Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : પેટનો દુ:ખાવો, હર્નીયા જેવા રોગો માટે કાન વિંધાવવાની અંધશ્રદ્ધા ભારે પડી શકે છે - ડો. રંજન ઐયર

Vadodara : ઘણી વખત ગામડાના લોકો ભુવાની સલાહ માનતા દુ:ખાવા, હર્નીયા વગેરે જેવા રોગ માટે વ્યક્તિના કાનમાં કાણું પડાવે છે - ડો. રંજન ઐયર
vadodara   પેટનો દુ ખાવો  હર્નીયા જેવા રોગો માટે કાન વિંધાવવાની અંધશ્રદ્ધા ભારે પડી શકે છે   ડો  રંજન ઐયર
Advertisement
  • એસએસજી હોસ્પિટલના નિષ્ણાંત તબીબ દ્વારા મહત્વના મુદ્દે જાણકારી અપાઇ
  • લોકો દર્દના ઇલાજ માટે ભુવાની સલાહ માનીને કાનના કુરચા વિંધાવે છે, જો જોખમી છે
  • તબીબે કાનના કુરચા વિંધાવવાને ભવિષ્યમાં ગંભીર નુકશાન ગણાવ્યું છે

Vadodara : મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલના (SSH Hospital - Vadodara) જાણીતા ઇએન્ડટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે ચોંકાવનારી માહિતી આપી છે. તેમનું કહેવું છે કે, પેટના દુખાવા અને હર્નીયા જેવા રોગોમાં રાહત મેળવવા માટે લોકો કાન કોચાવતા હોય છે (Ear Piercing Superstitious). આ સલાહ તેમને સ્થાનિક ભુવા દ્વારા આપવામાં આવતી હોય છે. જો કે, આમ કરવાથી રોગમાં રાહતની જગ્યાએ દર્દી પોતાનું જ નુકશાન કરી બેસે છે. જેના ગંભીર પરિણામો ભવિષ્યમાં ભોગવવા પડી શકે છે. જેથી નિષ્ણાંત તબીબે આ અંગે લોકોને સજાગ રહેવાની સલાહ આપી છે. સાથે જ તબીબી માર્ગદર્શનમાં જ ઇલાજ લેવા પર ભાર મુક્યો છે.

Advertisement

આ કાર્યને જોખમી ગણાવ્યું છે

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે. આ હોસ્પિટલમાં સારવાર લેવા માટે દર્દીઓ દુર દુરથી આવે છે. એસએસજી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો તેમના નિદાન માટે ખુબ જાણીતા છે. હાલના સમયમાં કાનના કુરચા વિંધાવવાની (Ear Piercing Superstitious) અંધશ્રદ્ધા ફેલાતી હોવાના કારણે તબીબો દ્વારા આ મુદ્દે પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમણે આ કાર્યને જોખમી ગણાવ્યું છે, અને તેમ કરવાથી દુર રહેવાની સલાહ આપી છે.

Advertisement

નવી મુસીબત વહોરવા સમાન છે

એસએસજી હોસ્પિટલના જાણીતા ઇએન્ડટી સ્પેશિયાલિસ્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું કે, પેટના દુ:ખાવા, હર્નીયા વગેરે જેવા રોગ માટે કાનમાં કાણું પડાવવાની અંધશ્રદ્ધા (Ear Piercing Superstitious) વ્યક્તિને એક મોટી સ્વાસ્થ્ય બીમારી તરફ લઈ જઈ શકે છે. ઘણી વખત ગામડાના લોકો ભુવાની સલાહ માનતા દુ:ખાવા, હર્નીયા વગેરે જેવા રોગ માટે વ્યક્તિના કાનમાં કાણું પડાવે છે, જે નવી મુસીબત વહોરવા સમાન છે. આ અત્યંત દુઃખદાયક અને સંક્રમણ વધારવા જેવી બાબત છે.

સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે

તેમણે વધુમાં જણાવ્યું કે, કાનની કુરચા વિંધાવવાથી (Ear Piercing Superstitious) અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ વ્યક્તિ જાતે ઊભી કરતો હોય છે. ક્યારેક ધાર્મિક તહેવારોમાં પણ આ પ્રકારના કાન કોચાવવામાં આવે છે, જેનાથી વ્યક્તિના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. તબીબે આ મામલે દરેકને સજાગ રહેવાની સલાહ આપી છે.

આ પણ વાંચો ------  YouTube Premium Lite પ્લાન લોન્ચ, હવે ઓછા પૈસે વધુ ફાયદો મળશે

Tags :
Advertisement

.

×