VADODARA : SMC ની ટીમે કારનો પીછો કરી દારૂની મોટી ખેપ ઝડપી
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) વિસ્તારમાં વધુ એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL) ની ટીમોએ સપાટો બોલાવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા બાતમીના આઘારે વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં કારને રોકવા જતા ચાલકે હંકારી હતી. બાદમાં ટીમે તેનો પીછો કરીને લાખો રૂપિયાના દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
કાર દ્વારા પાયલોટીંગ
વડોદરા ગ્રામ્યના ડભોઇ પોલીસ મથકમાં સ્ટેટ મોનીટરીંગ સેલના હેડ કોન્સ્ટેબલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ 20, જુલાઇના રોજ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી મળી કે, વાઘોડિયામાં રહેતો સલીમ ઉર્ફે બટકો પઠાણ તથા તેનો મિત્ર નિરવ ઉર્ફે નીલેશ ભરતભાઇ પટેલ (રહે. વૃંદાવન ચાર રસ્તા, વડોદરા) બંને ભાગીદારીમાં ઇંગ્લીશ દારૂનો ધંધો કરે છે. અને દારૂનો જથ્થો મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ચાંદપુરમાં આવેલા ઠેકામાંથી મળતીયાઓ સાથે કારમાં વડોદરા સુધી લઇને આવે છે. એક કારમાં દારૂ ભરવામાં આવ્યો છે, જ્યારે અન્ય કાર દ્વારા તેનું પાયલોટીંગ કરવામાં આવી રહ્યું છે.
કાળા કલરના કપડાં નીચે ઢાંકેલો વિદેશી દારૂ મળ્યો
બાતમીના આધારે પંચને સાથે રાખીને ભિલાપુરા ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બાતમીથી મળતી આવતા કાર જોવા મળતા જ તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જો કે, ચાલકે કાર હંકારી મુકી હતી. બાદમાં તેનો પીછો કરવામાં આવ્યો હતો. દરમિયાન થોડાક અંતર બાદ એક કારમાંથી બે લોકો ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે અન્ય કારને કોર્ડન કરીને અટકાયત કરવામાં આવી હતી. કારમાં અંદર જોતા કાળા કલરના કપડાં નીચે ઢાંકેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
ચાર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા
ઉપરોક્ત કાર્યવાહીમાં સ્ટેટ મોનીયરીંગ સેલની ટીમે વિદેશી દારૂ, રોકડ, કાર, મોબાઇલ મળીને રૂ. 24.52 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં રજાક અબ્દુલભાઇ મન્સુરી, દીલીપભાઇ મહેનદ્રભાઇ પરમારની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સલીમ ઉર્ફે બટકો પઠાણ (રહે. વાઘોડિયા), નીરવ ફર્ફે નિલેશ ભરતભાઇ પટેલ (રહે. વૃંદાવન ચાર રસ્તા, વડોદરા), રાકેશ (રહે. વાઘોડિયા) અને છોટાઉદેપુરથી દારૂ ભરેલી ગાડી આપનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટટે મોનીટરીંગ સેલની કાર્યવાહીને પગલે સ્થાનિક પોલીસ વધુ એક વખત ઉંઘતી ઝડપાઇ છે.
આ પણ વાંચો -- VADODARA : મંદિરોને નોટીસ મામલે શાસકોને સદબુદ્ધિ આપવા માતાજીને આવેદન


