Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : બોટલોનો હાર પહેરીને યુવક પોલીસ કમિશનર કચેરી પહોંચ્યો, પછી....

Vadodara : સાહેબ બે-ચાર ઘણી મહેનત વધારો, દિવાળીમાં નાગરિકો સુરક્ષિત રહી શકે, તેનું તમે ધ્યાન આપી શકો છો, તે છુપી રીતે ના વેચાય - યુવક
vadodara   બોટલોનો હાર પહેરીને યુવક પોલીસ કમિશનર કચેરી પહોંચ્યો  પછી
Advertisement
  • જાગૃત નાગરિકે દારૂ બંધી વિરૂદ્ધ કડક ઝૂંબેશ ચલાવવા માટે બાટલીઓનો હાર પહેર્યો
  • હાર પહેરીને યુવક પોલીસ કમિશનર કચેરી આવી પહોંચ્યો
  • યુવકે નાગરિકોને સુરક્ષિત રાખવા માટે છુપી રીતે દારૂ વેચનારા પર કાર્યવાહીની કરી માંગ

Vadodara : વડોદરામાં (Vadodara) વિતેલા કેટલાય દિવસોથી વિદેશી દારૂનો નાનો-મોટો જથ્થો મળવો તેમજ કાર અકસ્માતની મોટી ઘટનાઓ સામે આવી રહી છે. આ વચ્ચે આજે એક યુવક વિવિધ પ્રકારની કાચની બાટલીઓનો હાર (Neckless Of Bottles) પહેરીને પોલીસ કમિશનર (Vadodara Police Commissioner) કચેરીએ પહોંચ્યો છે. યુવકની રજુઆત છે કે, જે રીતે ગેરકાયદેસર રીતે ઉભા રહેતા શાકભાજી વાળાને હટાવવામાં આવે છે, તેવી જ રીતે દારૂ વેચનારાઓને પણ હટાવવા જોઇએ. યુવકના અનોખા વિરોધને પગલે તેની હાજરી આશ્ચર્યનો વિષય બની હતી, અને લોકો કૂતુહલવશ તેની સામે જોઇ રહ્યા હતા.

Advertisement

અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે રજુઆત

બાટલીઓનો હાર ધરીને પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા જાગૃત નાગરિક વિજયભાઇએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ગુજરાતમાં દારૂ મળી રહ્યો છે, ગેરકાયદેસર શાકભાજીની લારીઓ હટાવવામાં આવે છે, તો દારૂ વેચનારાઓ પર કાર્યવાહી ક્યારે, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કિસ્સાઓ વધી રહ્યા છે. કાર્યવાહી કરવાથી આ ઘટનાઓ ઓછી થઇ શકે છે. દારૂ બંધી પર સરકાર અને પ્રસાશન કામ કરે છે. છતાં પણ દારૂ છુપી રીતે વેચાઇ રહ્યો છે. દારૂ છુપી રીતે ના વેચાય. કમિશનર સાહેબને એક જ રજુઆત છે કે, સાહેબ બે-ચાર ઘણી મહેનત વધારો, દિવાળીમાં નાગરિકો સુરક્ષિત રહી શકે, તેનું તમે ધ્યાન આપી શકો છો. રાત્રે અકસ્માતો થાય છે, તેનું જવાબદાર કોણ. દિવાળીના પર્વમાં કોઇ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે અમારી રજુઆત છે, જેમ બને તેમ જલ્દી આ વસ્તુઓ તમે બંધ કરાવો.

Advertisement

આગળની કાર્યવાહી પર સૌની નજર

અત્રે નોંધનીય છે કે, છેલ્લા કેટલાય વખતથી વડોદરા શહેર અને જિલ્લામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું પકડાવવું અને વાહન અકસ્માતની ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. આ જોતા સીધી કે આડકતરી રીતે બંને પર લગામ લાગે તે માટે યુવકે આજે શહેર પોલીસ કમિશનરને આવેદન પત્ર આપીને રજુઆત કરી હોવાનું સામે આવ્યું છે. હવે રજુઆત બાદ પોલીસ આગળ કયા પ્રકારે કાર્યવાહી કરે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો -----  Surat fake notes : પાંડેસરામાં ઇન્સ્ટાગ્રામ રીલથી પ્રેરિત થઈને છાપી નકલી ચલણી નોટ, જેલ ભેગા

Tags :
Advertisement

.

×