Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : ટ્રેનના બે ડબ્બા વચ્ચેથી બેગ ભરીને ગાંજો ઝડપાયો, તહેવારોમાં રેલવે પોલીસ સતર્ક

Vadodara : મળસ્કે વડોદરા રેલવે પોલીસ અને વિવિધ બ્રાન્ચ દ્વારા અમદાવાદ પુરી ટ્રેનના બે ડબ્બા વચ્ચેની જગ્યામાંથી શંકાસ્પદ બેગ શોધી કાઢી હતી
vadodara   ટ્રેનના બે ડબ્બા વચ્ચેથી બેગ ભરીને ગાંજો ઝડપાયો  તહેવારોમાં રેલવે પોલીસ સતર્ક
Advertisement
  • તહેવારોને ધ્યાને રાખીને વડોદરા રેલવે પોલીસ સતર્ક
  • આજે સવારે બાતમીના આધારે ટ્રેનના ડબ્બે વચ્ચે ચેકીંગ હાથ ધરાયું
  • લાવારિસ બેગમાંથી ગાંજાનો જથ્થો જપ્ત

Vadodara : દેશભરમાં તહેવારોમાં મુસાફરી કરવામાં સરળતા રહે તે માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. દરમિયાન વડોદરા (Vadodara) સહિતના શહેરોમાં બહારથી આવતી ટ્રેનોમાં પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેવામાં આજે મળસ્કે વડોદરા રેલવે પોલીસ (Vadodara Railway Police) અને વિવિધ બ્રાન્ચ દ્વારા અમદાવાદ પુરી ટ્રેનના બે ડબ્બા વચ્ચેની જગ્યામાંથી શંકાસ્પદ બેગ શોધી કાઢી હતી. આ બેગને ડોગ સ્કવોર્ડ દ્વારા તપાસવામાં આવતા એનડીપીએસનો મુદ્દામાલ હોવાના સંકેતો મળ્યા હતા. જેમાંથી 15 કિલો ગાંજો (Marijuana Caught - Railway Police Vadodara) પકડી પાડવામાં આવ્યો છે. આ જ રીતે સુરતમાં બિહારમાંથી આવતી ટ્રેનમાંથી ગાંજો પકડી પાડવામાં આવ્યો હોવાની માહિતી રેલવે સુપ્રીટેન્ડેન્ટ દ્વારા આપવામાં આવી છે.

શંકાસ્પદ વસ્તુ હોવાના સંકેત આપ્યા

રેલવે સુપ્રીટેન્ડેન્ટ અભય સોનીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આગામી તહેવારોને લઇને વિશેષ ટ્રેનો ચાલી રહી છે. બહારથી આવતી ટ્રેનોનું વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. દરમિયાન આજે સવારે આશરે અઢી વાગ્યે પુરી અમદાવાદ ટ્રેન વડોદરા સ્ટેશન પર આવી, ત્યારે અમને સૂચના મળી કે, જનરલ કોચ અને અન્ય વચ્ચેની જે જગ્યા હોય ત્યાં શંકાસ્પદ બેગો મુકવામાં આવ્યા છે. જે બાદ અમે ડોગ સ્કવોર્ડને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી. ડોગે તરત જ સુંઘીને તેમાં કોઇ શંકાસ્પદ વસ્તુ હોવાના સંકેત આપ્યા હતા. બાદમાં તેમાં ચેક કરવામાં આવતા તેમાંથી 15 કિલો જેટલો ગાંજો મળી આવ્યો છે.

Advertisement

Advertisement

તપાસ કરી રહ્યા છીએ

તેમણે વધુમાં જણાવ્યું કે, આ જ રીતે સુરતમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બિહારથી આવતી ગ્વાલિયર એક્સપ્રેસમાં તપાસ કરવામાં આવી હતી. તેમાં તપાસ દરમિયાન દિપક કરીને એક શકમંદ ધ્યાને આવ્યો હતો. તેના પાસેથી 12 કિલો ગાંજો પકડવામાં આવ્યો છે. પહેલા કેસમાં આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, અને ક્યાં મોકલવામાં આવનાર હતો, તેની તપાસ કરી રહ્યા છીએ. બીજા કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તે સુરતમાં આ જથ્થો કોને આપવાનો હતો, તે સહિતના સવાલોના જવાબ મેળવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.

વિશેષ કમાન્ડો ટ્રેઇનિંગ આપવામાં આવી

તેમણે વધુમાં ઉમેર્યું કે, અમારી પાસે ફાસ્ટર ડોગ છે, તેને વિશેષ કમાન્ડો ટ્રેઇનિંગ આપવામાં આવી છે. આ ડોગ દુરથી નશા કારક, અથવા અન્ય કોઇ વસ્તુને પારખી લે છે, અને સામાનને ઝડપી પાડે છે. અગાઉ પણ આ ડોગ દ્વારા ઘણા કેસો પકડી પાડવામાં આવ્યા છે. વડોદરામાં કાર્યવાહી સવારે અઢી વાગ્યે કરવામાં આવી છે, જ્યારે સુરતમાં સવારે 8 - 30 કલાકે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો ----  તહેવાર ટાણે એડ્રેસ અપડેટ કરાવવાની જાળ બિછાવી સાયબર ગઠિયાઓ એક્ટિવ

Tags :
Advertisement

.

×