Vadodara : 100 કિલો વજનની પાઘડી પહેરી યુવક હસતા મોંઢે ગરબે ઘૂમ્યો
- વડોદરાના ગરબા મેદાનમાં આશ્ચર્યજનક દ્રશ્યો સામે આવ્યા
- યુવક મોટી વજનદાર પાઘડી પહેરીને ગરબે ઘૂમ્યો
- 30 ફેંટાના મટિરિયલમાંથી મોટી પાઘડી તૈયાર કરાઇ હોવાનો દાવો
Vadodara : વડોદરા (Vadodara) ને સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે. સંસ્કારી નગરીના ગરબા (Navratri - 2025, Garba) વિશ્વ વિખ્યાત છે. આ ગરબામાં અવનવા પહેરવેશ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. ત્યારે હાલમાં વડોદરાના વીએનએફ ગરબામાં એક યુવતની પાઘડી આંખે ઉડીને વળગી રહી છે. યુવક માથા પર મોટી વજનદાર પાઘડી પહેરીને હસતા મોંઢે ગરબા રમી રહ્યો છે. યુવકે પહેરેલી પાઘડી અંદાજીત 100 કિલોની હોવાનું અનુમાન છે. આ યુવક શાંતિપૂર્વક રીતે ગરબા રમી શકે, તેથી આજુબાજુમાં થોડુંક અંતર રાખીને અન્ય ગરબા ખેલૈયાઓ ગરબા રમી રહ્યા છે. યુવકે આ મોટી પાઘડી 30 ફેંટામાંથી તૈયાર કરી હોવાનું જણાવ્યું હતું.
અનેક ખેલૈયાઓ આશ્ચર્યમાં મુકાયા
વડોદરાના ગરબા વિશ્વમાં વખણાય છે. સંસ્કારી નગરીમાં ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓ દુર દુરથી વડોદરા આવે છે. વડોદરાના વીએનએફ ગરબા ગ્રાઉન્ડમાં એક અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક તેના માથે આખા મેદાનમાં સૌથી મોટી પાઘડી પહેરીને ગરબે ઘૂમી રહ્યો છે. પારંપરિક વેશમાં સજ્જ યુવકની પાઘડી આસપાસના લોકોનું ધ્યાન આકર્ષી રહી છે. આટલી મોટી પાધડી પહેરીને પણ યુવક હસતા મોંઢે ગરબા રમી રહ્યો છે, તે જોઇને અનેક ખેલૈયાઓ આશ્ચર્યમાં મુકાયા છે.
ગરબા કરવાથી મને ખુબ મજા આવે છે
ગરબા ખેલૈયાએ કહ્યું કે, મારૂ નામ અવનીશ સોની છે. છેલ્લા પાંચ વર્ષથી હું આ મેદાનમાં ગરબા રમું છું. આ પાઘડી સાથે છેલ્લા 2 વર્ષથી રમી રહ્યો છું. આ પાઘડી બાંધવા માટે ઘણી મહેનત કરવી પડી છે. આ પાઘડી સાથે ગરબા કરવાથી મને ખુબ મજા આવે છે. આ પાઘડી બાંધતા એક કલાક જેટલો સમય થયો છે, અને આ મોટી પાઘડીને 30 ફેંટામાંથી તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચો ----- Vadodara : ગરબામાં અશોભનિય કૃત્યોનો સિલસિલો જારી, NRI દંપતીએ માફી માંગી