Vadodara : ગરબામાં અશોભનિય કૃત્યોનો સિલસિલો જારી, NRI દંપતીએ માફી માંગી
- ગરબામાં અશોભનિય કૃત્યોના વીડિયો સામે આવી રહ્યા છે
- યુવક-યુવતિ ગરબાના મેદાનમાં ભાન ભૂલ્યા
- વીડિયો વાયરલ થતા વિવાદ થવા પામ્યો છે
Vadodara : સંસ્કારી નગરી વડોદરાના ગરબા (Vadodara - Garba) વિશ્વવિખ્યાત છે. પરંતુ આ વખતે ગરબાના મેદાનમાં અશોભનિય કૃત્યો (Indecent Act - Vadodara) સામે આવતા વિવાદ સામે આવ્યો છે. પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક દંપતીએ સ્ટંટ કરતા ચુંબન કર્યું હતું. આ વીડિયો વધતા ભારે વિવાદ થયો હતો. બાદમાં આ દંપતી એનઆરઆઇ હોવાનં સામે આવ્યું હતું. આ દંપતી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અટલાદરા પોલીસ મથકમાં લેખિતમાં અરજી કરી હતી. જો કે, દંપતી જોડેથી માફીનામું લખાવીને તેમને છોડી મુકવામાં આવ્યા હતા. આ દંપતી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના બાદ એક પછી એક ગરબાના મેદાનમાં ચુંબના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
Vadodara United Way Garba માં અશ્લીલહરકતનો મામલો
હરકત બદલ યુગલે પોલીસ સમક્ષ માફી માંગી
અભદ્ર ચાળા કરનાર દંપત્તિ ઓસ્ટ્રેલિયન નિકળ્યું
NRI યુગલને પોલીસે માફીનામુ લખાવી મુક્ત કર્યું
ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે દંપત્તિ | Gujarat First#Vadodara #UnitedWayGarba #NRIcouple… pic.twitter.com/EcaW919gLP— Gujarat First (@GujaratFirst) September 27, 2025
વિલ્સન ભાજપનો પૂર્વ કાર્યકર્તા
પહેલો કિસ્સો સામે આવ્યા બાદ આવી હરકતો કરતા લોકો ડરશે, તેવું માનવામાં આવતું હતું. જો કે, હકીકતે તેનાથી તદન વિપરીત થયું હતું. વડોદરાના જાણીતા યુનાઇટેડ વે માં ફરી એક વિવાદીત વીડિયો સામે આવ્યો છે. દુષ્કર્મના આરોપી વિલ્સન સોલંકીનો વલ્ગર હરકતો કરતો વીડિયો સામે આવ્યો છે. જેમાં ગરબા ગ્રાઉન્ડમાં અન્ય લોકોની હાજરી વચ્ચે વિલ્સન અશોભનિય કૃત્યો કરી રહ્યો છે. વિલ્સન સોલંકી કથિત સામાજીક સેવક છે. તેના વિરૂદ્ધ સગીરા પર દુષ્કર્મનો ગંભીર આરોપ લાગી ચુક્યો છે. વિલ્સન ભાજપનો પૂર્વ કાર્યકર્તા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
Vadodara | નવરાત્રીનો તહેવાર પણ અશ્લીલ હરકતો વારંવાર! | Gujarat First
યુનાઇટેડ વે ના ગરબા ફરી એક વાર આવ્યા વિવાદમાં
યુનાઇટેડ વે ના ગરબા અને વિવાદ બન્યા એકબીજાના પર્યાય
દુષ્કર્મ ના આરોપી વિલ્સન સોલંકી નો પત્ની સાથે નો વિડિયો વાયરલ
સગીરા પર દુષ્કર્મ નો આરોપી જે તે સમયે ભાજપ… pic.twitter.com/DJLjZPqfHs— Gujarat First (@GujaratFirst) September 27, 2025
યુવક જોડે જઇને તેને ચુંબન કરી દે છે
દરમિયાન યુનાઇટેડ વે બાદ એલવીપીના ગરબા ગ્રાઉન્ડનો પણ આવો જ એક શર્મજનક વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવતિ પહેલા ફૂંદરડી ફરી રહી છે. અને બાદમાં તે યુવક જોડે જઇને તેને ચુંબન કરી દે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાંભારે વાયરલ થઇ રહ્યો છે. એક પછી એક માતાજીના આરાધના પર્વને બદનામ કરે, તેવા કૃત્યોના વીડિયો સામે આવી રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. હવે આ પ્રકારના કિસ્સાઓ ડામવા માટે ગરબા આયોજકો અને પોલીસ શું પગલાં ભરે છે, તે જોવું રહ્યું.
આ પણ વાંચો ----- Vadodara : અધિકારીએ કામ શરૂ કરવાનો વાયદો પૂર્ણ નહીં કરતા કોર્પોરેટર સલવાયા


