Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મૃત પતિના અંતિમ દર્શન માટે અભયમની મદદ લેવી પડી

VADODARA : વડોદરા (VADODARA) માં મૃત પતિના અંતિમ દર્શન માટે સાસરીયાઓએ ના પાડતા મહિલાએ અભયમ (ABHAYAM) 181 ની મદદ લેવી પડી છે. સાસરીયાઓ દ્વારા અંતિમ દર્શન માટે પણ મનાઇ ફરમાવવામાં આવતા આખરે અભયમની ટીમે તે શક્ય બનાવ્યું છે. મહિલા બે...
vadodara   મૃત પતિના અંતિમ દર્શન માટે અભયમની મદદ લેવી પડી
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં મૃત પતિના અંતિમ દર્શન માટે સાસરીયાઓએ ના પાડતા મહિલાએ અભયમ (ABHAYAM) 181 ની મદદ લેવી પડી છે. સાસરીયાઓ દ્વારા અંતિમ દર્શન માટે પણ મનાઇ ફરમાવવામાં આવતા આખરે અભયમની ટીમે તે શક્ય બનાવ્યું છે.

Advertisement

મહિલા બે દિકરીઓ જોડે જ્યારે પતિના અંતિમ દર્શને જાય છે

વડોદરાના પરિવાર ચાર રસ્તામાંથી અભયમની ટીમે મદદ માટે ફોન આવ્યો હતો. ફોન કરનાર મહિલા જણાવે છે કે, તેમના પતિએ જીવન ટુંકાવ્યું છે. મહિલા બે દિકરીઓ જોડે જ્યારે પતિના અંતિમ દર્શને જાય છે ત્યારે તેના સાસરિયાઓ તેની જોડે મારઝુડ કરીને કાઢી મુકે છે. જેથી પતિના અંતિમ દર્શન માટે મહિલા અભયને ફોન કરીને મદદ કરવા વિનંતી કરે છે.

Advertisement

મારે દેવું થઇ ગયું છે

અભયમની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સાસરિયાઓ જોડે સમજાવટ ભર્યુ વલણ અપનાવતા મહિલા અને તેમની દિકરીઓ અંતિમવિધીમાં હાજર રહી શકી હતી. પતિને વ્યસન હોવાથી પત્ની તેની બે દિકરીઓને લઇને ત્રણ મહિના પહેલા સાસરીમાંથી નિકળી પિયરમાં રહેવા જાય છે. બે દિવસ પહેલા પતિએ પત્નીને જણાવ્યું હતું કે, મારે દેવું થઇ ગયું છે. જેથી હું ટેન્શનમાં છું. હવે વ્યસન નહિ કરવા માટે ખાતરી આપું છું. જે બાદ પત્ની પણ દેવું ભરપાઇ કરવા માટે આર્થિક મદદ કરવા માટે આગળ આવે છે. જે બાત ગત રાત્રે પતિએ પત્નીને ફોન કરીને કહ્યું હતું કે, હું જીવનથી કંટાળી ગયો છું અને આપઘાત કરવા જઇ રહ્યો છું.

પહેલા જ પતિએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી દીધો

જે બાદ મહિલાએ તુરંત જ તેમના નણંદને ફોન કરીને જાણ કરી હતી. તેઓ સાસરીમાં પહોંચે તે પહેલા જ પતિએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી દીધો હતો. તેવા સમયે મહિલા તેના પતિ પાસે જતા તેની સાથે મારઝુડ કરીને ઘરમાંથી કાઢી મુકી હતી. આખરે કરૂણ પરિસ્થીતીમાં અભયમે મહિલાને પતિના અંતિમ દર્શન કરાવી વિધીમાં હાજર રહેવા મદદ કરી હતી.

આ પણ વાંચો --  VADODARA : કિશનવાડીના રહીશો દુષિત પાણીથી ત્રસ્ત

Tags :
Advertisement

.

×