Vadodara : શહેરમાં ફરજિયાત હેલ્મેટની અમલવારીની મુદત પાછળ ઠેલાઇ
- વડોદરામાં ફરજિયાત હેલ્મેટની અમલવારીની નવી તારીખ જાહેક
- વધુ 15 દિવસ શહેર પોલીસ લોકજાગૃતિના પ્રયાસો હાથ ધરશે
- શહેર પોલીસ કમિશનર દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી
Vadodara : વડોદરા શહેરમાં (Vadodara City) ફરજિયાત હેલ્મેટની અમલવારીને (Compulsory Helmet - Vadodara Police) લઇને પોલીસ તંત્ર દ્વારા પુરજોશમાં લોકજાગૃતિના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ફરજિયાત હેલ્મેટની (Compulsory Helmet - Vadodara Police) કડક અમલવારીની તારીખ 15, સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. જો કે, આજે મોડી સાંજે શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવાયું કે, લોકોએ હેલ્મેટની ખરીદી કરવા માટે વધારે મુદતની માંગણી કરી હોવાથી, શહેર પોલીસ દ્વારા 30, સપ્ટેમ્બર સુધી લોકજાગૃતિના પ્રયાસો હાથ ધરવામાં આવશે. જો કે, તે બાદ હેલ્મેટના નિયમની કડક અમલવારી કરાશે કે કેમ, તેને લઇને કોઇ ચોક્કસ ફોડ પાડવામાં આવ્યો નથી. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં ફરજિયાત હેલ્મેટની અમલવારીને લઇને લોકોમાં રોષ છે. કેટલાક શહેરોમાં તો ધારાસભ્યો દ્વારા ગૃહમંત્રી સુધી આ અંગેની રજુઆતો કરવામાં આવી છે.
સડક સુરક્ષાના નિયમોનું પાલન કરવા માટેની અપીલ
શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું કે, અમે રોડ સેફ્ટીને લઇને એક મહિના પહેલાથી ઝૂંબેશ શરૂ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હેલ્મેટ પહેર્યા હતા. અમે વડોદરાવાસીઓને સમર્થનની સરાહના કરીએ છીએ. દરમિયાન અમને હેલ્મેટ ઘરીદવા માટે સમયસીમા વધારવાને (Compulsory Helmet - Vadodara Police) લઇને ઘણી રજુઆતો મળી છે. જેથી અમે લોક જાગૃતિની ઝૂંબેશને 30, સપ્ટેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. અમે વડોદરાવાસીઓને રોડ સેફ્ટીની ઝૂંબેશમાં જોડાવવાની સાથે સડક સુરક્ષાના નિયમોનું પાલન કરવા માટેની અપીલ કરીએ છીએ.
કાલથી અમલવારી થવાની હતી
અત્રે નોંધનીય છે કે, આવતી કાલે શહેરમાં ફરજિયાત હેલ્મેટની (Compulsory Helmet - Vadodara Police) અમલવારી લાગુ થવાની હતી. જો કે, તે પહેલા જ તેની મુદત લંબાવવામાં આવી છે. જેને લઇને હાલ પૂરતા હેલ્મેટ વગર બહાર જતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જે જોતા હવે આગામી 15 દિવસ સુધી વડોદરા પોલીસ લોકજાગૃતિના પ્રયત્નો કરતી નજરે પડશે.
આ પણ વાંચો ------ 'મારા ભાઇને ગોળીઓ મારી હતી, તે પાછો લાવી આપો, પછી મેચ રમજો', પરિવારનો આક્રંદ


