ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : ભાદરવા પોલીસે રૂ. 29.52 લાખનો દારૂ પકડ્યો, ચાલક ફરાર

વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ દારૂ જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન વોચ રાખવામાં આવે છે. દરમિયાન તાજેતરમાં ભાદરવા પોલીસ મથકના પીઆઇને બાતમી મળી કે, એક પીક અપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. જેને વાંકાનેર કેનાલ વાળા રસ્તે થઇને તાડીયાપુરા બાજુ જનાર છે. જેના આધારે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેમાં સફળતા મળી છે.
03:13 PM Oct 20, 2025 IST | PARTH PANDYA
વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ દારૂ જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન વોચ રાખવામાં આવે છે. દરમિયાન તાજેતરમાં ભાદરવા પોલીસ મથકના પીઆઇને બાતમી મળી કે, એક પીક અપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. જેને વાંકાનેર કેનાલ વાળા રસ્તે થઇને તાડીયાપુરા બાજુ જનાર છે. જેના આધારે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેમાં સફળતા મળી છે.

Vadodara : વડોદરા ગ્રામ્ય પોલીસ (Vadodara Rural Police) દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે ઓપરેશન પરાક્રમ (Operation Parakram) હેઠળ સઘન ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન તાજેતરમાં ભાદરવા પોલીસ મથકના (Bhadarva Police Station) PI ને બાતમી મળી કે, પીકઅપ ડાલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઇ જવામાં આવી રહ્યો છે. જેને ધ્યાને રાખીને પોલીસે વાંકાનેર કેનાલ વાળા રસ્તે વોચ ગોઠવી હતી. બાતમીથી મળતા આવતા વાહનને રોકવા જતા ચાલકે હંકારી મુકી હતી. અને આગળ જતા વાહન મુકીને નાસી છુટ્યો હતો. આખરે આ મામલે ભાદરવા પોલીસ મથકમાં વિદેશી દારૂનો ક્વોલિટી કેસ નોંધવામાં આવ્યો છે.

ચાલક તાડીયાપુરા તરફ ભાગવા લાગ્યો

વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ દારૂ જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન વોચ રાખવામાં આવે છે. દરમિયાન તાજેતરમાં ભાદરવા પોલીસ મથકના પીઆઇને બાતમી મળી કે, એક પીક અપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. જેને વાંકાનેર કેનાલ વાળા રસ્તે થઇને તાડીયાપુરા બાજુ જનાર છે. જેના આઘારે પોલીસે વાહન ચેકીંગ ગોઠવ્યું હતું. દરમિયાન બાતમીથી મળતી આવતી પીકઅપ નજર પડતા તેને રોકવા માટે ઇશારો કર્યો હતો. જો કે, ચાલક રોકાઇ જવાની જગ્યાએ તાડીયાપુરા તરફ ભાગવા લાગ્યો હતો.

ચાલક નાસી છુટ્યો

બાદમાં સ્થળ પર હાજર પોલીસ જવાનોએ ખાનગી કારમાં પીકઅપ ડાલાનો પીછો કર્યો હતો. અને વાંકાનેર ગામની સીમમાં કેનાલ ઉપર આડાશ કરીને તેને રોકવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસને દૂરથી જોઇ જતા તેનો ચાલક વાહન છોડીને નાસી ગયો હતો. તેને પકડવાના પોલીસના પ્રયાસોને નિષ્ફળ રહ્યા હતા. બાદમાં પાછળથી બંધ બોડીના પીકઅપમાં તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર મામલે ભારદવા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસને 14,400 ક્વાટરીયા કિં. 29.52 લાખ અને બોલેરો પીકઅપ કિં. 5 લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો ----- Junagadh: કેશોદના શેરગઢમાં આગ લાગતા ઝૂંપડા બની ગયા રાખ

Tags :
BhadarvaPoliceStationDriverRunAwayGujaratFirstgujaratfirstnewsGujaratiNewsIllegalLiquorVadodaraRuralPolice
Next Article