ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : ગરબા મેદાનના કલાત્મક તોરણ હવે શહેરની શોભા વધારશે

Vadodara : પાલિકા દ્વારા કોઇ ખામી રહી ગઇ હોય, અથવા સુવિધા ના મળે તો અમારૂ ધ્યાન દોરજો. અને તેનું ધ્યાન રાખીશું - ચિરાગ બારોટ, ડે. મેયર
12:18 PM Oct 08, 2025 IST | PARTH PANDYA
Vadodara : પાલિકા દ્વારા કોઇ ખામી રહી ગઇ હોય, અથવા સુવિધા ના મળે તો અમારૂ ધ્યાન દોરજો. અને તેનું ધ્યાન રાખીશું - ચિરાગ બારોટ, ડે. મેયર

Vadodara : વડોદરાના (Vadodara) ગરબા વિશ્વવિખ્યાત છે. આ ગરબામાં આકર્ષણના ભાગ રૂપે મેદાનમાં વિવિધ પ્રકારે તોરણો સહિતનું ડેકોરેશન કરવામાં આવે છે. નવરાત્રી (Navratri - Vadodara) પતી ગયા બાદ આ ડેકોરેશનનો મોટા ભાગનો સામાન શહેરની શોભા વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવનાર છે. વડોદરાના મોટા ગરબા આયોજકો દ્વારા આ તોરણો સહિતનો સામાન પાલિકાને સોંપ્યો હોવાનું સામે આવ્યું છે. જેને અલગ અલગ સ્થળોએ લગાડવામાં આવનાર છે. જેનાથી દિવાળીના દિવસોમાં શહેર ઝગમગી ઉઠશે (Diwali Decoration - Vadodara). આમ, પાલિકાએ નવરાત્રી સમયે ગરબા આયોજકો દ્વારા કરેલી મહેનતનો ફાયદો દિવાળી સુધી ઉઠાવવાનું સુંદર આયોજન કર્યું છે. દર વર્ષે દિવાળીમાં પાલિકા દ્વારા લાઇટિંગ વગેરે કરવામાં આવે છે, ત્યારે આ વખતે પાલિકાની ગરબા આયોજકોને સાથ મળ્યો છે.

તેમણે પહેલ કરી

વડોદરા પાલિકાના ડે. મેયર ચિરાગ બારોટે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. હિંદુ ધર્મનો આ સૌથી મોટો તહેવાર છે. દિવાળીમાં દર વર્ષે પાલિકા કોઇકને કોઇક રીતે શહેરને સજાવતું હોય છે. આ વખતે ગરબા આયોજકો તરફથી આપણને ભેંટ મળી છે. ગરબાના ગ્રાઉન્ડને સુશોભિત કરવા માટે તોરણ સહિતનું જે મટિરિયલ વાપરવામાં આવ્યું હતું. તેમણે પહેલ કરી છે કે, બ્રિજના નીચે અથવા પાલિકા ઇચ્છે ત્યાં તેનો શણગાર કરવામાં આવશે. દિવાળીમાં વડોદરા ખુબ સારી રીતે સુશોભિત થાય તેવા અમારા પ્રયાસો છે. જેટલું પણ મટિરિયલ મળશે, તેને અલગ અલગ જગ્યાઓ પર મુકવામાં આવશે.

પાલિકાના પ્રયાસોમાં સાથ આપો

તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન ચૂંટાઇને આવ્યા ત્યારથી તેમણે સ્વચ્છતા ઝૂંબેશ હાથમાં લીધી છે. શરૂઆતથી જ તેમણે દેશને સ્વચ્છ રાખવાનું પ્રથમ કામ કર્યું છે. વડોદરાના નાગરિકોએ પણ પાલિકાના પ્રયાસોમાં સાથ આપીને શહેરને સ્વચ્છ રાખવું જોઇએ, તેવું હું માનું છું. પાલિકા દ્વારા કોઇ ખામી રહી ગઇ હોય, અથવા સુવિધા ના મળે તો અમારૂ ધ્યાન દોરજો. અને તેનું ધ્યાન રાખીશું. આપણે આખું વર્ષ શહેરને સ્વચ્છ રાખીએ. અટલબ્રિજ, ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચે સહિતની જગ્યાઓને સુશોભિત કરવામાં આવશે.

આ પણ વાંચો ----  Surat: બિલ્ડરે અમરેલીમાં શહીદના દીકરાને થાળીમાં ભરીને રૂ. 21 લાખ આપ્યા

Tags :
#VadodaraVMCDecorativeMaterialHandoverDiwaliDecorationGarba OrganizerGujaratFirstgujaratfirstnewsGujaratiNews
Next Article