Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : પરીક્ષાનું પેપર આપીને છુટતા વિદ્યાર્થીને ધક્કો વાગ્યો, નાની વાતે મોટું સ્વરૂપ લેતા પોલીસ દોડી

Vadodara : ધો. 9 માં ભણતા વિદ્યાર્થીનો ધક્કો ધો. 11 માં ભણતા વિદ્યાર્થીને વાગ્યો, જેથી તેણે કહ્યું, તું મને લાત-ધક્કો મારીશ નહીં - શિક્ષિકા
vadodara   પરીક્ષાનું પેપર આપીને છુટતા વિદ્યાર્થીને ધક્કો વાગ્યો  નાની વાતે મોટું સ્વરૂપ લેતા પોલીસ દોડી
Advertisement
  • નવાપુરાની શાળામાં પેપર આપીને છુટતા વિદ્યાર્થીને ધક્કો વાગ્યો
  • ધક્કો વાગ્યા બાદ મામલો બિચકતા મારામારી સુધી વાત પહોંચી
  • એક વિદ્યાર્થીના માતા-પિતાનો સંપર્ક થઇ શક્યો ન્હતો, તેના ભાઇએ ગેરવર્તણૂંક કરી

Vadodara : વડોદરાના (Vadodara) નવાપુરા વિસ્તારમાં આવેલી શાળામાં ધો. 9 અને 11 ની પરીક્ષાનું પેપર (School Exam - Vadodara) છુટ્યા બાદ નીચે ઉતરતી વેળાએ વિદ્યાર્થીને ધક્કો વાગ્યો હતો. ત્યાર બાદ ફરી આ ઘટનાનું પુનરાવર્તન થતા વિદ્યાર્થી વચ્ચે બબાલ થઇ (School Student Fight - Vadodara) હતી. આ ઘટનામાં શિક્ષકોએ વિદ્યાર્થીને સમજાવીને પરત મોકલી દીધા હતા. પરંતુ બાદમાં એક વિદ્યાર્થીના જુથ દ્વારા બે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી છે. અને આ મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. શાળાના શિક્ષકનું કહેવું છે કે, આ બબાલમાં એક વિદ્યાર્થીને છોડીને તમામના માતા-પિતા જોડે વાત થઇ ગઇ છે. અને તમામે પોતાની ભૂલો સ્વિકારી છે. એક વિદ્યાર્થીના ભાઇએ શાળાના શિક્ષક જોડે પણ ગેરવર્તણૂંક કરી હોવાનું શિક્ષિકાએ જણાવ્યું છે.

Advertisement

એકબીજાની સામસામે આવી ગયા

શ્રી. એમ. કે. નંદકરણી શાળાના (લિટલ ફ્લાવર સ્કુલ) ક્લાસ ટીચર સમા પીપરાણીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અહિંયા ધો. 9 અને 11 નું પેપર પુરું થયું એટલે છોકરાઓ બધા ક્લાસમાંથી ધીરે ધીરે નીચે ઉતરતા હતા. દરમિયાન ધો. 9 માં ભણતા વિદ્યાર્થીનો ધક્કો ધો. 11 માં ભણતા વિદ્યાર્થીને વાગ્યો હતો. જેથી તેણે કહ્યું હતું કે, તું મને લાત-ધક્કો મારીશ નહીં. તો મારાથી ભૂલથી વાગી ગયું, સોરી તેમ કહી દીધું હતું. બંને વચ્ચેની વાત પતી ગઇ હતી. બંને શાંતિથી ઘરે જતા રહ્યા. ત્યાર બાદ ધો. 9 ના વિદ્યાર્થીનો ધક્કો અન્યને વાગ્યો હશે, જેથી બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી તેણે કહ્યું કે, તું બધાયને ધક્કો કેમ મારે છે. દરમિયાન ધો. 9 અને 11 ના બીજા છોકરાઓ, એકબીજાની સામસામે આવી ગયા હતા. અને કોઇ મામલે બોલાચાલી થઇ, અને ઝઘડો થયો હતો.

Advertisement

આવી મેટરોમાં સોરી સ્વિકાર કરવા જણાવ્યું

તેમણે વધુમાં જણાવ્યું કે, અમારૂ બીજુ ધો. 10 અને 12 નું પેપર ચાલી રહ્યું હતું. અમે તેના સુપરવિઝનમાં હતા. પછી જ્યારે નીચેથી આ વાતની ખબર પડી, ત્યારે શિક્ષક નીચે ગયા હતા. અને બધાયને શાંતિથી સમજાવીને પરત ઘરે મોકલ્યા હતા. પછી જે વિદ્યાર્થીઓ આ વાતમાં સામેલ હતા, તેમને બોલાવીને જાણ કરવામાં આવી હતી. આવી મેટરોમાં સોરી સ્વિકાર કરવા જણાવ્યું હતું. આટલા બધા વિદ્યાર્થીઓ છુટે તો ધક્કા-મુક્કી થાય, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ એકબીજા જોડે બાખડ્યા હતા.

અમને વાતની ખબર ન્હતી

તેમણે ઉમેર્યું કે, એક વિદ્યાર્થીના માતા-પિતા જોડે કોઇ વાત થઇ શકી નથી. તેના ભાઇએ અમને કહ્યું કે, મારા માતા-પિતા વચ્ચે નહીં આવે, મારે જે કંઇ કરવું હશે તે હું કરીશ. પોલીસ અને મીડિયાને વચ્ચે લાવીશ. પરંતુ અમે તેને શાળાએ આવવા માટે આગ્રહ કર્યો હતો. અમને વાતની ખબર ન્હતી. તે તેના ભાઇને લઇને આવ્યો હતો. તેના ભાઇએ અપશબ્દોમાં વાતો કરી હતી.

મારે જે કરવું હશે, તે કરીશ

તેમણે વધુમાં ઉમેર્યું કે, તે શિક્ષકને ધક્કો મારવા જતો હતો, અમે માતા-પિતાને બોલાવ્યા હતા. પરંતુ એક છોકરાના માતા-પિતા જોડે વાત થઇ ન્હતી. અમે તેને બેસાડીને શાંત થવા માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે સીધો નીચે જતો રહ્યો હતો. અમે વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરી છે, તેમણે ભૂલો સ્વિકારી છે, એક વિદ્યાર્થીના વાલી જોડે વાત થઇ નથી. અમે તેને બેસાડવાનો પ્રયત્ન કર્યો, છતાં તે સીધો જ નીચે જતો રહ્યો, હું તેની પાછળ પણ દોડી, છતાં તે મારે જે કરવું હશે, તે કરીશ, તેવું તેણે કહ્યું, અને જતો રહ્યો હતો.

આ પણ વાંચો -----  Kutch: અજબ પ્રેમની ગજબ કહાની જેવો કિસ્સો, પાકિસ્તાનનું પ્રેમી યુગલ ભાગીને ભારત આવ્યું

Tags :
Advertisement

.

×