Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કલા, સંગીત અને સાહિત્યના પ્રચારની આ કેવી રીત છે?, આણંદ વિદ્યાનગર SP યુનિવર્સિટીમાં વિવાદના 'ઠુમકા'

આણંદ વિદ્યાનગર SP યુનિવર્સિટીમાં કલા, સંગીત અને સાહિત્યના પ્રચાર માટેનો કોન્સર્ટ યોજવામાં આવ્યો હતો. જેમાં VC નિરંજન પટેલ, રજિસ્ટ્રાર ભાઈલાલ પટેલે બોલીવૂડ સોન્ગ પર ઠુમકા લગાવ્યા હતા.
કલા  સંગીત અને સાહિત્યના પ્રચારની આ કેવી રીત છે   આણંદ વિદ્યાનગર sp  યુનિવર્સિટીમાં વિવાદના  ઠુમકા
Advertisement
  • કલા, સંગીત અને સાહિત્યના પ્રચાર માટેના કોન્સર્ટમાં થયો વિવાદ
  • વિદ્યાનગર SP યુનિવર્સિટીના VC અને રજિસ્ટ્રાર ઠુમકા લગાવ્યા
  • આંખ મારે... લડકી..આંખ મારે જેવા સોન્ગ પર ડાન્સ કરતા વિવાદ વકર્યો

Anand: ગાંધીજી કહેતા કે શિક્ષક પોતાના વિષયમાં નિષ્ણાંત હોવો જોઈએ અને ચારિત્ર્યવાન હોવો જોઈએ. ગાંધીજીના આ વિચારો અને ગુજરાતના શિક્ષણ જગતની પ્રતિષ્ઠાને અસંગત હોય તેવો કિસ્સો આણંદ વિદ્યાનગર SP યુનિવર્સિટીમાં બન્યો છે.

કોન્સર્ટમાં VC, રજિસ્ટ્રારે લગાવ્યા ઠુમકા

કલા, સંગીત અને સાહિત્યના પ્રચાર માટે આણંદ વિદ્યાનગર SP યુનિવર્સિટીમાં એક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોન્સર્ટ દરમિયાન એક બોલીવૂડ સોંગ પર VC નિરંજન પટેલ અને રજિસ્ટ્રાર ભાઈલાલ પટેલે ઠુમકા લગાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં કલા જાગૃતિ વધે અને સંગીત પ્રત્યે રુચિ વધે તે માટેનો હતો.  આ કોન્સર્ટનો હેતુ જે હતો તે વીસી અને રજિસ્ટ્રારે લગાવેલ ઠુમકાને લીધે મૃતપ્રાય બની ગયો છે.

Advertisement

આ પણ વાંચોઃ  Anand : રૂપિયા લઈ દાખલો કઢાવી આપતી મહિલાનાં Video અંગે જિલ્લા કલેક્ટરની સ્પષ્ટતા

Advertisement

શૈક્ષણિક હોદ્દાની ગરિમાને ઠેસ પહોંચાડી

યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર જેવા હોદ્દા અને ત્યારબાદ મહત્વના ગણાતા હોદ્દા રજિસ્ટ્રાર જેવા હોદ્દા પર ફરજ નિભાવનાર કર્મચારીઓએ હોદ્દાની ગરિમાને અનુરૂપ વર્તન કરવું જોઈએ. જ્યારે આપની આસપાસ આપના વર્તનમાંથી શીખતા વિદ્યાર્થીઓ હોય ત્યારે હોદ્દાની ગરિમા અનુરૂપ જ વર્તવું જોઈએ. એક સેવક કે પટાવાળા કરે તેવી હરકત કરવાથી આપના હોદ્દાની ગરિમાને ઠેસ પહોંચે છે. તેમજ વિદ્યાર્થી આલમમાં આવી ઘટનાથી ખોટો સંદેશ જાય છે.

વિદ્યાર્થીઓ શું શીખશે ?

આજના વિદ્યાર્થીઓને કલા, સંગીત અને સાહિત્યમાં રુચિ વધે તેઓ સર્જન કરતા થાય તે માટે યુનિવર્સિટીમાં રાજદીપ ચેટર્જીના મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંખ મારે... લડકી..આંખ મારે જેવા સોન્ગ પર શિક્ષણના ઉચ્ચ હોદ્દા પર સેવા આપતા કર્મચારીઓએ ઠુમકા લગાવતા ચકચાર મચી ગઈ છે. યુનિવર્સિટીના VC નિરંજન પટેલ, રજિસ્ટ્રાર ભાઈલાલ પટેલે પોતાના હોદ્દાની ગરિમા ભૂલીને ઠુમકા માર્યા. આ ઘટનાથી વિદ્યાર્થીઓ શું શીખશે તે જ મોટો સવાલ છે.

આ પણ વાંચોઃ  Anand : બોરસદમાં શાળાની ખુલ્લેઆમ દાદાગીરી! બાકી ફી માટે વિદ્યાર્થિનીને આપી સજા!

Tags :
Advertisement

.

×