Vadodara : નવરાત્રી નિહાળવા અનેક દેશોના પ્રતિનિધિઓ આવશે, ગરબાને મળશે 'ગ્લોબલ ટચ'
- નવરાત્રી દરમિયાન રશિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, નેપાળ સહિત વિવિધ સાત દેશોના પ્રતિનિધિઓ શહેરના મહેમાન બનશે
- શિક્ષણ, વ્યાપાર તથા કલા ક્ષેત્રે વડોદરાને વૈશ્વિક સ્તરે સ્થાન મળે તેવો ઉમદા આશય
- 25 જેટલા પ્રતિનિધિઓ ગરબાનો આનંદ માણવાની સાથે શહેરના ઔદ્યોગિક સંગઠનો, વિવિધ સંસ્થાનો અને યુનિવર્સિટીઓની પણ મુલાકાત કરશે
Vadodara : આગામી વર્ષ 2047માં ભારતને એક વિકસિત (Viksit Bharat - 2047) અને મજબૂત રાષ્ટ્ર બનાવી વિશ્વગુરુ બનાવવાના લક્ષ સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કૃતનીશ્ચયી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દીર્ઘદ્રષ્ટા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાતનો (PM Narendra Modi - Vibrant Gujarat) પ્રયોગ અમલમાં મૂક્યો હતો. વડાપ્રધાનનો આ પ્રયોગ અદભુત રીતે સફળ થવાની સાથે તે વિશ્વ સ્તરે આવકારદાયી અને અનુકરણીય પુરવાર થયો હતો. માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ વાઇબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) ના સફળ પ્રયોગને નિત નવા લક્ષ્યાંકો સાથે આગળ ધપાવી તેને એક નવી ઊંચાઈએ લઈ ગયા છે.
એક નવતર પહેલ અમલમાં મૂકી
વડાપ્રધાન અને મુખ્યમંત્રીના આ સફળ અને અનુકરણીય પ્રયોગથી પ્રેરાઈને શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષીએ (Vadodara MP - Dr. Hemang Joshi) વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલ ૨૦૨૫ (Vibrant International Garba Festival - 2025) ના રૂપમાં એક નવતર પહેલ અમલમાં મૂકી છે. જેના ભાગરૂપે આગામી નવરાત્રીના તહેવાર દરમિયાન રશિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને નેપાળ સહિત વિવિધ સાત દેશોના પ્રતિનિધિઓ સંસ્કારી નગરી વડોદરાના (Vadodara) મહેમાન બનશે. વડોદરાની મુલાકાત દરમિયાન વિવિધ દેશોના આ પ્રતિનિધિઓ કલા, વ્યાપાર અને શૈક્ષણિક આદાન પ્રદાનના ભાગરૂપે વિશ્વસ્તરે નામના મેળવનાર શહેરના ઔદ્યોગિક સંગઠનો, અન્ય સંસ્થાનોની પણ મુલાકાત કરશે.
મુલાકાત લેવા આમંત્રણ આપ્યું
બ્રિક્સ-BRICS દ્વારા આયોજિત સંમેલનમાં ભાગ લેવા શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષી હાલ બ્રાઝિલના વિદેશ પ્રવાસે છે. આવનારા સમયમાં કલા, શિક્ષણ અને વેપાર ક્ષેત્રે વડોદરાને વિશ્વસ્તરે નામના મળે તેવા પ્રયાસોના ભાગરૂપે શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષીએ તાજેતરના વિદેશ પ્રવાસ દરમિયાન રશિયા, ઓસ્ટ્રેલિયા,દક્ષિણ આફ્રિકા, માલ્ડિવ્સ, પેરુ, ઉઝબેકિસ્તાન, સ્લોવાકીયા, તાન્ઝાનિયા, શ્રીલંકા તેમજ નેપાળ સહિત નવ દેશોના પ્રતિનિધિઓને નવરાત્રીના તહેવાર દરમિયાન વડોદરાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. યુવા સાંસદના આમંત્રણને માન આપી વિવિધ દેશોના 25 મહાનુભાવો નવરાત્રીના તહેવાર દરમિયાન સંસ્કારી નગરીની મુલાકાત લેનાર છે. મુલાકાત દરમિયાન આ પ્રતિનિધિઓ શહેરમાં પ્રાચીન અને પૌરાણીક રીતે રમાતા પરંપરાગત ગરબા, શેરી ગરબા, વિશ્વપ્રસિદ્ધ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ગરબા તથા ફાઇન આર્ટ્સના ગરબાસ્થળોની મુલાકાત લઇ ગરબાની મુલાકાત માણશે.
પ્રતિનિધિ મંડળ વિવિધ સ્થળો ની મુલાકાત પણ કરશે :
- અમૂલ ડેરી પ્લાન્ટ
- લક્ષ્મી વિલાસ પેલેસ
- ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય
- એમ એસ યુનિવર્સિટી ઓફ બરોડા
- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા
- પારુલ યુનિવર્સિટી
- VCCI તથા FGI ના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત
વધુ તકો ઉભી કરવાની દિશામાં ડગ માંડશે
વડોદરા ના ગરબા જ્યારે સમગ્ર વિશ્વ માં પ્રખ્યાત હોય ત્યારે પ્રત્યેક દેશ સુધી વડોદરા ની કલા સંસ્કૃતિ ના વારસા નો પરિચય થાય એ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં વડોદરાની મુલાકાત દરમિયાન આ વિદેશી મહેમાનો શહેરની આસપાસના ઉદ્યોગો, ઔદ્યોગિક સંસ્થાનો તેમજ ઔદ્યોગિક સંસ્થાનોના સફળ સંચાલકો તથા શહેરના અન્ય સંસ્થાનો ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત કરી કલા શિક્ષણ અને વ્યાપાર ક્ષેત્રે આદાન-પ્રદાન માટેની અન્ય નવી વધુ તકો ઉભી કરવાની દિશામાં એક ડગ આગળ માંડશે. આ પ્રતિનિધી મંડળમાં સાંસદો , સરકારી અધિકારીઓ, યુવા નેતાઓ, આંતરરાષ્ટ્રીય મીડિયા ના સભ્યો તથા કલાકારો હાજર રહેવાના છે.
આ પણ વાંચો ----- Bhavnagar : 30 હજારથી વધુ ભાવનગરવાસી PM મોદીનું કરશે ભવ્ય સ્વાગત!