Vadodara: દેશને વર્લ્ડકપ અપાવનાર રાધા યાદવનું શહેરમાં ભવ્ય સ્વાગત
- Vadodara: એરપોર્ટ પર હજારો લોકો ઉમટી પડ્યા, દીકરીના વિજયનો જશ્ન ગૂંજ્યો
- શહેરભરમાં મેગા રોડશોનું આયોજન, દરેક માર્ગ પર વધામણીનો માહોલ
- રાધા યાદવે વડોદરાવાસીઓના પ્રેમ અને સન્માનનો અભિવાદન સ્વીકાર્યો
Vadodara: દેશને વર્લ્ડકપ અપાવનાર રાધા યાદવનું શહેરમાં ભવ્ય સ્વાગત કરાયું છે. જેમાં એરપોર્ટ પર હજારો લોકો ઉમટી પડ્યા હતા. તેમજ દીકરીના વિજયનો જશ્ન ગૂંજ્યો છે. શહેરભરમાં મેગા રોડશોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દરેક માર્ગ પર વધામણીનો માહોલ જોવા મળ્યો છે. રાધા યાદવે વડોદરાવાસીઓના પ્રેમ અને સન્માનનો અભિવાદન સ્વીકાર્યો છે.
મોટી સંખ્યામાં ચાહકોએ રાધાનું સ્વાગત કર્યું
ભારતીય મહિલા ટીમે તાજેતરમાં શાનદાર રીતે વર્લ્ડ કપ જીત્યો છે. જેમાં ભારતીય ટીમમાં રાધા યાદવનો પણ સમાવેશ થાય છે. શાનદાર જીત બાદ રાધા યાદવ પોતાના વતન વડોદરા પરત ફર્યા હતા, જ્યાં તેનું શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરામાં એક ખાનગી એકેડમી દ્વારા રાધા યાદવના સન્માનમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં રાધાના માતા-પિતા પણ જોડાયા હતા. જ્યાં મોટી સંખ્યામાં ચાહકોએ રાધાનું સ્વાગત કર્યું હતું.
દેશને વર્લ્ડકપ અપાવનાર રાધા યાદવનું વડોદરામાં ભવ્ય સ્વાગત
એરપોર્ટ પર હજારો લોકો ઉમટી પડ્યા, દીકરીના વિજયનો જશ્ન ગૂંજ્યો
શહેરભરમાં મેગા રોડશોનું આયોજન, દરેક માર્ગ પર વધામણીનો માહોલ
રાધા યાદવે વડોદરાવાસીઓના પ્રેમ અને સન્માનનો અભિવાદન સ્વીકાર્યો@Radhay_21 @BCCIWomen #RadhaYadav… pic.twitter.com/Zv03rMyOfY— Gujarat First (@GujaratFirst) November 8, 2025
Vadodara: રાધા યાદવની આ સફળતા વડોદરાના યુવા ક્રિકેટરો માટે પ્રેરણાસ્ત્રોત બની
મૂળ મુંબઈની રહેવાસી હોવા છતાં રાધા યાદવનું સિલેક્શન BCAની ટીમમાં થયું હતું અને ત્યારથી જ વડોદરા તેનું તાલીમ કેન્દ્ર બની રહ્યું છે. રાધા યાદવ વર્ષ 2018થી વડોદરાના કારેલીબાગ સ્થિત એકેડેમીમાં તેના કોચ મિલિન્દ વરાડેકર પાસે ટ્રેનિંગ લેતી હતી. કોચ મિલિન્દ વરાડેકરે જણાવ્યું કે, વર્લ્ડ કપ જીત્યા બાદ રાધાનો ફોન આવ્યો હતો. તેમણે વિજયના ઉમંગમાં કહ્યું હતું કે “સર હમને કર દિખાયા”.
એકેડમીમાં આવતા જરૂરિયાતમંદ ખેલાડીઓ માટે સાધનોની મદદ કરે છે
નગરસેવિકા શ્વેતા ઉત્તેકરે જણાવ્યું કે શરૂઆતના દિવસોમાં રાધાની આર્થિક સ્થિતિ સારી નહોતી, ત્યારે એકેડમીએ તેને ઘણી મદદ કરી હતી. હવે રાધા યાદવ પોતે પણ એકેડમીમાં આવતા જરૂરિયાતમંદ ખેલાડીઓ માટે સાધનોની મદદ કરે છે. જે તેની ઉદારતા દર્શાવે છે. રાધા યાદવની આ સફળતા વડોદરાના યુવા ક્રિકેટરો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
આ પણ વાંચો: Brazil Tornado: બ્રાઝિલના પરાના રાજ્યમાં ટોર્નેડોએ ભારે તબાહી મચાવી, 6 લોકોના મોત 750 ઘાયલ


