Vadodara : ધુળેટીની ઉજવણી વચ્ચે એક વિદ્યાર્થી લાકડાની બેન્ચ લઈ બીજાને મારવા દોડ્યો, Video વાઇરલ
- Vadodara ની MS યુનિ. માં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
- આર્ટ્સ ફેકલ્ટીમાં ધુળેટીની ઉજવણી દરમિયાન થઈ મારામારી
- લાકડાની બેન્ચ લઈ એક વિદ્યાર્થી બીજા વિધાર્થીને મારવા દોડ્યો
- કેન્ટીનમાં મારામારીથી આર્ટસ ફેકલ્ટીમાં મામલો ગરમાયો
વડોદરાની (Vadodara) MS યુનિવર્સિટી કોઈ ન કોઈ બાબતે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીનાં (MS University) આર્ટ્સ ફેકલ્ટીનાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ધુળેટીની ઉજવણી દરમિયાન કોઇક બાબતે માથાકૂટ થતાં એક વિદ્યાર્થી લાકડાની બેન્ચ લઈને બીજા વિધાર્થીને મારવા દોડ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો - Rajkumar Jat Case : અકસ્માત સ્થળે એમ્બ્યુલન્સ પહોંચી, થોડા સમય બાદ ફોર્ચ્યુનર, સ્કોર્પિયો અને બાઇક પણ આવી!
આર્ટ્સ ફેકલ્ટીમાં ધુળેટીની ઉજવણી દરમિયાન થઈ મારામારી
વડોદરાની (Vadodara) એમ.એસ. યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. માહિતી અનુસાર, આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી. ધુળેટીની ઉજવણી દરમિયાન કોઇક બાબતે માથાકૂટ થતાં એક વિદ્યાર્થી લાકડાની બેન્ચ લઈને બીજા વિધાર્થીને મારવા દોડ્યો હતો.
આ પણ વાંચો - RTE હેઠળ પ્રવેશ માટે પરિવારની વાર્ષિક આવક વધારવા મુદ્દે શિક્ષણમંત્રીના મોટા સંકેત
વિદ્યાર્થીઓ વચ્ચે આ મારામારીનો વીડિયો પણ આવ્યો સામે
એમએસ યુનિવર્સિટીની (MS University) કેન્ટીનમાં મારામારીની ઘટના બનતા આર્ટસ ફેકલ્ટીમાં મામલો ગરમાયો હતો. વિદ્યાર્થીઓ વચ્ચે આ મારામારીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જો કે, હવે આ મામલે યુનિવર્સિટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેનાં પર સૌની નજર છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની હોય. અગાઉ પણ અનેક વખત આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે.
આ પણ વાંચો - Summer in Gujarat : AMA ની ગાઇડલાઇન, બહાર જતાં કેપ-ગોગલ્સ પહેરવાં, પૂરતું પ્રવાહી લેવું