ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : જાંબુવા લેન્ડફિલ સાઇટ પર કચરાના પર્વત, 5 કિમિ સુધી દુર્ગંધ ફેલાઇ

Vadodara : આ વિસ્તારનો વિકાસ કેમ અટક્યો છે. વિસ્તારમાં ભારે દુર્ગંધ મારે છે, બાળકો બિમાર પડે છે, જેનું કારણ આ લેન્ડફિલ્ડ સાઇટ છે. - સ્થાનિક
04:44 PM Oct 06, 2025 IST | PARTH PANDYA
Vadodara : આ વિસ્તારનો વિકાસ કેમ અટક્યો છે. વિસ્તારમાં ભારે દુર્ગંધ મારે છે, બાળકો બિમાર પડે છે, જેનું કારણ આ લેન્ડફિલ્ડ સાઇટ છે. - સ્થાનિક

Vadodara : વડોદરાના માંજલપુર વિધાનસભામાં આવેલી લેન્ડફિલ (Vadodara Manjalpur Landfill Site) સાઇટ પર વિતેલા 6 મહિનાથી કામગીરી બંધ છે. જેના કારણે કચરાના પર્વત (Garbage Mountain - Vadodara) જોવા મળી રહ્યા છે, અને 5 કિમિ સુધી દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. જેના કારણે સ્થાનિકોના આરોગ્ય પર તેની વિપરીત અસર પડી રહી છે. એટલું જ નહીં આ જોતા તો સ્વચ્છતામાં પાલિકાને મળેલા ક્રમાંક પર પણ પ્રશ્નો ઉઠવા પામ્યા છે. સમગ્ર મામલે જાગૃત નાગરિકે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, 6 મહિનાથી ટેન્ડરની પ્રક્રિયા કરવામાં નહીં આવી હોવાથી આ પરિસ્થિતી સર્જાઇ છે.

કુંભકર્ણની નિંદ્રામાં સુઇ ગયા

જાગૃત નાગરિક વિનય ચૌહાણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમે તાજેતરમાં જાંબુવા લેન્ડફિલ સાઇટ પર ગયા હતા. ત્યાંની અમને ઘણી ફરિયાદો મળી હતી. પાછલા 6 મહિનાથી ત્યાં કોઇ કામ ચાલી નથી રહ્યું, ત્યાં નર્ક જેવી હાલત છે. 5 કિમિ દુરથી અમને દુર્ગંધ આવવાનું શરૂ થઇ ગયું હતું. અગાઉ ત્યાં કચરાના બે ઢગલા હતા, તેની જગ્યાએ પાંચ ઢગલા થઇ ગયા છે. આ લોકો વડોદરામાં અડધી કેપેસિટિમાં કચરો પ્રોસેસ કરતા હતા, તે પણ છ મહિનાથી બંધ કરી દેવામાં આવ્યું છે. ટેન્ડરની પ્રક્રિયા 2 મહિનાથી ચાલુ છે, હજી સુધી કોઇ પણ કંપનીને કામ આપવામાં આવ્યું નથી. કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રિયા છ મહિના પહેલા શરૂ કરવાની હતી, તેઓ કુંભકર્ણની નિંદ્રામાં સુઇ ગયા.

આ ઢગલાઓમાંથી મુક્તિ મળે તેવી અમને આશા

તેમણે વધુમાં જણાવ્યું કે, સર્વેક્ષણમાં તેમને કેવી રીતે નંબર મળી રહ્યા છે, તમે જુઓ. વિસ્તારમાં આટલા મોટા ઢગલા થઇ ગયા છે. વડોદરા ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, તો ચારેય ઝોનનો કચરો અલગ અલગ ઝોનમાં વહેંચવો જોઇએ. અલગ અલગ જગ્યાએ સાઇટ હોવી જોઇએ, અને ત્યાં કચરાને પ્રોસેસ કરવો જોઇએ. અમારી માંગ છે કે, આ બંધ થયેલું કામ તાત્કાલિક ધોરણે શરૂ થઇ જાય, માંજલપુર વિધાનસભા આ ઢગલાઓમાંથી મુક્તિ મળે તેવી અમને આશા છે. હું કહેવા માંગુ છું કે, લોકો જુઓ, આ વિસ્તારનો વિકાસ કેમ અટક્યો છે. વિસ્તારમાં ભારે દુર્ગંધ મારે છે, બાળકો બિમાર પડે છે, જેનું કારણ આ લેન્ડફિલ્ડ સાઇટ છે.

આ પણ વાંચો -----  Vadodara : એક્સપ્રેસ હોટલમાં ફૂૂડ ઇન્સ્પેક્ટરના દરોડા, શંકાસ્પદ જથ્થાનો નાશ

Tags :
GujaratFirstgujaratfirstnewsGujaratiNewsHugeGarbageMountainLandfillSiteStoppedWorkingVadodaraJavuva
Next Article