Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા 15 હજારથી વધુ પોસ્ટકાર્ડ લખાયા

Vadodara : જિલ્લાના દૂધ સંઘ દ્વારા અભિયાનને વધુ વ્યાપક બનાવવા સંઘના કુલ ૫.૩૦ લાખથી વધારે સભ્યો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવશે
vadodara   પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા 15 હજારથી વધુ પોસ્ટકાર્ડ લખાયા
Advertisement
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલા નિર્ણયો અંગે કૃતજ્ઞતા વ્યક્ત કરવા પોસ્ટકાર્ડ લખ્યા
  • પોસ્ટકાર્ડની સંખ્યા લાખોમાં પહોંચે તો નવાઇ નહીં
  • દૂધ મંડળીઓ બાદ જિલ્લાની સહકારી બેંક દ્વારા પણ આ પ્રયાસનું અનુસરણ કરાશે

Vadodara : વડોદરા જિલ્લાના દૂધ સંઘના (Vadodara District Milk Federation) હોદ્દેદારો અને સભાસદોએ પોસ્ટકાર્ડ લખીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો (Thank You Postcard To PM Narendra Modi) વિશેષ આભાર વ્યક્ત કરવા એક અનોખી પહેલ કરી છે. પોસ્ટકાર્ડમાં સહકારિતા મંત્રાલયની અલગ સ્થાપના, જી.એસ.ટી. સુધારણાના ફાયદા, માઇક્રો એટીએમ, મંડળીઓનું ડિજિટલાઈઝેશન સહિત અનેક મુદ્દે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે પ્રવર્તતી લોકલાગણીને પોસ્ટકાર્ડ મારફતે તેમના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસોના કારણે છેવાડાના માનવીને ઘણો ફાયદો થયો હોવાથી આવી અનોખી રીતે આભઆર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

Advertisement

આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતા

બરોડા ડેરીની સંલગ્ન મંડળીઓના સભ્યો દ્વારા આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા ૧૫ હજારથી વધારે પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. આ પોસ્ટકાર્ડમાં સહકારિતા મંત્રાલયની અલગ સ્થાપના, જી.એસ.ટી. સુધારણાના ફાયદા, માઇક્રો એટીએમ, મંડળીઓનું ડિજિટલાઈઝેશન તેમજ આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતા જેવી મહત્વપૂર્ણ પહેલો બદલ પોસ્ટકાર્ડ લખીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે કૃતજ્ઞતા (Thank You Postcard To PM Narendra Modi) વ્યક્ત કરી છે.

Advertisement

અપ્રતિમ વિકાસ માટે નક્કર પગલાં લીધા

વડોદરા જિલ્લાના દૂધ સંઘ દ્વારા આ અભિયાનને વધુ વ્યાપક બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. દૂધ સંઘના કુલ ૫.૩૦ લાખથી વધારે સભ્યો દ્વારા પોસ્ટકાર્ડ લખીને પ્રધાનમંત્રીનો (Thank You Postcard To PM Narendra Modi) આભાર વ્યક્ત કરવામાં આવશે. આ સાથે વડોદરા જિલ્લાની સહકારી બેંક દ્વારા પણ આ જ રીતે પોસ્ટકાર્ડ લખીને સહકારી ક્ષેત્રના કલ્યાણ અને અપ્રતિમ વિકાસ માટે લીધેલા નક્કર પગલાં અને પહેલ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવશે.

આ પણ વાંચો ----- 'મૌલાના ભૂલી ગયા કે કોનું શાસન છે..!', CM યોગી આદિત્યનાથે આપી ચેતવણી

Tags :
Advertisement

.

×