Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : યુનાઇટેડ-વેના પાસ લેવા પડાપડી, ત્રણને ઇજા, પોલીસ બોલાવવી પડી

Vadodara : આયોજકો તરફથી કોઇ પણ પ્રકારનું મેનેજમેન્ટ નહીં હોવાના કારણે ખેલૈયાઓ અટવાયા હતા. એક તબક્કે ખેલૈયાઓએ પિત્તો ગુમાવ્યો હતો
vadodara   યુનાઇટેડ વેના પાસ લેવા પડાપડી  ત્રણને ઇજા  પોલીસ બોલાવવી પડી
Advertisement
  • વડોદરાના સૌથી મોટા ગરબા સાથે શરૂઆતથી જ વિવાદ જોડાયો
  • યુનાઇટેડ-વેના ગરબાના ખરીદેલા પાસ લેવા જતા અફરાતફરી
  • કાચ તુટતા ત્રણ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી

Vadodara : વડોદરા (Vadodara) ના સૌથી મોટા ગણાતા યુનાઇટેડ વે ગરબામાં (United Way Garba Controversy) પૈસા આપીને ગરબા રમવાના પાસ ખરીદનારા ખેલૈયાઓને છેલ્લી ઘડીએ ભારે મિસમેનેજમેન્ટનો ભોગ (United Way Garba Controversy) બનવું પડ્યું છે. રવિવારે મોટી સંખ્યામાં ખેલૈયાઓ પોતાનો પાસ લેવા માટે સેન્ટર પર પહોંચ્યા હતા. એકી સાથે મોટી સંખ્યામાં લોકો આવી જતા, ભારે અફરાતફરી સર્જાઇ હતી. આ ઘટનામાં કાચ તુટતા ત્રણને ઇજા પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે. પરિસ્થિતીને ધ્યાને રાખીને તુરંત પોલીસને બોલાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગયા વર્ષે પણ યુનાઇટેડવેમાં ગેરવ્યવસ્થાનો કિસ્સો સામે આવ્યો હતો.

Advertisement

આયોજકોનો હુર્રિયો બોલાવ્યો

આવતી કાલથી વડોદરા સહિત દેશભરમાં આરાધના પર્વ નવરાત્રીની શરૂઆત થશે. વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે. ત્યારે વડોદરાના સૌથી મોટા ગરબા આયોજન પૈકી એક યુનાઇટેડ-વેના આયોજકો (United Way Garba Controversy) દ્વારા આજે અલકાપુરી ખાતે પાસ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. આ પાસ વિતરણના કાર્યક્રમમાં ભારે અંધાધૂંધી સર્જાઇ ગઇ હતી. આયોજકો તરફથી કોઇ પણ પ્રકારનું મેનેજમેન્ટ નહીં હોવાના કારણે ખેલૈયાઓ અટવાયા હતા. અને એક તબક્કે ખેલૈયાઓએ પિત્તો ગુમાવતા આયોજકોનો હુર્રિયો બોલાવ્યો હતો.

Advertisement

ખેલૈયાઓમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી

ભીડ બેકાબુ થતા સ્થળ (United Way Garba Controversy) પરનો કાચ તુટ્યો હતો. જેમાં એક મહિલા સહિત ત્રણને ઇજાઓ પહોંચી હતી. મામલે વધારે વણસે તે પહેલા જ પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક જવાનો દોડી આવ્યા હતા. અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. યુનાઇટેડ-વે વડોદરાના સૌથી મોંઘા ગરબાના પાસનું વેચાણ કરે છે. અને તેની લોકપ્રિયતાના કારણે લોકો ખુશી ખુશી પાસ લે છે, પરંતું આયોજકો દ્વારા મોં માંગ્યા પૈસા આપ્યા બાદ પણ આવી અવ્યવસ્થા સર્જાતા ખેલૈયાઓમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. અત્રે નોંધનીય છે કે, વડોદરામાં વિતેલા કેટલાય દિવસોથી વરસાદા ચાલી રહ્યો છે. ત્યારે હવે આ વખતે ગરબા મેદાનને તૈયાર કરવું પણ આયોજકો માટે મોટો પડકાર છે. યુનાઇટેડ વેના ગરબા જોડે શરૂઆતથી જ વિવાદ જોડાયો છે, હવે આ ઘટના બાદ આયોજકો સુધરે છે કે નહીં તે જોવું રહ્યું.

આ પણ વાંચો -----  Surat Rain: સુરતમાં ભારે વરસાદ, નવરાત્રી પહેલાના મેઘરાજાએ ગરબા આયોજકોની ચિંતા વધારી

Tags :
Advertisement

.

×