Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : ઠગોની જાળમાં ફસાયેલા પુત્રને પરત લાવવા માતા-પિતાનો વલોપાત, ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ તપાસ

Vadodara : તે કયા દેશમાં ગયો તેની ખબર નથી, બાદમાં તેણે વીડિયો કોલ થકી પોતે થાઇલેન્ડમાં હોવાની તેણે અમને જાણ કરી હતી - પિતા
vadodara   ઠગોની જાળમાં ફસાયેલા પુત્રને પરત લાવવા માતા પિતાનો વલોપાત  ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ તપાસ
Advertisement
  • વડોદરાનો યુવક વિદેશમાં ઠગોની જાળમાં ફસાયો હોવાની ઘટના સામે આવી
  • યુવકના માતા-પિતાએ સમા પોલીસ મથકમાં અરજી કરી
  • સમગ્ર મામલે એસીપીનું મોટું નિવેદન સામે આવ્યું છે

Vadodara : વડોદરા (Vadodara) ના ન્યુ સમા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતો 27 વર્ષિય યુવક તુષાર સારી કમાણીની શોધમાં એજન્ટ મારફતે દુબઇ ગયો હતો. ત્યાં ગયાના થોડાક મહિનાઓ બાદ તે અન્ય એજન્સના સંપર્કમાં આવ્યો હતો. તે એજન્ટ તેને અન્ય દેશમાં લઇ ગયો હતો. જ્યાં આ યુવક ઠગોની માયાજાળમાં ફસાયો હોવાનો આરોપ (Young Boy Fraud Trapped - Vadodara) માતા-પિતા દ્વારા મુકવામાં આવ્યો છે. વિતેલા મહિનાઓથી યુવક જોડે વાતચિત થઇ શકી નથી. પોતાના વ્હાલસોયા પુત્રને પરત લાવવા માટે માતા-પિતા વલોપાત કરી રહ્યા છે. બીજી બાજુ આ મામલે સમા પોલીસ મથકમાં અરજી કરવામાં આવતા, ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. હવે આ મામલે પોતાનો લાડકવાયો પુત્ર ક્યારે પરત આવે તેની રાહ માતા-પિતા જોઇ રહ્યા છે.

Advertisement

મારા બાળકને અમારા સુધી પહોંચાડો

પિતા નાગરભાઇ રાણપરાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મારો બાબો વર્ષ 2024 માં 4 થા મહિનામાં કમાવવાના ઉદ્દેશ્યથી એજન્ટ થકી દુબઇ ગયો હતો. અને પાંચ મહિના તેણે ત્યાં નોકરી કરી હતી. ત્યાર બાદ તે કોઇ એજન્ટના સંપર્કમાં આવ્યો હતો, પછી તે કયા દેશમાં ગયો તેની ખબર નથી (Young Boy Fraud Trapped - Vadodara), બાદમાં તેણે વીડિયો કોલ થકી પોતે થાઇલેન્ડમાં હોવાની તેણે અમને જાણ કરી હતી. મારો બાબો તકલીફમાં છે. પહેલા વોટ્સએપ કોલ કરતો હતો. ધીરે ધીરે તેના વોટ્સએપ કોલ બંધ થઇ ગયા, ત્યાર બાદ તેને વોઇઝ કોલ આવતા હતા, બાદમાં તે પણ બંધ થઇ ગયા હતા. અમે ત્રણ દિવસથી પોલીસના ચક્કર કાપીએ છીએ. મારે ગુજરાત અને કેન્દ્ર સરકારને અરજી કરું છું કે, મારા બાળકને તમે જેમ બને તેમ અમારા સુધી પહોંચાડો, તેવી અપેક્ષા સરકાર પાસેથી રાખું છું.

Advertisement

ચિંતા ના કરતા

પીડિત યુવકના માતાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મારા બાબા માટે બહુ ચિંતા થાય છે. તે જલ્દીથી પાછો આવતો રહે (Young Boy Fraud Trapped - Vadodara), છેલ્લે 5 મહિના પહેલા વાત થઇ હતી. તેણે કહ્યું હતું કે, તે સહીસલામત છે, ચિંતા ના કરતા. ત્યાર બાદ ધીરે ધીરે તેનો સંપર્ક ઓછો થઇ ગયો હતો. એક મહિના પહેલા તેનો વોઇઝ મેસેજ આવ્યો હતો. તે ગયો ત્યારે ખુબ ખુશી ખુશી ગયો હતો. મારો દિકરો જેવો ગયો છે, તેવો અમને પાછો લાવી આપો.

દિકરાને કોઇએ બંધક બનાવ્યો હોય

એસીપી બંભાણીયાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ગઇ કાલે એક શખ્સે સમા પોલીસ મથકમાં અરજી આપી હતી. જે અનુસાર, તેમનો પુત્ર તુષાર એપ્રીલ - 2024 દુબઇ ગયા (Young Boy Fraud Trapped - Vadodara) હતા. ત્યાં નોકરી કરશે તેમ જણાવ્યું હતું. સપ્ટેમ્બર - 2024 માં તુષાર એજન્ટના સંપર્કમાં આવ્યો હતો, તેના દ્વારા તેને હોંગકોંગ મોકલાયો છે, પોતાના દિકરી તુષાર જોડે કોઇ વાતચીત થઇ નથી, ફક્ત વોઇઝ મેસેજથી વાત થાય છે. અરજદારનો આરોપ છે કે, તેમના દિકરાને કોઇએ બંધક બનાવ્યો હોય, અને તેનું શોષણ થઇ રહ્યું છે. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇને, તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આ મામલે ટેક્નિકલ સોર્સિસના માધ્યમથી તુષારનો સંપર્ક કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો ----- Vadodara : નવરાત્રીમાં ગરબામાં ફાયર સેફ્ટીની માર્ગદર્શિકા જાહેર, વાંચો વિગતવાર

Tags :
Advertisement

.

×