Vadodara : મહિલાને હથિયાર બતાવી ધમકાવનાર શખ્સ સહિત બે ઝબ્બે, નકલી પિસ્તોલ જપ્ત
- વડોદરામાં મહિલાની સુરક્ષા સામે સવાલો ઉઠાવે તેવી ઘટનામાં ત્વરિત કાર્યવાહી
- કારમાં બેઠેલી મહિલાને હથિયાર બતાવી ધમકી આપવા મામલે બેને દબોચતી પોલીસ
- સમગ્ર મામલે પોલીસ કડકાઇ દાખવીને કામગીરી કરી રહી હોવાનું જણાઈ રહ્યું છે
Vadodara : વડોદરા (Vadodara) શહેરના વીઆઈપી રોડ પરથી મહિલા પોતાની કારમાં (Female Car Threat - Vadodara) બેઠા હતા. તે દરમિયાન એક શખ્સ ધસી આવ્યો હતો, અને ગન જેવું હથિયાર બતાવીને તેને ગાડીમાં બેસાડી આગળ છોડી દેવા ધમકી આપી હતી. આ મામલે મહિલા સમયસુચકતા વાપરીને કારમાંથી ઉતરી ગઇ હતી. જેથી ધમકી આપનાર શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં આ મામલે ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં મહિલાએ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત બે જણાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી નકલી ગન, મોબાઈલ અને બાઇક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કારમાંથી નીચે ઉતરી ગયા
વડોદરા શહેરમાં વી.આઇ.પી. રોડ રાજુ આમલેટ ઉપર એક મહિલા પોતાની ફોર વ્હીલર ગાડી લઇને નાસ્તો કરવા માટે ગયા હતા. નાસ્તો કરી તેઓ પરત આવવા માટે પોતાની કારમાં બેઠા હતા. ત્યારે અચાનક એક અજાણ્યો ઇસમ તેમની કારમાં બેસી ગયો હતો અને ગન જેવુ હથીયાર બતાવી તેને આગળ છોડી દેવા માટે ધમકી આપી હતી. જેથી મહિલા ડરી ગયા હતા, અને કારમાંથી નીચે ઉતરી ગયા હતા. દરમ્યાન લોકોનું ટોળુ ભેગુ થવા લાગતા આ અજાણ્યો ઇસમ પણ કારમાંથી ઉતરી નાસી ગયો હતો.
હથિયાર, બાઇક અને મોબાઇલ કબ્જે લેવાયા
જેથી મહિલાએ હરણી પોલીસ સ્ટેશનમાં (Harni Police Station - Vadodara) ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનીકલ સોર્સિસ તથા સીસીટીવી ફુટેજ મોટર સાયકલનો નંબર મેળવી આરોપી રાહુલકુમાર અરંવિદભાઇ બારીયા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોરને શોધી કાઢયા હતા. તેની પાસેથી ગુનામા ઉપરોગ કરેલ ગન જેવુ લાગતુ હથીયાર નકલી પિસ્ટલ, મોટરસાયકલ તથા મોબાઇલ ફોન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો ----- Vadodara : SSG હોસ્પિટલના સિનિયર તબીબ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદથી ચકચાર


