Vadodara : 20 દિવસમાં સરવે કરવા અધિકારીઓને MLA કેતનભાઈ ઈનામદારની સૂચના!
- Vadodara નાં સાવલીમાં માવઠાથી થયેલ પાક નુકસાન મુદ્દે સમીક્ષા બેઠક
- MLA કેતનભાઈ ઈનામદારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
- સાવલી-ડેસર તાલુકાના ગ્રામસેવકો સાથે સેવાસદન ખાતે બેઠક
- ખેડૂતોને થયેલ પાક નુકસાની વિશે વિસ્તૃત માહિતી મેળવી
- ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે હેતુથી બેઠકનું આયોજન
Vadodara : રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ થતાં ખેડૂતોનાં ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. ત્યારે વડોદરાનાં સાવલીમાં (Savli) માવઠાથી થયેલ પાક નુકસાન મુદ્દે સમીક્ષા બેઠક યોજાઈ હતી. સાવલી ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની (Ketanbhai Inamdar) અધ્યક્ષતામાં સાવલી ડેસર તાલુકાના ગ્રામસેવકો સાથે સાવલી સેવાસદન ખાતે આ બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોને થયેલ પાક નુકસાની વિશે વિસ્તૃત માહિતી મેળવી ચર્ચા કરાઈ હતી. ખેડૂતોને પાક નુકસાનનું યોગ્ય વળતર મળી રહે તે હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - સરકારી દવાની આડમાં છુપાવીને પંજાબથી રાજકોટ લઈ જવાતો 30 લાખ રૂપિયાનો Smuggled Liquor પોલીસે કબજે કર્યો, બેની ધરપકડ
MLA કેતનભાઈ ઈનામદારની અધ્યક્ષતામાં ગ્રામસેવકો સાથે બેઠક યોજાઈ
વડોદરા (Vadodara) શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદે (Unseasonal Rain) માઝા મૂકી છે. માઠવાનાં કારણે ખેડૂતોનાં મગફળી, સોયાબિન, ડાંગર સહિતનાં પાકને નુકસાન પહોંચ્યું છે. વડોદરા જિલ્લાના સાવલીમાં (Savli) પણ કમોસમી વરસાદનાં કારણે પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોની સ્થિતિને જોતા સાવલી ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે બેઠકનું આયોજન કર્યું હતું. તેમની અધ્યક્ષતામાં સેવાસદન (Vadodara Seva Sadan) ખાતે આ બેઠક યોજાઈ હતી, જેમાં સાવલી-ડેસર તાલુકાનાં ગ્રામસેવકો હાજર રહ્યા હતા. ઉપરાંત, સાવલી મામલતદાર ,પ્રાંત અધિકારી, તલાટી મંડળ પ્રમુખ પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો - કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન, CM ભૂપેન્દ્રભાઈ પટેલે સર્વેના આદેશ આપ્યા
Vadodara માં પાક નુકસાન સામે ખેડૂતોને વળતર મળે તે માટે બેઠક
ધારાસભ્ય કેતનભાઈ ઈનામદારે બેઠક દરમિયાન, તાલુકાનાં ખેડૂતોને થયેલ પાક નુકસાની વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. તાલુકામાં ખેડૂતોને કમોસમી વરસાદથી રવી પાકોમાં થયેલ નુકસાની સામે યોગ્ય વળતર મડી રહે તે હેતુંથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર (Ketanbhai Inamdar)દ્વારા ગ્રામસેવકોને પોત-પોતાની તાબા હેઠળની પંચાયતમાં ખેડૂતો સાથે પાક નુકસાની અંગે માહિતી લઇ સરવે કરી જે તે ડિપાર્ટમેન્ટમાં મોકલી આપવી સૂચના આપી છે. સાથે જ મિટિંગમાં હાજર રહેલ તમામ ગ્રામસેવકોને ધારાસભ્ય કેતનભાઇ દ્વારા કોઈપણ ભોગે 20 દિવસમાં સરવે કરવાની અપીલ કરાઈ છે. મિટિંગમાં હાજર રહેલ ગ્રામસેવકો દ્વારા ખેડૂત પોર્ટલમાં એરર આવતી હોવાની રજૂઆત પણ ધારાસભ્યને કરાઈ હતી.
આ પણ વાંચો - Surat : રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ માવઠા પીડિત ખેડૂતોની તકલીફો જાણી