Vadodara : નર્સિંગ કોલેજની અવ્યવસ્થા ઉજાગર કરતા યુવરાજસિંહ જાડેજા, પાણી-ભોજનમાં ભારે મુશ્કેલી
- વડોદરાની નર્સિંગ કોલેજની અવ્યવસ્થા ખુલ્લી પડી
- વિદ્યાર્થીનીઓને ભોજન અને પાણી જેવી પાયાની સુવિધાઓમાં ભારે મુશ્કેલી
- વિદ્યાર્થીનીઓ દ્વારા વ્યાપક રજુઆત કરાતા
Vadodara : વડોદરાના (Vadodara) વેક્સિન મેદાનમાં આવેલી મહિલા નર્સિંગ કોલેજની (Govt Nursing College Issue) અવ્યવસ્થા ઉજાગર કરવા માટે આજે જાણીતા યુવા નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) આવી પહોંચ્યા છે. તેમને આરોપ મુક્યો કે, આ કોલેજમાં તહેવારોની ઉજવણી માટે વિદ્યાર્થીનીઓ જોડેથી પૈસા માંગવામાં આવે છે. જો કે, તંત્ર દ્વારા યુવરાજસિંહ જાડેજાને જતા રોકવામાં આવ્યા હતા. બાદમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીએ બહાર આવીને તંત્રની પોલ ખોલી હતી.
ઇયળ વાળું ભોજન અપાય
યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, સરકારી નર્સિંગ કોલેજ (Govt Nursing College Issue) વેક્સિન કેમ્પસમાં ચાલે છે, તેમાં રહેતી વિદ્યાર્થીનીઓને અનેક મુશ્કેલીઓને સામનો કરવો પડે છે, સ્ટાફ સહકાર નથી આપતો, વિદ્યાર્થીનીઓની ફરિયાદોનું નિરાકરણ આવતું નથી. પાણી અને શૌચાલયની પાયાની જરૂરિયાતો યોગ્ય નથી. મેસના નામે 2450 ની ફી લેવાય છે, તેમાં ઇયળ વાળું ભોજન અપાય છે. આ અંગેની ફરિયાદ કરે તો વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવે છે.
શું આ બ્લેકના પૈસા છે
તેમણે વધુમાં જણાવ્યું કે, આ ફરિયાદ અમને 450 વિદ્યાર્થી તરફથી અમને મળી છે. કોઇ પણ ફંક્શન (Govt Nursing College Issue) કરવાનો હોય તો, સરકારે જ ખર્ચ કરવાનો હોય, આ સરકારી સંસ્થા છે. પરંતુ અહિંયા ગણેશોત્સવની ઉજવણી વિદ્યાર્થીઓ તરફથી સ્પોન્શર કરાવવામાં આવે છે. ગણેશજીનો પ્રસાદ વિદ્યાર્થીઓ લાવે, નવરાત્રીમાં પણ વિદ્યાર્થીઓ જોડેથી પૈસા લેવામાં આવ્યા છે. આ માંગણી અંગે કોઇ પણ રસીદ આપવામાં આવતી નથી. મેસ ફીની રસીદ પણ અપાતી નથી. આ પૈસા જાય છે, ક્યાં, શું આ બ્લેકના પૈસા છે, તેઓ અમને અંદર જતા રોકી રહ્યા છે.
પ્રશ્નોના જવાબ લેવા આવ્યા
તેમણે વધુમાં ઉમેર્યું કે, આ અસુવિધાઓ (Govt Nursing College Issue) અમે જાહેર જનતા સમક્ષ મુકીશું. તેઓ આવવા માટેની મંજુરી માંગી રહ્યા છે. તેઓ યોગ્ય રીતે વ્યવસ્થા જાળવી શકતા નથી. તેઓ પૈસા લે છે, પરંતુ સુવિધા આપતા નથી. અમે આ બધા પ્રશ્નોના જવાબ લેવા આવ્યા છે. અમારી સાથે હાજર મહિલાઓને પણ અંદર જવા દેવામાં આવતા નથી. આ તેમની ચોરી છુપાવવાનો પ્રયાસ છે. પ્રિન્સિપાલ મેડમ ઢાંક પીઠોડો કરી રહ્યા છે.
કોઇ સમસ્યા દુર થતી નથી
નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, અમારા જમવામાં કાંકરા, જીવડા આવ્યા છે (Govt Nursing College Issue). અહિંયા કોઇ પણ પ્રકારે સાફસફાઈ થતી નથી. અમે વોર્ડનને જાણ કરી હતી. બધા વિદ્યાર્થીઓ રજુઆતો કરે છે, પરંતુ કોઇ સમસ્યા દુર થતી નથી. સાફસફાઇની સાથે પાણીની પણ તકલીફ છે. અમે અહિંયા 300 વિદ્યાર્થીનીઓ છીએ.
આ પણ વાંચો ----- Gujarat: MLA Chaitar Vasava જેલ મુક્તિ થતા બોલ્યા, ભાજપ અને પોલીસે મને ખોટા કેસમાં ફસાવ્યો


