Vadodara : આરોપીઓને પોલીસ સ્ટેશનમાં VIP ટ્રિટમેન્ટ! વિશેષ રૂમ, બીડી, ઘર જેવી સુવિધા આપી!
- Vadodara માં પશુમાલિક દ્વારા નાગરિક પર હુમલાનો કેસ
- મહિલાઓએ સ્વબચાવમાં કર્યો હતો પથ્થરમારો!
- માથાભારે પશુમાલિકો પર પોલીસ મહેરબાન!
- પોલીસ સ્ટેશનમાં ઘર જેવી વ્યવસ્થા કરી આપી!
- લોકઅપમાં રાખવાને બદલે વિશેષ રૂમ ફાળવ્યો
- વીડિયો વાઇરલ થતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલ
Vadodara : વડોદરામાં પશુમાલિક દ્વારા નાગરિક પર હુમલા કેસમાં પોલીસ સ્ટેશનમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. આરોપી અને માથાભારે પશુમાલિકો પર પોલીસ જાણે મહેરબાન થઈ હોય તેમ ખાસ સુવિધાઓ આરોપીઓને પોલીસ સ્ટેશનમાં આપવામાં આવતી હોવાનાં દ્રશ્યો સામે આવ્યા છે. લોકઅપમાં રાખવાને બદલે વિશેષ રૂમ ફાળવ્યો, ડી સ્ટાફના રૂમમાં આરોપી પાસે બીડી સહિતનાં વીડિયો વાઇરલ થયા છે. આરોપીઓને પોલીસ સ્ટેશનમાં ઘર જેવી વ્યવસ્થા કરી અપાઈ હોવાનાં વીડિયો વાઇરલ થયા છે. જ્યારે, અગાઉ આરોપીઓ પાસે માફી મંગાવતો ફોટો પોલીસ દ્વારા જાહેર કરાયો હતો. વીડિયો વાઇરલ થતા પોલીસનાં નાટકનો પર્દાફાશ થયો હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. સાથે જ ફરી એકવાર વડોદરા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા થયા છે.
આ પણ વાંચો - AAP MLA Chaitar Vasava ને હાઈકોર્ટે શરતોને આધીન આપ્યા જામીન
નાગરિક પર હુમલા કેસમાં આરોપી પશુમાલિક પર Vadodara પો. મહેરબાન!
વડોદરામાં (Vadodara) થોડા દિવસ અગાઉ મકરપુરામાં પશુમાલિક દ્વારા એક નાગરિકો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓએ સ્વબચાવમાં પથ્થરમારો કર્યો હતો. આ અંગે મકરપુરા પોલીસ (Makarpura Police Station) દ્વારા આરોપીની ધરપકડ કરી કાન પકડી માફી મગાવતો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે, હવે આ કેસમાં નવા વીડિયો વાઇરલ થયા છે, જે પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કરે છે અને પોલીસનાં નાટકનો ચિતાર આપે છે. માથાભારે પશુમાલિકો પર પોલીસ જાણે મહેરબાન થઈ હોય તેવા દ્રશ્યો વાઈરલ વીડિયોમાં નજરે પડે છે.
Vadodara માં પશુમાલિક દ્વારા નાગરિક પર હુમલાનો કેસ
મહિલાઓએ સ્વબચાવમાં કર્યો હતો પથ્થરમારો
માથાભારે પશુમાલિકો પર પોલીસ મહેરબાન
પોલીસ સ્ટેશનમાં ઘર જેવી વ્યવસ્થા કરી આપી
લોકઅપમાં રાખવાને બદલે વિશેષ રૂમ ફાળવ્યો | Gujarat First#Gujarat #Vadodara #AttackCase #PoliceBias #CattleOwners… pic.twitter.com/0b8fTQhLxe— Gujarat First (@GujaratFirst) September 22, 2025
આ પણ વાંચો - Vadodara : આંગડિયા પેઢીની કાર રોકી, રૂ. 50 લાખ ચાઉં કરનાર 2 પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી!
પોલીસ સ્ટેશનમાં આરોપીઓને ઘર જેવી વ્યવસ્થા!
વાઈરલ વીડિયોમાં દેખાય છે કે, પોલીસ સ્ટેશનમાં આરોપીઓને ઘર જેવી વ્યવસ્થા કરી આપવામાં આવી છે. આરોપીઓને લોકઅપમાં રાખવાને બદલે વિશેષ રૂમ ફાળવ્યો હતો. કોઈને શંકા ન પડે તે માટે રૂમનો દરવાજો બંધ કરી બહારથી સ્ટોપર મારી હતી. ઉપરાંત, ડી સ્ટાફનાં રૂમમાં આરોપી પાસે બીડી અને લાઈટર પણ જોવા મળ્યા હતા. પોલીસે વાહવાઈ મેળવવા આ આરોપીઓને કાન પકડાવી માફી મંગાવતો ફોટો જાહેર કર્યો હતો. પરંતુ, દેખાડાની કામગીરી બાદ બે માથાભારે પશુમાલિકોને પોલીસ સ્ટેશનમાં VIP સુવિધા અપાતી હોવાનો વીડિયો સામે આવતા પોલીસની ભારે ટીકા થઈ રહી છે અને ગંભીર સવાલ ઊભા થયા છે.
આ પણ વાંચો - Gandhinagar : લોકોના પૈસા કેવી રીતે બચે તે માટે PM મોદીએ GST રિફોર્મ કર્યુ : CM ભૂપેન્દ્ર પટેલ


