિલેશસિંહ રાઠોડ

Vadodara : શહેરના પૂર્વ મેયર નિલેશસિંહ રાઠોડે અટકચાળું કરનારા તત્વો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવા માટેની માંગ મીડિયા સમક્ષ કરી છે
vadodara    તેમને પથ્થર અને ઇંડા જોઇને બીક લાગે તેવી સજા આપો    નિલેશસિંહ રાઠોડ
Advertisement
  • ગણેશોત્સવ ટાણે શહેરની શાંતિ ડહોળાય તેવી ઘટનાઓ સામે આવી
  • પહેલા શ્રીજીની મૂર્તિ પર ઈંડુ ફેકાયું, અને હવે પંડાલ નજીક પથ્થર પડ્યા
  • આવા તત્વોની આવનારી પેઢી પણ આવું કરવાનું ના વિચારે તેવા પગલાં ભરવા માંગ

Vadodara : વડોદરા (Vadodara) માં શ્રીજીની આગમન યાત્રા પર ઈંડુ ફેંકાયું હતું, અને ત્યાર બાગ ગતરોજ રાત્રીના સમયે માંજલપુરમાં આવેલા સ્લમ ક્વાટર્સમાં ગણેશજીના પંડાલ પાસે પથ્થર ફેંકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી હતી. આમ, તહેવારો ટાણે શહેરની શાંતિ ડહોળવાના પ્રયત્નો કરતા તત્વો વિરૂદ્ધ આકરી કાર્યવાહીની માંગ સાથે પૂર્વ મેયર નિલેશસિંહ રાઠોડ (Ex. Mayor NileshSinh Rathod) મેદાને આવ્યા છે. તેમણે પોતાનો મત સ્પષ્ટ કરતા કહ્યું કે, ઇંડા ફેંકનાર ઇંડા જોઇને અને પથ્થર ફેંકનાર પથ્થર જોઇને બીક લાગવી જોઇએ. તો બીજી તરફ પોલીસ પણ અટકચાળું કરનાર તત્વો વિરૂદ્ધ આકરા પગલાં (Strict Action - Vadodara Police) લઇ રહી છે. તેમને શોધી શોધીને તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા પોલીસ શહેરમાં શાંતિ, સલામતી અને વ્યવસ્થા જળવાય તે માટે તમામ પ્રયત્નો કરી રહી છે.

Advertisement

આ બનાવ ગંભીર છે

શહેરના પૂર્વ મેયર નિલેશસિંહ રાઠોડે (Ex. Mayor NileshSinh Rathod) મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ગઇ કાલે અમારા વોર્ડ નં - 16 માં આવતા સ્લમ ક્વોટર્સના દિવાળીપુરામાં બિરાજમાન રિદ્ધિ સિદ્ધિ યુવક મંડળના ગણેશજી નજીક પણ કાંકરીચાળો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. તુરંત અમને જાણ થતા અમે પહોંચી ગયા હતા, સાથે જ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી હતી. તથા અમારા વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલને પણ જાણ કરવામાં આવી હતી. આ બનાવ ગંભીર છે.

Advertisement

આવનારી પેઢી પણ આવા પ્રયાસો ના કરે

તેમણે વધુમાં જણાવ્યું કે, જે આપણા તહેવારો આવે, જ્યારે હિંદુ તહેવારો આવે છે, ત્યારે જે લોકો આવુ કૃત્ય કરે છે, તેવા લોકો માટે મારૂ સ્પષ્ટ પણે માનવું છે કે, ઇંડા ફેંકનાર ઇંડા જોઇને અને પથ્થર ફેંકનાર પથ્થર જોઇને બીક લાગવી જોઇએ. પોલીસ તંત્રને મારી અપીલ છે કે, આ જે આખા શહેર,ઉત્સવપ્રિય નગરીમાં વાતાવરણ ડહોળવા માટેની ટીમ કામ કરી રહી છે. અને તેમને જીવનમાં શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ ના કરે, એટલું જ નહીં તેમની આવનારી પેઢી પણ આવો પ્રયાસ ના કરે, તેવી સજા (Strict Action - Vadodara Police) તેમને આપવી જોઇએ.

આ પણ વાંચો -----  Vadodara : શ્રીજી પર ઈંડુ ફેંકનાર ગ્રુપના સાગરીતોની ચાલ ડગમગી, હાથ જોડ્યા

Tags :
Advertisement

.

×