Vadodara : SSG હોસ્પિટલના નવા સર્જીકલ વોર્ડની કામગીરી 11 મહિનાથી ટલ્લે ચઢતા રોષ
- એસએસજી હોસ્પિટલ ફરી ખોટી વિવાદમાં આવી
- નવા સર્જીકલ વોર્ડનું કામ સમય વિત્યા બાદ પણ પૂર્ણ થયું નથી
- સ્થાનિક કોર્પોરેટરે સમગ્ર મામલો ઉગાગર કર્યો
Vadodara : વડોદરામાં (Vadodara) મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલ (SSG Hospital - Vadodara) આવેલી છે. આ હોસ્પિટલમાં જેટલી સારી સારવાર મળે છે, તેટલું જ મેનેજમેન્ટ વખોડાય છે. દર્દીઓ માટેની સુવિધામાં હોસ્પિટલનો છેલ્લેથી પહેલો નંબર આવે તેવો ઘાટ છે. આ હોસ્પિટલમાં કેટલીય વખત એક બેડ પર બે દર્દીઓ સારવાર લઇ રહ્યા હોય તેવી સ્થિતી પણ સર્જાય છે. આશ્ચર્યની વાત એ છે કે, હોસ્પિટલમાં નવા સર્જીકલ વોર્ડનું (New Surgical Ward Work Pending) કામ શરૂ કરવામાં આવ્યું છે. જેને પૂર્ણ કરવા માટે ત્રણ મહિનાનો સમય લાગનાર હતો. જે આજે 11 મહિના બાદ પણ કામ પૂર્ણ થયું નથી. જેને પગલે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. આજે સ્થાનિક કોર્પોરેટર હોસ્પિટલના તૈયાર થઇ રહેલા નવા સર્જીકલ વોર્ડમાં પહોંચ્યા અને હકીકત બહાર લાવ્યા છે.
એક બેડ પર બે દર્દીઓ સારવાર લેતા હોય
કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર બાળુ સુર્વેએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં દર્દીઓ દુર દુરથી આવતા હોય છે. તેમાં તાત્કાલિક વિભાગમાં નવો સર્જીકલ વોર્ડ (New Surgical Ward Work Pending) બનાવવામાં આવ્યો છે. તાત્કાલિક વિભાગમાં હાલ મુકવામાં આવેલા બેડ દર્દીઓ માટે કેટલીક વખત ઓછા પડતા હોય છે. કેટલીક વખત એક બેડ પર બે દર્દીઓ સારવાર લેતા હોય તેવું પણ જોયું છે.
કોન્ટ્રાક્ટરને નોટીસ પાઠવવી જોઇએ
તેમણે વધુમાં જણાવ્યું કે, આ નવા સર્જીકલ વોર્ડની (New Surgical Ward Work Pending) સમયમર્યાદા ત્રણ મહિનાની હતી. આના બાંધકામ (New Surgical Ward Work Pending) પાછળ મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. અને 11 મહિના વિત્યા છતાં તેનું કામ પૂર્ણ ના થાય, આ ગંભીર બાબત છે. તંત્રની બેદરકારીના કારણે દર્દીઓ ભોગવી રહ્યા છે. આવું ના થવું જોઇએ. આ અંગે કોન્ટ્રાક્ટરને નોટીસ પાઠવવી જોઇએ. પૈસા લીધા પછી પણ આવી પરિસ્થિતી ઉભી થાય, તે યોગ્ય નથી. વહેલીતકે કામગીરી પૂર્ણ થવી જોઇએ. ત્રણ મહિનાની સમયમર્યાદા હોય અને 11 મહિના બાદ પણ કામગીરી બાકી હોય, આ અંગે જરૂર પડ્યે હોસ્પિટલ તંત્રને પણ નોટીસ પાઠવવી જોઇએ, તેવી અમારી માંગ છે.
કામ પૂરું નહીં થાય
અત્રે નોંધનીય છે કે, આ મામલો ઉજાગર કરતી વેળાએ ત્યાં કોઇ કામ ચાલતું હોય તેમ જણાતું ન્હતું (New Surgical Ward Work Pending). જે દર્શાવે છે કે, આ જ રીતે ચાલ્યું તો મહિનાઓ વિતી ગયા બાદ પણ કામ પૂરું નહીં થાય. હવે એસએસજી હોસ્પિટલના તંત્રએ જ મિશન મોડ પર આ કામ પૂરું કરાવવાનું બીડું ઝડપવું પડશે.
આ પણ વાંચો ----- Vadodara : ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાને રાખીને ગરબાનું આયોજન મુલતવી રખાયાનો દાવો


