Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : બુટલેગરે જાહેરમાં ફટાકડા ફોડીને બર્થડે ઉજવી, પોલીસે કાન પકડાવી, ઉઠ-બેસ કરાવી

Vadodara : ઉજવણી સાગરિતો જોડે જાહેરમાં કારના બોનેટ પર કેક કાપીને, અને ફટાકડા ફોડીને કરી, સાગરિતોના હાથમાં બાટલીઓ હોવાનું જણાયું
vadodara   બુટલેગરે જાહેરમાં ફટાકડા ફોડીને બર્થડે ઉજવી  પોલીસે કાન પકડાવી  ઉઠ બેસ કરાવી
Advertisement
  • વડોદરાના સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો
  • બુટલેગરે જાહેરમાં કાયદાના લીરા ઉડાડતા જન્મદિવસની ઉજવણી કરી
  • પોલીસે આખી ટોળકીને દબોચીને કાયદાનું ભાન કરાવ્યું

Vadodara : વડોદરા (Vadodara) માં નવી કોર્ટની પાછળ દિવાળીપુરામાં રહેતા બુટલેગરે (Bootlegger Birthday Celebration - Vadodara) જાહેરમાં બર્થડેની ઉજવણી કરી હોવાના વીડિયો સામે આવ્યા હતા. આ વીડિયોમાં કારના બોનેટ પર કેક મુકીને કાપવામાં આવી હતી. બાદમાં હાથમાં બાટલીઓ લઇને બધા ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો વાયરલ (Video Viral - Vadodara) થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી. અને જાહેરમાં બર્થડે પાર્ટી ઉજવીને કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડનાર બુટલેગર અને તેના સાગરિતોને દબોચી લીધા હતા. બાદમાં બધાયને પોલીસ મથક ખાતે લાવીને કાન પકડાવી, કુકડો બનાવીને ઉઠક બેઠક કરાવવામાં આવી હતી.

Advertisement

સાગરિતોને દબોચી લેવામાં આવ્યા

તાજેતરમાં દિવાળીપુરા વિસ્તારના જાણીતા બુટલેગર સંજય ઉર્ફે ક્રિષ્ના રાજુ માળીનો જન્મદિવસ હતો. તેની ઉજવણી તેણે તેના સાગરિતો જોડે જાહેરમાં કારના બોનેટ પર કેક કાપીને, અને ફટાકડા ફોડીને કરી હતી. એટલું જ નહીં તેના સાગરિતોના હાથમાં બાટલીઓ હોવાનું પણ સામે આવ્યું હતું. તેઓ બોટલમાંથી કંઇક પી રહ્યા હતા, અને રસ્તા પર જ ઝૂમી રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. જે બાદ અકોટા પોલીસ એક્શનમાં આવી હતી. અને બુટલેગર સંજય ઉર્ફે ક્રિષ્ના રાજુ માળી સહિત તેના સાગરિતોને દબોચી લેવામાં આવ્યા હતા.

Advertisement

કાર સહિત ધરપકડ કરવામાં આવી

ઉજવણી બાદ પોલીસે બુટલેગર અને તેના સાગરિતોની મસ્તી ઉતારી દીધી હતી. કાર સહિત પોલીસે તમામ સંજય ઉર્ફે ક્રિષ્ના રાજુ માળી, સાહિલ ઉર્ફે જહુ અર્જુન માળી, અલ્પેશ ચીમન મકવાણા, પ્રકાશ મુકેશ માળી, યજ્ઞદેવ સિંહ, અશોકસિંહ જાડેજા તથા પ્રિન્સ સંગીત જાદવની અટકાયત કરી હતી. અને અકોટા પોલીસ મથકે તમામને લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના કાન પકડાવી, કુકડો બનાવીને ઉઠક બેઠક કરાવવામાં આવી હતી. આમ, જે સોશિયલ મીડિયામાં કાયદો તોડ્યાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યાં જ હવે પોલીસની કાર્યવાહીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. અને લોકો પોલીસની કામગીરીની સરાહના કરી રહ્યા છે.

આ પણ વાંચો -----  Vadodara : કિસિંગ રીલના ચક્કરમાં વિવાદ થતા અતુલ દાદાએ કહ્યું, 'પ્લીઝ, આવી હરકતો ના કરશો'

Tags :
Advertisement

.

×