Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : ઘરમાં દારૂનો જથ્થો ઉતારતા સમયે પોલીસની એન્ટ્રી, એક ઝબ્બે, અન્ય વોન્ટેડ

Vadodara : શહેરના પાણીગેટ પોલીસ મથકમાં આવતા અંબિકા ધામ સોસાયટીમાં રહેતો બુટલેગર પોતાના ઘરે પીકઅપ વાન ભરેલો દારૂ ઉતારી રહ્યો હતો
vadodara   ઘરમાં દારૂનો જથ્થો ઉતારતા સમયે પોલીસની એન્ટ્રી  એક ઝબ્બે  અન્ય વોન્ટેડ
Advertisement
  • તહેવાર ટાણે પોલીસ સતર્ક
  • દારૂના કટીંગ સમયે જ પોલીસે દરોડા પાડ્યા
  • ઝડપાયેલા આરોપી રવિ કહાર વિરૂદ્ધ 7 ગુના નોંધાયેલા છે

Vadodara : વડોદરા (Vadodara) સહિત દેશભરમાં હવે તહેવારોની મોસમ ખીલવાની તૈયારીમાં છે, ત્યારે બુટલેગરો પણ દારૂ ઘૂસાડવા માટે અવનવા પ્રયાસો કરી રહ્યા છે. બીજી બાજુ પ્રોહીબીશનની કડક અમલવારી કરવા માટે પોલીસે પણ કમર કસી છે. આ વાતની સાબિતી આપતી ઘટના તાજેતરમાં સામે આવી છે. શહેરના પાણીગેટ પોલીસ મથક (Panigate Police Station - Vadodara) માં અંબિકા ધામ સોસાયટીમાં રહેતો બુટલેગર પોતાના ઘરે પીકઅપ વાન ભરેલો દારૂ ઉતારી રહ્યો (Police Raid On Liquor Cutting) હતો. આ અંગેની બાતમી મળતા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. અને દારૂના જથ્થા સાથે એકને દબોચી લીધો હતો. આ કાર્યવાહીમાં પીકઅપ ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસે સ્થળે દરોડા પાડ્યા

તહેવારો નજીક આવતા જ પોલીસ (Vadodara Police) દ્વારા પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. દરમિયાન પાણીગેટ પોલીસ મથક (Panigate Police Station - Vadodara) ના લો એન્ડ ઓર્ડરની ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા. તેવામાં હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, બીએપીએસ સ્કુલ, પાસે આવેલી અંબિકા ધામ સોસાયટીમાં રહેતો રવિ કહાર પીકઅપ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવીને પોતાના મકાનમાં ઉતારે છે. જે બાદમાં પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં એક ઇસમ વગર પરમીટે વિદેશી દારૂના જથ્થા જોડે ઝડપાયો હતો. ઝડપાયેલા શખ્સે તેની ઓળખ રવિ કનુભાઇ કહાર (રહે. અંબિકા ધામ, બીએપીએસ સ્કુલની બાજુમાં, વાઘોડિયા, વડોદરા) હોવાનું જણાવ્યું હતું.

Advertisement

ડ્રાઇવર દિનેશને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો

પોલીસના દરોડામાં રૂ. 2.62 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત કુલ મળીને રૂ. 6.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરોક્ત કાર્યવાહીમાં પીકઅપના ડ્રાઇવર દિનેશને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ધ્યાને આવ્યું કે, પકડાયેલા આરોપી રવિ કહાર વિરૂદ્ધ વડોદરા સહિત અન્ય જિલ્લાના 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયેલી છે. જે પૈકી મોટા ભાગની ફરિયાદો પ્રોહીબીશનની છે.

Advertisement

આ પણ વાંચો ---- Ahmedabad : દુબઈનાં સસ્તા ટૂર પેકેજની લાલચ આપી, રૂપિયા લઈ ઓફિસે તાળું મારી સંચાલક ફરાર!

Tags :
Advertisement

.

×