Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : તહેવારો ટાણે SMC સક્રિય, છાણીમાંથી દારૂની મોટી હેરાફેરી પકડી

Vadodara : કન્ટેનર નાગાલેન્ડ પાસિંગનું હોવાની માહિતી મળી, સાથે દારૂના જથ્થાને હરિયાણાથી ગાંધીધાન લઇ જવામાં આવનાર હોવાનું સામે આવ્યું
vadodara   તહેવારો ટાણે smc સક્રિય  છાણીમાંથી દારૂની મોટી હેરાફેરી પકડી
Advertisement
  • વડોદરા શહેરની છાણી પોલીસ તહેવાર ટાણે ઉંઘતી ઝડપાઇ
  • સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ બાતમીના આધારે દારૂનો મોટો જથ્થો પકડ્યો
  • રૂ. 61 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો

Vadodara : વડોદરા (Vadodara) સહિત રાજ્યભરમાં દિવાળી સહિતના તહેવારોના (Diwali - Festival) દિવસો શરૂ થવાને હવે થોડોક જ સમય બાકી છે, ત્યારે પ્રોહીબીશનની કડક અમલવારી કરાવવા માટે તથા બેફામ બનેલા બુટલેગરો પર લગામ કસવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની (State Monitoring Sell Raid Vadodara) ટીમો એક્ટિવ બની છે. ગતરોજ શહેરના છાણી પોલીસ મથકની હદમાં આવતા જીએસએફસી બ્રિજ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં રૂ. 61 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ દરોડામાં ટ્રકના ચાલક અને સહ ચાલકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂનો સપ્લાયર, રિસિવર અને ટ્રક માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement

બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો

સ્ટેટ મોનિટરિંગ સેલની (State Monitoring Sell Raid Vadodara) ટીમોને બાતમી મળી હતી કે, અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર આવેલા જીએસએફસી બ્રિજ પાસે એક કન્ટેનરમાં લાકડાના ભૂસા વચ્ચે વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો છે. આ કન્ટેનર નાગાલેન્ડ પાસિંગનું હોવાની માહિતી પણ મળી હતી. આ દારૂના જથ્થાને હરિયાણાથી ગાંધીધાન લઇ જવામાં આવનાર હોવાનું સામે આવ્યું હતું. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો દ્વારા સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. બાતમીથી મળતી આવતા કન્ટેનરમાં તપાસ કરવામાં આવતા તેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

Advertisement

સપ્લાયર-રિસિવર સહિત ચાર વોન્ટેડ જાહેર

સ્ટેટ મોનિટરિંગ સેલના (State Monitoring Sell Raid Vadodara) દરોડામાં કન્ટેનર ચાલક સતવીરસિંહ વાલ્મિકી (રહે. હરિયાણા) અને સહા ચાલક મનજીત શર્મા (રહે. હરિયાણા) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સપ્લાયર રૂષિરાજ ગજ્જર, રાકેશ જાટ, રિસિવર (રહે. ગાંધીધામ, કચ્છ) અને ટ્રકના માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાના પગલે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ છે. આ અગાઉ પણ સ્ટેટ મોનિટરિંગ સેલના વડોદરા શહેર-જિલ્લામાં દરોડા સામે આવ્યા હતા. તે બાદ પોલીસના અધિકારીઓ પર બદલીની તવાઇ પણ આવી હતી. તહેવાર ટાણે વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા સામે આવતા હવે કોના પર, શું કાર્યવાહી થાય છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો -----  Himmatnagar: આંબાવાડી નજીક મેમુ ટ્રેનને ઉથલાવવાનો હિન પ્રયાસ, લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવી

Tags :
Advertisement

.

×