Vadodara: MS University માં 2500 થી વધુ ડિગ્રીઓ પડી રહી, તંત્ર ચિંતામાં આવી ગયુ
- Vadodara: કોન્વોકેશન બાદ પણ વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા નથી આવ્યા
- વડોદરા MSUમાં ડિગ્રીઓનો ઢગલો, યુનિ તંત્ર ચિંતામાં
- આર્ટસ ફેકલ્ટીમાં 50 ટકા ડિગ્રીઓ કોઈએ નથી લીધી
Vadodara: એમએસ યુનિવર્સિટીમાં 2500 થી વધુ ડિગ્રીઓ પડી રહી છે. જેમાં કોન્વોકેશન બાદ પણ વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા આવ્યા નથી. તેથી વડોદરા MSUમાં ડિગ્રીઓનો ઢગલો થતા યુનિવર્સિટી તંત્ર ચિંતામાં આવી ગયુ છે. ત્યારે આર્ટસ ફેકલ્ટીમાં 50 ટકા ડિગ્રીઓ કોઈએ લીધી નથી. વિદેશી વિદ્યાર્થીઓને ડિગ્રી લેવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે ઘરે બેઠા ડિગ્રી મળે તેવી વ્યવસ્થા કરો. એમએસ યુનિવર્સિટીમાં ડિગ્રી વિતરણની સમસ્યા છે.
રાજ્ય બહારના વિદ્યાર્થીઓને ડિગ્રી લેવા આવવા મુશ્કેલી
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ડિગ્રીઓ પડી રહી છે. કોન્વોકેશન સમારોહ પૂર્ણ થયા પછી પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાની ડિગ્રી લેવા આવતા નથી, જેના કારણે યુનિવર્સિટી ચિંતામાં મુકાઈ છે. દેશ-વિદેશમાંથી અભ્યાસ કરીને ગયેલા વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા વડોદરા આવવામાં અસમર્થ છે. માત્ર આર્ટસ ફેકલ્ટીમાં જ આશરે 50 ટકા ડિગ્રી સર્ટિફિકેટ પડી રહ્યા છે.
Vadodara: 2500થી વધુ ડિગ્રીઓ હજુ કોઈએ લેવા આવ્યું નથી
આખી યુનિવર્સિટીમાં 2500થી વધુ ડિગ્રીઓ હજુ કોઈએ લેવા આવ્યું નથી. થોડા સમય પહેલાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે વિદ્યાર્થીઓને ઘરે બેઠા ડિગ્રી મળે તેવી વ્યવસ્થાની વાત કરી હતી. પરંતુ એમએસ યુનિવર્સિટી પાસે ડિગ્રી ઘરે મોકલવાની કોઈ વ્યવસ્થા નથી.
વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે યુનિવર્સિટીએ ડિગ્રી ઘરે પહોંચાડવાની સુવિધા ગોઠવવી જોઈએ, જેથી રાજ્ય કે દેશની બહાર રહેતા વિદ્યાર્થીઓને મુસાફરીનો આર્થિક બોજો ન પડે. યુનિવર્સિટી તંત્રે આ મુદ્દે વહેલી તકે વિચારણા કરવી જરૂરી છે.