Vadodara : પોલીસે હેલ્મેટની લોકજાગૃતિના પ્રયાસો તેજ કર્યા, ACP ખુદ રસ્તા પર ઉતર્યા
- વડોદરામાં 15 સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટની અમલવારી કડક પણે કરાશે
- તે પહેલા વિવિધ પ્રયાસો કરીને પોલીસનો લોકજાગૃતિનો પ્રયાસ
- તેમને સુરક્ષિત રહેવા માટે સૂચન આપવમાં આવ્યું - એસીપી
Vadodara : વડોદરામાં 15, સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટના કાયદાની અમલવારી (Strict Hemet Implementation - Vadodara) ચુસ્તપણે કરાવવામાં આવનાર છે. જેને લઇને લોકજાગૃતિ માટે શહેર પોલીસ (Vadodara Police) દ્વારા પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. શહેરના વિવિધ ટ્રાફિક જંક્શન પર સ્પષ્ટ અવાજે સંભળાય તે રીતનું માઇકમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. રોડ અકસ્માતમાં લોકોનો જીવ બચાવવાના ઉદ્દેશ્યથી હેલ્મેટ ફરજિયાત પહેરવા પર જોર મુકવામાં આવી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ પણ શહેરમાં હેલ્મેટને કાયદાની અમલવારી કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ થોડાક સમયમાં જ ફરી ઢીલાશ વર્તવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. હવે આ વખતે હેલ્મેટને લઇને કડકાઇ દાખવવામાં આવે છે, કે પછી અગાઉની જેમ શરૂઆતમાં કડકાઇ દાખવીને બાદમાં ઢીલાશ વર્તવામાં આવે છે, તે જોવું રહ્યું.
ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાની અપીલ
શહેરના વારસિયા વિસ્તારમાં મહિલા પોલીસ (Vadodara Police) કર્મીએ માઇકમાં જાહેરાત કરતા કહ્યું કે, 15, સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટ પહેરવાનો કાયદો અમલમાં કરવામાં આવનાર છે. જેથી ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાની અપીલ કરવામાં આવે છે. તેમજ ફરજિયાત હેલ્મેટ પહેરીને પોતાની તથા પોતાના પરિવારની સલામતી સુનિશ્ચિત કરવા સમજ આપવામાં આવે છે. જ્યારે રેસકોર્ષ વિસ્તારમાં આંબેડકર સર્કલ પાસે એસીપી ખુદ લોકોમાં હેલ્મેટ અંગેની જાગૃતિ લાવવા માટે રસ્તા પર ઉતર્યા હતા. અને માઇકમાં હેલ્મેટની જાગૃતિનો સંદેશ લોકોને સંભળાવવામાં આવ્યો હતો.
જીવ બચી જાય
ACP કાટકડે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે વડોદરાવાસીઓને હેલ્મેટ પહેરવા અંગેની જાગૃતિ લાવવા માટે, અપીલ કરવામાં આવી છે. અને તેમને હેલ્મેટ પહેરવા અંગેના ફાયદા જણાવ્યા છે. સાથે જ તેમને સુરક્ષિત રહેવા માટે સૂચન આપવમાં આવ્યું છે. અક્સ્માત સમયે હેલ્મેટ પહેર્યું હોય તો માથામાં ઇજાથી બચી શકાય છે, તેનાથી જીવ બચી જાય છે.
આ પણ વાંચો ----- Surat Police: સુરતમાં યુવકને પોલીસ સ્ટેશનમાં રીલ બનાવવી પડી ભારે


