Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : એક્સપ્રેસ હોટલમાં ફૂૂડ ઇન્સ્પેક્ટરના દરોડા, શંકાસ્પદ જથ્થાનો નાશ

Vadodara : હોટેલમાં તૈયાર ખોરાક મુકી રાખવામાં આવ્યો હતો. આ અંગેનું લેબલીંગ કરવામાં નહીં આવ્યું હોવાના કારણે તેનો નાશ કરવામાં આવ્યો છે
vadodara   એક્સપ્રેસ હોટલમાં ફૂૂડ ઇન્સ્પેક્ટરના દરોડા  શંકાસ્પદ જથ્થાનો નાશ
Advertisement
  • પોશ વિસ્તારની હોટલમાં આરોગ્ય શાખાના દરોડા
  • પનીરના સેમ્પલ લીધા, શંકાસ્પદ જથ્થાનો નાશ
  • નાના વિક્રેતાથી લઇને હોટલ સંચાલકો તંત્રના સકંજામાં આવ્યા

Vadodara : વડોદરાના (Vadodara) અલકાપુરી વિસ્તારમાં આવેલી જુની અને જાણીતી હોટલ એક્સપ્રેસમાં (Hotel Express Raid) આજે ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા દરોડા (Food Safety Officer Raid - Vadodara) પાડવામાં આવ્યા છે. આજે સવારે આ દરોડાની કામગીરી કરવામાં આવી છે. દરોડામાં હોટલ એક્સપ્રેસના રેસ્ટોરેન્ટમાંથી પનીર સહિતના નમુના લેવામાં આવ્યા છે. હોટેલમાં તૈયાર ખોરાક મુકી રાખવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ પાંચ દિવસ સુધી થઇ શકે તેવો દાવો કરવામાં આવ્યો હતો. જો કે, આ અંગેનું કોઇ પણ લેબલીંગ કરવામાં નહીં આવ્યું હોવાના કારણે તેને શંકાસ્પદ ગણીને તેનો નાશ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રની કાર્યવાહીને પગલે નફાખોરોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. શહેરનું આરોગ્ય તંત્ર નાના વિક્રેતાઓથી લઇને મોટી હોટલો સુધી અલગ અલગ સ્તરે દરોડાની કાર્યવાહી કરી રહ્યું છે. જેને પગલે લોકોમાં સંતોષની લાગણી વ્યાપી જવા પામી છે.

Advertisement

સેમ્પલના પરિણામો પર સૌ કોઇની નજર

દિવાળીને પર્વ નજીક આવી રહ્યો છે. તેમ તેમ લોકોના આરોગ્યને ધ્યાને રાખીને પાલિકા તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાના વિક્રેતાઓથી લઇને મોટા હોટલ સંચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે આરોગ્ય શાખાની ટીમ જાણીતી એક્સપ્રેસ હોટલમાં (Hotel Express Raid) પહોંચી હતી. પોશ વિસ્તારમાં આવેલી જુની અને જાણીતી હોટલમાં દરોડાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ટીમે હોટલની રેસ્ટોરેન્ટમાંથી નમુના લીધા હતા. અને શંકાસ્પદ જથ્થાનો નાશ કર્યો હતો. હવે આ સેમ્પલના પરિણામો પર સૌ કોઇની નજર રહેલી છે.

Advertisement

દરેક વોર્ડમાં જઇને કામગીરી કરશે

અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગાંધીનગરથી આપવામાં આવેલી સૂચના અનુસાર, કાર્યવાહી ચાલુ છે. અમે પનીરના નમુના લીધા છે, ઇન્સ્પેક્શન કરતા તૈયાર ખોરાક મળી આવ્યો હતો. તેમનો દાવો હતો કે, તેનો ઉપયોગ પાંચ દિવસ સુધી કરી શકાય તેમ હતું. પરંતુ તે અંગેની જાણકારી લખી ના હોવાના કારણે તેનો નાશ કરવામાં આવ્યો છે. આ ટીમ દરેક વોર્ડમાં જઇને કામગીરી કરશે.

આ પણ વાંચો ------  Vadodara: મનપાનો તખલગી નિર્ણય સામે આવ્યો, પાલિકાના સ્માર્ટ અધિકારીઓની અણઆવડત

Tags :
Advertisement

.

×