Vadodara: એમ.એસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની
- જમ્યા બાદ 100 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે
- એસ.ડી હોલમાં આવેલ મેસમાં જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયુ
- મેસમાં કુલ 350 વિધાર્થિનીઓએ રાત્રી ભોજન લીધું હતુ
Vadodara: એમ.એસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. જેમાં જમ્યા બાદ 100 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે. એસ.ડી હોલમાં આવેલ મેસમાં જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયુ હતુ. તેમજ કુલ 350 વિધાર્થિનીઓએ રાત્રી ભોજન લીધું હતુ. વિદ્યાર્થિનીઓને સારવાર માટે ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ છે. જેમાં ભોજન બાદ વિદ્યાર્થિનીઓને રાત્રે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવો થયો છે. મેસના વાસી ભોજનના કારણે વિધાર્થિનીઓનો જીવ જોખમમાં મૂકાયો છે. અનેક વખત વિધાર્થીનીઓએ ભોજનની ગુણવત્તાને લઇ ફરિયાદ કરી છે. સયાજી હોસ્પિટલમાં વાઈસ ચાન્સેલર, હોસ્ટેલના ચીફ વોર્ડન દોડી આવ્યા છે. ફૂડ પોઇઝનિંગની ઘટનાને લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા છે.
ફૂડ પોઈઝનિંગ એ એક પ્રકારનો ચેપ છે
ફૂડ પોઈઝનિંગ એ એક પ્રકારનો ચેપ છે, જે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા ફેલાય છે. જ્યારે બેક્ટેરિયા ધરાવતો ખોરાક ખાવામાં આવે છે, ત્યારે આ બેક્ટેરિયા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને બહાર કાઢે છે. તે પાચનક્રિયાને બગાડે છે. મોટાભાગના ફૂડ પોઈઝનિંગ ગંદા પાણી પીવાથી, એક્સપાયર થયેલ પેકેજ્ડ ફૂડ, ખૂબ લાંબો સમય રાંધવામાં આવેલો ખોરાક ખાવાથી થઈ શકે છે. જો આમ થાય તો કેટલાક બનાવમાં ઘરગથ્થુ ઉપચાર અજમાવવાથી રાહત મળી શકે છે.
ખોરાક ક્યારે બગડે છે?
જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે. કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે 37 ડિગ્રીથી વધુ તાપમાન બેક્ટેરિયાને મારી શકે છે.
ફૂડ પોઈઝનિંગના લક્ષણો :
ડોક્ટરના જણાવ્યા મુજબ, કોઈપણ વસ્તુ ખાધા પછી પેટમાં તીવ્ર દુખાવો, ઉલ્ટી, અપચો, માથાનો દુખાવો, અતિશય થાક, નબળાઈ અને તાવ જેવા કોઈપણ લક્ષણો ફૂડ પોઈઝનિંગના લક્ષણો હોઈ શકે છે. ફૂડ પોઈઝનિંગ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ આ સમસ્યાઓ બાળકોમાં વધુ જોવા મળે છે.
ફૂડ પોઈઝનિંગ થાય તો શું કરવુંઃ
શરીર નિર્જલીકૃત ન હોવું જોઈએ, તેથી નારિયેળ પાણી, લીંબુ પાણી, ગ્લુકોઝ, ઇલેક્ટ્રોલાઇટ પાવડર પીવો. હળવું ભોજન લો. કેળા પોટેશિયમ પ્રદાન કરે છે. તે ઝાડાથી પણ રાહત આપે છે. આદુનો રસ પાણીમાં ભેળવીને પીવો. તેનાથી પેટના દુખાવામાં રાહત મળશે. જીરું શેકીને દહીં, લસ્સી કે રાયતા સાથે મિક્સ કરો. ફુદીનો વાપરો. દૂધ અને માંસ ટાળો. તુલસીનું સેવન કરો તથા લસણ ખાવ તથા દહીં ખાવ તેમજ લીંબુનુ સેવન કરો.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 9 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


