Vadodara : શહેરમાં ફરી એકવાર વાતાવરણ ડહોળવાનો પ્રયાસ, જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારાથી તણાવનો માહોલ સર્જાયો
- Vadodara શહેરમાં ફરી એકવાર વાતાવરણ ડહોળવાનો પ્રયાસ
- જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારાથી તણાવનો માહોલ સર્જાયો
- સોશિયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટથી એક કોમનો વિરોધ
- મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો પોલીસ સ્ટેશન ધસી આવ્યા
- વડોદરા સિટી પોલીસ સ્ટેશન ખાતે ટોળું આવતા તણાવનો માહોલ
- પોલીસનો કાફલો અને એડી.પોલીસ કમિશનર સ્થળ પર દોડી આવ્યા
- પોલીસે વિરોધ કરનારા લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો
Vadodara violence : નવરાત્રી જેવા તહેવારો નજીક આવતા જ વડોદરા શહેરમાં ફરી એકવાર કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થયો છે. શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી જૂનીગઢીમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક AI જનરેટેડ ધાર્મિક પોસ્ટને કારણે ભારે તણાવ સર્જાયો હતો. આ પોસ્ટથી લઘુમતી કોમના લોકોની લાગણી દુભાતા, મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ઘટનાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે બંને કોમના ટોળા સામસામે આવી ગયા અને પથ્થરમારો પણ થયો. આ ઘટનામાં એક પોલીસ કર્મચારીને ઇજા પહોંચી હોવાના પણ સમાચાર છે.
મોડી રાત્રે ટોળું રસ્તા પર આવ્યું
શુક્રવારની મોડી રાત્રે, યાકુતપુરા-જૂનીગઢી વિસ્તારના એક અજાણ્યા શખ્સ દ્વારા એક AI જનરેટેડ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી. આ પોસ્ટ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારી હોવાનું જણાતા, મુસ્લિમ સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આ આક્રોશના પરિણામે, મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી પડ્યા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. પરિસ્થિતિ એટલી તંગ બની કે બંને કોમના ટોળા સામસામે આવી ગયા અને પથ્થરમારો શરૂ થયો, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો હતો.
Vadodara માં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ । Gujarat First
વડોદરા શહેરમાં ફરી એકવાર વાતાવરણ ડહોળવાનો પ્રયાસ
જૂનીગઢી વિસ્તારમાં પથ્થરમારાથી તણાવનો માહોલ સર્જાયો
સોશિયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટથી એક કોમનો વિરોધ
મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો પોલીસ સ્ટેશન ધસી આવ્યા
વડોદરા સિટી… pic.twitter.com/S2r2vlsq54— Gujarat First (@GujaratFirst) September 20, 2025
પોલીસની ત્વરિત કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ વડોદરા પોલીસ તંત્ર સક્રિય થયું. એડિશનલ પોલીસ કમિશનર ડો. લીના પાટીલ સહિત ડીસીપી, એસીપી અને અન્ય ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો અને ટોળાને શાંત પાડી વિખેર્યા. પથ્થરમારા દરમિયાન એક પોલીસ કર્મચારીને ઇજા પહોંચી હતી, જે દર્શાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર હતી.
પોલીસ સ્ટેશનનો ઘેરાવ અને કડક કાર્યવાહીની માંગ
પથ્થરમારા બાદ, મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સમગ્ર પોલીસ સ્ટેશનને ઘેરી લીધું. તેઓએ આ કૃત્ય કરનાર આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની અને તેની સામે પાસા (PASA) તથા તડીપાર જેવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી. પોલીસે અરજી લઈને ફરિયાદ નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપતા ટોળું શાંત થયું અને રસ્તો ખુલ્લો કર્યો. પરિસ્થિતિને વધુ વણસતી અટકાવવા માટે સમગ્ર યાકુતપુરા-જૂનીગઢી વિસ્તારમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. પોલીસે ડ્રોન દ્વારા પણ સમગ્ર વિસ્તાર પર વોચ રાખી હતી.
આ પણ વાંચો : Vadodara : પાણીપુરી ઓછી મળતા મહિલા રસ્તા પર બેસી ગઇ, પોલીસ બોલાવવી પડી


