Vadodara : નવરાત્રિ વચ્ચે મેઘરાજાની ધબધબાટી! શું આજે પણ ગરબા રદ થશે?
- Vadodara માં ખેલૈયાઓ માટે આવ્યા માઠા સમાચાર!
- આજે પણ યુનાઈટેડ વેમાં ગરબા રદ થાય તેવી શક્યતા
- વરસાદનાં કારણે મેદાનમાં પાણી ભરાતા કીચડ અને ગંદકીનો માહોલ
- 250 થી વધુ મજૂરો ગ્રાઉન્ડનાં સમારકામમાં જોતરાયા
Vadodara : રાજ્યમાં મેઘરાજાએ ફરી એકવાર ધબધબાટી બોલાવી છે. અનેક જિલ્લાઓમાં વરસાદ થતાં નવરાત્રિ પર્વનાં (Navratri Festival 2025) રંગમાં ભંગ પડ્યો છે. ગઈકાલે મોટાભાગનાં ગરબા આયોજન રદ કરવામાં આવ્યા હતા. સંસ્કારીનગરી વડોદરામાં પણ ગઈકાલે વરસાદ થતાં આયોજકોએ ગરબા રદ કર્યા હતા. ત્યારે હવે આજે પણ યુનાઈટેડ વેમાં (United Way Garba) ગરબા રદ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
આ પણ વાંચો - Gujarat Rain: ગરબાના પાસ લેતા પહેલા અંબાલાલ કાકાને સાંભળી લો...
Ambalal Patel Rain Prediction : પાસ લેતા પહેલા અંબાલાલ કાકાને સાંભળી લો... । Gujarat First
વરસાદનો છેલ્લો રાઉન્ડ ખેલૈયાઓની બગાડી શકે છે મજા!
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલી વરસાદને લઈ આગાહી#ambalalpatel #gujaratmonsoon2025 #ambalalpatelforecast #gujaratrain #Navratri2025 #Garba… pic.twitter.com/XmJBaB3bNw— Gujarat First (@GujaratFirst) September 29, 2025
Vadodara માં ગરબા ગ્રાઉન્ડ બચાવવા આયોજકોનાં હવાતિયાં!
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે વડોદરામાં (Vadodara) ધોધમાર વરસાદ ખાબકતા 7 માં નોરતે મોટા ભાગનાં ગરબા રદ થયા હતા. યુનાઇટેડ વે, LVP, VNF સહિતના ગરબા બંધ રહ્યા હતા. ગરબા ગ્રાઉન્ડ બચાવવા માટે આયોજકોને ભારે જહેમત કરવી પડી રહી છે. વરસાદનાં કારણે કેટલાક મેદાનમાં પાણી ભરાતા કીચડ અને કાદવની સ્થિતિ સર્જાઈ છે. જો કે, આયોજકો દ્વારા ગ્રાઉન્ડમાં સાફ-સફાઈ પૂરજોશમાં કરાવવામાં આવી રહી છે. પરંતુ, આ વચ્ચે ખેલૈયાઓ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે.
આ પણ વાંચો - Surat : હજીરા ખાતે સ્ટીલ કંપનીનાં પ્લાન્ટમાં ક્રેઇ તૂટી, 1 શ્રમિકનું મોત, 3 ઘવાયા!
આજે પણ યુનાઈટેડ વેમાં ગરબા રદ થાય તેવી શક્યતા
એવી માહિતી છે કે, આજે પણ યુનાઈટેડ વેમાં ગરબા (United Way Garba) લગભગ નહીં થઈ શકે. ગઈકાલનાં ધોધમાર વરસાદ બાદથી જ ગ્રાઉન્ડની સ્થિતિ નાદુરસ્ત થઈ છે. 250 થી વધુ મજૂર ગ્રાઉન્ડનાં સમારકામમાં જોતરાયા છે. ખુદ આયોજકોએ પણ કામગીરીમાં જોતરાવવું પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગરબા આયોજક તારક પટેલે કહ્યું કે, અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે આજે ગરબા થાય. પરંતુ, હાલ કહેવું મુશ્કેલ છે. જો તડકો નીકળશે તો લગભગ સાંજે ગરબા (Rain in Garba Ground) થઈ શકશે. માતાજીને પ્રાર્થના કરીએ કે આજે ગરબા થાય. નોંધનીય છે કે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે શહેરનાં વાઘોડિયા, ડભોઈ અને અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો, જેનાં કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.
આ પણ વાંચો - Rajkot : કટારિયા ચોકડી પાસે મહિલાઓનો ચક્કાજામ, તંત્રની ઉદાસીનતા સામે રોષ!


