Vadodara : ગુજસીટોકના આરોપી અલ્પુ સિંધીને હરિયાણાથી દબોચતી વડોદરા પોલીસ
- કુખ્યાત આરોપીને દબોચતી વડોદરા પોલીસ
- અલ્પુ સિંધી હરિયાણામાંથી દબોચી લેવાયો
- અલ્પુ વિરૂદ્ધ 52 જેટલા કેસો નોંધાયેલા છે
Vadodara : ગુજસીટોક કેસમાં (GujCTOC Case - Vadodara) પોલીસ ચોપડે ચઢેલા અને ફરિયાદ બાદથી નાસતા ફરતા કુખ્યાત અલ્પુ સિંધી (Alpu Sindhi Arrest) ને દબોચવામાં વડોદરા પોલીસને સફળતા મળી છે. અલ્પુ સિંધી છેલ્લે કેટલાય સમયથી ફરાર હતો. તે શહેર અને રાજ્ય છોડીને અન્ય રાજ્યોમાં નાસતો ફરતો હતો. લાંબા સમયથી પોલીસ પણ તેની પાછળ લાગેલી હતી. આખરે ગતરાત્રે અલ્પુને હરિયાણાથી દબોચી લેવામાં આવ્યો છે. અને વડોદરા ખાતે લાવવામાં આવ્યો છે. આ મામલે અલ્પુને સ્થાનિક પોલીસ મથકમાં સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી
એસીપી ચાવડાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, શહેરમાં ગુનાખોરી ડામવા માટે ગુજસીટોક (GujCTOC Case - Vadodara) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજસીટોકના (GujCTOC Case - Vadodara) કેસનો આરોપી અલ્પુ સિંધી તેના સાગરિતો મારફતે વડોદરા તથા આજુબાજુમાં દારૂનો સપ્લાય કરતો હતો. વારસિયા પોલીસ મથકમાં મે 2025 માં 8 આરોપીઓ વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. જે તે સમયે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
52 જેટલા ગુનાઓ નોંધાયેલા છે
તેમણે ઉમેર્યું કે, આ ગુનાનો મુખ્ય આરોપી અલ્પુ સિંધી પોલીસ પકડથી દુર હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમોને ફૂલ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. હરિયાણામાં ચોક્કસ જગ્યાએ પીજીમાં અલ્પુ રહેતો હોવાની બાતમી મેળવીને ગઇ કાલે રાત્રે તેને દબોચી લીધો છે. આ આરોપી અગાઉ આણંદ ખાતે સ્ટેટ મોનીટરીંગ રેડમાં વોન્ટેડ હતો, આ સાથે ફતેગંજમાં હેરી સિંધી જોડે મારામારી કરી હતી, તેવા ગંભીર મામલે પણ તે વોન્ટેડ હતો. તેના વિરૂદ્ધ 52 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તે પૈકી મહદઅંશે પ્રોહીબીશનના હતા. હાલ આરોપીને ફતેગંજ અને વારસિયામાં નોંધાયેલા ગુનાના કામે સોંપવાની તજવીજ ચાલુ છે.
વર્ષ 2012 માં પ્રથમ ગુનો નોંધાયો હતો
તેમણે વધુમાં ઉમેર્યું કે, અગાઉથી વડોદરા શહેર પોલીસની જુદી જુદી ટીમો તેની પાછળ લાગી હતી. પોલીસે ઘણી મહેનત કરવી પડી છે, અંતે અમે તેને હરિયાણાથી પકડવામાં સફળ રહ્યા છે. તેના વિરૂદ્ધ વર્ષ 2012 માં પ્રથમ ગુનો નોંધાયો હતો. તેની સામે વડોદરા અને આજુબાજુના જિલ્લાઓમાં ગુનાઓ નોંધાયા છે. આ ગેંગ હરિયાણાથી દારૂ લાવીને તેનો સપ્લાય કરતી હતી. બાકીમાં ધર્મેશ સત્યો અને વાહીદની ધરપકડ બાકી છે. અમે તેમને પકડવા માટે ઓળખ છુપાવવાથી માંડીને જુદા જુદા પ્રયત્નો કર્યા છે.
આ પણ વાંચો ----- Vadodara : ચિક્કાર દારૂ પી પોલીસકર્મીએ રાતે ધમાલ મચાવી, ગલ્લા માલિક સાથે મારામારીનો આરોપ


