Vadodara : સાંસદ ડો. હેમાંગ જોષીએ રાહુલ ગાંધીની માનસિક સ્થિતી સુધારવા મોટી ઓફર મુકી
- બિહારમાં કોંગ્રેસના કાર્યક્રમમાં વડાપ્રધાનના માતા માટે અશોભનીય શબ્દોનો ઉપયોગ
- દેશભરમાં કોંગ્રેસના કૃત્યના વિરોધમાં રોષ ફાટી નીકળ્યો
- વડોદરાના સાંસદે રાહુલ ગાંધીની મનોસ્થિતી સુધારવા માટે મદદની તૈયારી દર્શાવી
Vadodara : બિહારમાં કોંગ્રેસ (Bihar Congress) પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) માતાશ્રી વિરૂદ્ધ અશોભનીય શબ્દોનો પ્રયોસ કર્યો હોવાનું સામે આવતા સત્તાપક્ષમાં ભારે રોષ વ્યાપ્યો છે. આજે વડોદરા ખાતે ભાજપના સાંસદ તથા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા નીંદનીય કૃત્યનો વિરોધ કરવામાં આવ્યો છે. આ તકે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ રાહુલ ગાંધીના માનસિક સંતુલન (Mental State Of Rahul Gandhi) સામે સવાલો ઉઠાવ્યા છે. અને તેમની સારવાર વડોદરાના કારેલીબાગમાં આવેલી મેન્ટલ હોસ્પિટલ (Mental Hospital - Karelibag) માં કરવામાં આવે તેવી માંગ મુકી છે.
તેમના સહયોગીઓને ડર છે
વડોદરામાં સાંસદ ડો. હેમાંગ જોષી (Dr. Hemang Joshi - Vadodara MP) એ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, રાહુલ ગાંધી પ્રત્યેક ચૂંટણીઓ હારે છે. તેઓના નેતૃત્વમાં 50 જેટલી ચૂંટણીઓ હાર્યા છે. સંગઠનમાંથી પણ તેઓનું કરીયર જતું રહ્યું છે. તેઓ હવે ફ્રસ્ટ્રેટ થઇ ગયા છે. અને તેઓ હવે અલગ પ્રકારનું નેરેટીવ ચલાવી રહ્યા છે. આ નેરેટીવ માત્ર અને માત્ર વિદેશી હથકંડાનો ભોગ બની રહ્યા છે. આ જ રીતે બાંગ્લાદેશમાં પણ મોડસ ઓપરેન્ડી નિભાવવામાં આવી, વોટચોરી, વોટચોરી કરીને તેમના સહયોગીઓને ડર છે. તેમની યાત્રામાં જનતાનું સમર્થન તેમને મળી રહ્યું નથી, મહિલાઓને સાડીઓ-પૈસા આપીને યાત્રામાં બોલાવવામાં આવે છે. યાત્રામાં કાર્યકર્તાઓ બાખડી જાય છે.
પીપીટી બતાવીને જુઠાણા ફેલાવવાનું કાર્ય
તેમણે વધુમાં જણાવ્યું કે, ફ્રસ્ટ્રેશનમાં આવીને તેમણે વડાપ્રધાનના માતૃશ્રી વિશે જે શબ્દનો પ્રયોગ કરાવડાવ્યો છે. તે તેમનું શરમજનક કૃત્ય છે. રાહુલ ગાંધીનું માનસિક સંતુલન બગડી ગયું હોય, ખોટા ખોટા બિનસત્તાવાર રીતે ડોક્યૂમેન્ટ્સ પીપીટીમાં બતાવીને જુઠાણા ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે. ચૂંટણી કમિશને રાહુલ ગાંધીને કહ્યું કે, તમે જે કંઇ બોલી રહ્યા છો, તે એફીડેવીટમાં આપો. ત્ચારે તેમણે તેમાંથી બચીના ભાગવાનો રસ્તો પસંદ કર્યો.
અમે પણ તેમને મદદ કરીશું
આખરમાં તેમણે ઉમેર્યું કે, મારી રાહુલ ગાંધીજીના માતાને વિનંતી છે કે, આપ આવો, વડોદરાના કારેલીબાગમાં સારી હોસ્પિટલ આવેલી છે. તેમાં તેમનું સ્ક્રિનીંગ કરાવીએ, તેમની માનસિક પરિસ્થિતી આપણે તપાસીએ. અમે પણ તેમને મદદ કરીશું. રાહુલ ગાંધીનું માનસિક સંતુલન સુધરશે, તો સંસદનું વાતાવરણ પણ સુધરશે, મારી વિનંતી છે. રાહુલ ગાંધીનું કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલમાં સ્ક્રિનિંગ કરાવીને, તેમની તબિયત સુધરે તે માટે આપણે સૌએ ચિંતા કરવી જોઇએ. અમે આ વાતને વખોડી રહ્યા છે.
આ પણ વાંચો ----- Vadodara : કારની બંને બાજુ મોત હતું, સેફ્ટીવોલના સહારે બેના જીવ જતા બચ્યા


