Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : PT શિક્ષકે વિદ્યાર્થિની છેડતી કરી, શાળાએ માત્ર ટર્મિનેટ કર્યો, પો. ફરિયાદ અંગે આચાર્યે કહી આ વાત

વિવાદ સર્જાતા શાળાએ પીટી શિક્ષકને ટર્મિનેટ કર્યો છે. જો કે, આ મામલે પોલીસ ફરિયાદ ન કરવા અંગે શાળાનાં પ્રિન્સિપાલનું નિવેદન સામે આવ્યું છે.
vadodara   pt શિક્ષકે વિદ્યાર્થિની છેડતી કરી  શાળાએ માત્ર ટર્મિનેટ કર્યો  પો  ફરિયાદ અંગે આચાર્યે કહી આ વાત
Advertisement
  1. જય અંબે સ્કૂલમાં વિદ્યાર્થિનીની શિક્ષક દ્વારા છેડતીનો મામલો (Vadodara)
  2. સમગ્ર મામલે શાળાનાં પ્રિન્સિપાલનું નિવેદન આવ્યું સામે
  3. શનિવારે કેટલાક વાલીઓએ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી હતી
  4. ફરિયાદ મળતા જ શિક્ષકને ટર્મિનેટ કરવામાં આવ્યો છે : પ્રિન્સિપાલ

વડોદરાનાં (Vadodara) હરણી વિસ્તારમાં આવેલ જય અંબે વિદ્યાલયમાં (Jai Ambe Vidyalaya) ખૂબ જ શરમજનક ઘટના બની છે. શાળાનાં PT શિક્ષકે વિદ્યાર્થિનીને ખરાબ રીતે સ્પર્શ કરીને છેડતી કરી હોવાનો આરોપ થયો છે. આ મામલે વાલીઓએ સ્કૂલમાં પહોંચી હોબાળો મચાવ્યો હતો. વિવાદ સર્જાતા શાળાએ પીટી શિક્ષકને ટર્મિનેટ કર્યો છે. જો કે, આ મામલે પોલીસ ફરિયાદ ન કરવા અંગે શાળાનાં પ્રિન્સિપાલનું નિવેદન સામે આવ્યું છે.

આ પણ વાંચો - Khyati Hospital Scam : GMC ની મિટિંગમાં મોટો નિર્ણય, આ બે ડોક્ટરના લાયસન્સ સસ્પેન્ડ

Advertisement

પીટી શિક્ષકે વિદ્યાર્થિનીને ખરાબ રીતે સ્પર્શ કરી છેડતી કરી હોવાનો આરોપ

વડોદરાની હરણી વિસ્તારમાં આવેલ જય અંબે વિદ્યાલયમાં (Jai Ambe Vidyalaya) પીટી શિક્ષક સામે ગંભીર આક્ષેપ થયા છે. પીટી શિક્ષક પંથેશ પંચાલએ વિદ્યાર્થિનીને ખરાબ રીતે સ્પર્શ કરી છેડતી કરી હોવાનો આરોપ થયો છે. આ મામલે વાલીઓએ શાળામાં જબરદસ્ત હોબાળો મચાવ્યો હતો. વિવાદ સર્જાતા સ્કૂલ મેનેજમેન્ટે છેડતી કરનાર પીટી શિક્ષક પંથેશ પંચાલને ટર્મિનેટ કર્યો છે. જ્યારે પીટી શિક્ષકે પણ પોતાની ભૂલ સ્વીકારી છેડતી કર્યાનો માફીનામામાં સ્વીકાર કર્યો છે. જો કે, આ અંગે સ્કૂલ સંચાલકોએ પીટી શિક્ષકને માત્ર ટર્મિનેટ કરી સંતોષ માન્યો અને પોલીસ ફરિયાદ પણ ન કરી હતી.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

આ પણ વાંચો - Gandhinagar : વિદ્યાસહાયકની ભરતી અંગે મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થશે કામચલાઉ મેરીટ યાદી ?

વાલીએ ફરિયાદ કરવાની ના પાડી હતી : પ્રિન્સિપાલ

હવે આ મામલે સ્કૂલનાં પ્રિન્સિપાલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, શનિવારે કેટલાક વાલીઓએ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદ મળતા જ શિક્ષકને ટર્મિનેટ કરવામાં આવ્યો છે. તે જ સમયે 100 નંબર પર ફોન કરીને પોલીસને (Vadodara Police) જાણ પણ કરવામાં આવી હતી. આથી, પોલીસ પણ શાળામાં આવી જતી પરંતુ, વાલીએ ફરિયાદ કરવાની ના પાડી હતી. પ્રિન્સિપાલે જણાવ્યું કે, છેલ્લા 15 વર્ષથી પીટી શિક્ષક અમારી શાળામાં છે જો કે, વાલીઓની મૌખિક ફરિયાદ પરથી જ શિક્ષકને છુટ્ટો કર્યો છે. વાલીઓએ 3 દિવસ પછી વીડિયો વાઇરલ કરીને વિવાદ ઊભો કર્યો છે. હજુ પણ વાલી ઈચ્છે તો અમે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા તૈયાર છીએ. જો કે, બીજી તરફ કેટલાક વાલીઓએ આરોપી શિક્ષક સામે પોલીસ ફરિયાદ કરવા માટે શાળા પ્રિન્સિપાલને કહ્યું હતું એવી માહિતી પણ સામે આવી છે.

આ પણ વાંચો - Banaskantha : પાલનપુરનાં નારી સંરક્ષણ કેન્દ્રની સરાહનીય કામગીરી, માનસિક અસ્થિર મહિલાનું 15 વર્ષે પરિવાર સાથે મિલન

Tags :
Advertisement

.

×