Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : બ્રિજ ધરાશાયી થવા મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું

મુખ્યમંત્રીએ ટેક્નિકલ એક્સપર્ટને ઘટના સ્થળે મોકલીને તપાસ સોંપી
vadodara   બ્રિજ ધરાશાયી થવા મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું
Advertisement
  • આણંદ અને પાદરાને જોડતો બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો
  • 5 જેટલા વાહનો બ્રિજ તૂટવાથી અંદર પડ્યા છે
  • 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી પણ આપી દીધી: ઋષિકેશ પટેલ

Vadodara : બ્રિજ ધરાશાયી થવા મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં આણંદ અને પાદરાને જોડતો બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો છે. તેમાં 5 જેટલા વાહનો બ્રિજ તૂટવાથી અંદર પડ્યા છે. જેમાં 3 લોકોના મૃત્યુ થયા છે અને 5 લોકોને રેસ્ક્યુ કરાયા છે. 1985મા બ્રિજ બન્યો હતો. જેમાં 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી પણ આપી દીધી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ ટેક્નિકલ એક્સપર્ટને ઘટના સ્થળે મોકલીને તપાસ સોંપી

મુખ્યમંત્રીએ ટેક્નિકલ એક્સપર્ટને ઘટના સ્થળે મોકલીને તપાસ સોંપી છે. વડોદરાના પાદરામાં સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં ખાબક્યા છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ થયુ છે. અનેક વાહનો નદીમાં ખાબક્યા હોવાની આશંકા છે. જેમાં લોકોના ટોળા ઉમટ્યા છે તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ કેટલાક લોકો નદીમાં પડ્યા હોવાની શંકાએ તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ સવારે તૂટતા વાહનો નદીમાં પડ્યા

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ સવારે તૂટતા વાહનો નદીમાં પડ્યા છે. ઘટના બનતાની સાથે જ લોકોના ટોળા ઉમટ્યા છે અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. બ્રિજ તૂટતા 4 વાહન મહીસાગર નદીમાં પડ્યા છે અને 2 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકોનું રેસ્કયુ કરાયું છે. સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત ગંભીરા બ્રિજ તૂટ્યો છે.

બ્રિજ જર્જરીત હોવા છતાં ભારે વાહનો પસાર થતા હતા

પોલીસ અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર પહોંચ્યા હતા. બ્રિજ જર્જરીત હોવા છતાં ભારે વાહનો પસાર થતા હતા. પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે કહ્યું હતું કે કાર અને બાઈક પણ પૂલમાં ખાબકી છે. પૂલ છેલ્લા સમયથી જર્જરિત હતો. બ્રિજ તૂટતા નદીમાં બે ટ્રક ખાબક્યા હતા. દુર્ઘટનામાં એક ટેન્કર બ્રિજ પર લટક્યું હતું. પાણીમાં ખાબકેલા લોકોને બચાવવાની કામગીરી શરુ કરાઇ છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે મહીસાગર નદી પર મુંજપુર બ્રિજ તૂટ્યો ત્યારે એક બોલેરો, એક બાઈક નદીમાં ખાબક્યા હતા.

આ પણ વાંચો: Vadodara : મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા 4 વાહન નદીમાં પડ્યા, 2ના મોત 3 લોકોનું રેસ્કયુ કરાયું

Tags :
Advertisement

.

×